________________
| દેશી-ગૌતમીય
[ ૩૯ ]
શબ્દાર્થ - વંદસૂરત ખ = ચંદ્ર અને સૂર્ય સમાન કાન્તિવાળા મહાય = મહાયશસ્વી કમ = આ બંને = આસન પર બેઠેલા સોનિ = શોભતા હતા. ભાવાર્થ – આસન પર બિરાજમાન કેશીકુમાર શ્રમણ અને મહાયશસ્વી ગૌતમ સ્વામી, આ બંને સંતો ચંદ્ર અને સૂર્યની કાત્તિ જેવા શોભતા હતાં. ० समागया बहू तत्थ, पासंडा कोउगा मिगा।
गिहत्थाणं अणेगाओ, साहस्सीओ समागया ॥ શબ્દાર્થ:-હત્યામાં = ગૃહસ્થોના ગળે = અનેક સાહલ્લીમો = સહસ, હજારો ગૃહસ્થ તત્વ = ત્યાં સમાવી = આવ્યા વ = ઘણા પસંદ = અન્ય મતાવલંબી fમ = મૃગ સમાન અજ્ઞાની જોડ = કુતૂહલી લોકો. ભાવાર્થ – અનેક અન્ય મતાવલંબી પરિવ્રાજકો, કુતૂહલી લોકો, અજ્ઞાનીઓ અને હજારો ગૃહસ્થો ત્યાં આવ્યા. । देव-दाणव-गंधव्वा, जक्ख रक्खस-किण्णरा ।
अदिस्साणं च भूयाणं, आसी तत्थ समागमो ॥ શદાર્થ-વેવલાવથબ્બા=જ્યોતિષી અને વૈમાનિકદેવો, દાનવો(ભવનપતિ), ગન્ધર્વો નવુંfસ = યક્ષો, રાક્ષસો પિઅર = કિન્નર આદિ વ્યંતરદેવો ૨ = અને જિલ્લા = અદશ્ય મૂયાઈ = વ્યંતર જાતિના ભૂતોનું માનો = આગમન આ = થયું. ભાવાર્થ:- દેવ, દાનવ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર અને અદશ્ય ભૂતોનો ત્યાં સમાગમ થયો. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં શિષ્યોની જિજ્ઞાસાના સમાધાન માટે થયેલું બંને સંતોનું સુભગ મિલન અને પરસ્પરના આતિથ્ય સત્કારનું નિરૂપણ છે.
કેશીસ્વામી અને ગૌતમસ્વામી બંને સંતો સ્વયં જ્ઞાની હતા. પોતાના શિષ્ય પરિવારની જિજ્ઞાસા સંતોષવા સ્વયં સમર્થ હતા, તેમ છતાં એક સ્થાને એકત્રિત થઈને વિવિધ આચાર પ્રણાલિકાનો સમન્વય સહુની પ્રત્યક્ષ થાય તે જ ઉત્તમ છે, તેવું દીર્ઘદ્રષ્ટિથી અને સમન્વયાત્મક બુદ્ધિથી તેઓએ વિચાર્યું.
તેમાં પણ ગણધર ગૌતમસ્વામી જ્ઞાનમાં અને પદમાં મહાન હોવા છતાં કેશીસ્વામીની દીક્ષા પર્યાયની જ્યેષ્ઠતાનો વિચાર કરીને અને કલ(શાસન)ની જયેષ્ઠતાને સ્વીકારીને તે સ્વયં કેશીસ્વામી પાસે ગયા.
ગૌતમસ્વામીને આવતાં જોઈને કેશીસ્વામીએ પણ સંયમ મર્યાદા અનુસાર ગૌતમસ્વામીનો યથાયોગ્ય વિનય, સત્કાર-સન્માનનો વ્યવહાર કર્યો.
પ્રસ્તુત પ્રસંગ મહાપુરુષોની ઉદારતા અને સમયસૂચકતાને સૂચિત કરે છે. વેશ અને સમાચારીની ભિન્નતા હોવા છતાં સાંપ્રદાયિક આગ્રહને છોડીને વિચાર વિનિમય કરીને સમન્વય કરવો, તે જ પ્રભુના અનેકાંતવાદનો સાર છે, તે જ જિનશાસનનું હાર્દ છે. પવિU - પ્રતિરૂપજ્ઞ એટલે યથોચિત વિનય વ્યવહારના જાણકાર. કે ઉત્તમ :- પાર્શ્વનાથ ભગવાન, મહાવીર સ્વામીથી પહેલાં થયા હતા. તેથી તેમના