________________
| કેશી-ગૌતમીય
[ ૩૭ ]
તનો
૨
વિશિષ્ટ
ધર્મ કહ્યો છે વિજ્ઞપવUMTS = મોક્ષ પ્રાપ્તિ રૂપ એક જ કાર્યમાં પ્રવૃત્તિ કરનારાઓના બાહ્ય આચારોમાં વિલેણે = અંતર હોવાનું જિષ્ણુ = શું વારy = કારણ છે? ભાવાર્થ - વર્ધમાન મહાવીર સ્વામીએ અચેલક ધર્મ(નિશ્ચિત માપવાળા, અલ્પમૂલ્ય સફેદ વસ્ત્રો ધારણ કરવા રૂપ ધર્મ) અને પાર્શ્વનાથ ભગવાને સાન્તરોત્તર ધર્મ(વિશિષ્ટ વસ્ત્ર રાખવા રૂ૫ ધર્મ) નું કથન કર્યું છે, તો પછી મોક્ષપ્રાપ્તિ રૂપ એક જ કાર્યમાં પ્રવૃત્તિ કરનારાઓમાં આ વિભિન્નતાનું શું કારણ છે? વિવેચન :
કેશી સ્વામી અને ગૌતમ સ્વામીના શિષ્યોએ ભિક્ષાચર્યા વગેરે કાર્ય માટે જતાં-આવતાં એકબીજાના આચાર-વિચારને જોઈને અને બંને આચાર વચ્ચેનો તફાવત જાણીને, તેમના મનમાં શંકા થઈ કે અમારા બંનેના ધર્મ પ્રવર્તકોનું ધ્યેય મુક્તિ-પ્રાપ્તિનું છે છતાં અમારા બંનેના આચાર-વિચારમાં તફાવત કેમ છે? મહાવીર સ્વામી પાંચ મહાવ્રતનો ઉપદેશ આપે છે જ્યારે પાર્શ્વનાથ ભગવાન ચાર યામ અર્થાતુ ચાર મહાવ્રતનો ઉપદેશ આપતા હતા. મહાવીર સ્વામીના શિષ્યો સામાન્ય અને પ્રમાણોપેત વસ્ત્રો ધારણ કરે છે જ્યારે પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના શિષ્યો વિશિષ્ટ અને કિંમતી યથેચ્છ વસ્ત્રો ધારણ કરે છે. અer :- (૧) આલીન = આત્મામાં લીન, (૨) અલીન = મન, વચન, કાયાની ગુપ્તિઓથી યુક્ત. आयारधम्मपणिही :- आचरणमाचारो-वेषधारणादिको बाह्यः क्रियाकलाप इत्यर्थः । આચારનો અર્થ છે આચરણ, વેશધારણ આદિ બાહ્ય ક્રિયાવિધિ. બાહ્ય ક્રિયાવિધિ પણ ધર્મ છે; કારણ કે તે જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિકાસનું સાધન બને છે. અંધ વ્યવસ્થાપનમ્ | પ્રસિધિનો અર્થ છે વ્યવસ્થાપન. બાહ્ય ક્રિયાવિધિરૂપ ધર્મની વ્યવસ્થાને આચારધર્મપ્રણિધિ કહે છે. રાઉન્માનો ય નો ધબ્બો:- શ્રી પાર્શ્વનાથ ભગવાને દર્શાવેલો ચાતુર્યામ(ચાર મહાવ્રત)રૂપ સાધુ ધર્મ. (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) બહિદ્વાદાન ત્યાગ(અપરિગ્રહ). તે ચાર મહાવ્રતરૂપ ધર્મ. ભગવાન પાર્શ્વનાથે સ્ત્રીને પરિગ્રહરૂપ ગણીને બ્રહ્મચર્ય મહાવ્રતનો સમાવેશ પરિગ્રહ ત્યાગમાં કર્યો છે. પિિG :- પંચ શિક્ષિત, પાંચ મહાવ્રતો દ્વારા શિક્ષિત-પ્રકાશિત. યથા– (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ. તે પાંચ મહાવ્રત છે. अचेलगो य जो धम्मोः - अचेलं मानोपेतं धवलं जीर्णप्रायं, अल्पमूल्यं वस्त्र धारणीयमिति वर्द्धमानस्वामिना प्रोक्तम् । असत् इव चेलं यत्र स अचेलः, अचेल एव अचेलकः । यत् વસ્ત્ર સfપ અવિવ તત્ ધાર્યમિત્યર્થ: (૧) અચલક અર્થાત્ અલ્પ મૂલ્યવાળા, જીર્ણ, સાધારણ, પ્રમાણોપેત (નિયત માપવાળા), સફેદ વસ્ત્ર ધારણ કરનાર. (૨) અચલ અર્થાત્ નહિ જેવા વસ્ત્ર, નહિવત્ વસ્ત્રો ધારણ કરનાર. (૩) “અ”નો અર્થ અલ્પ છે. અલ્પવસ્ત્રોને ધારણ કરનાર. સંતરો - સંતરુત્તરો એટલે મૂલ્યની દષ્ટિએ ગમે તે મૂલ્યવાળા અને પ્રમાણની દષ્ટિએ ગમે તેટલા પ્રમાણવાળા વસ્ત્રો ધારણ કરવા.આ સૂત્રની વ્યાખ્યામાં સંતરુત્તરાનો આ જ અર્થ કર્યો છે. તેથી જણાય છે કે આ શબ્દ અચલકતાનો પ્રતિપક્ષી છે. ભગવાન મહાવીર સ્વામીના શ્રમણો અચેલક એટલે સામાન્ય, અલ્પમૂલ્યવાળા અને મર્યાદિત વસ્ત્રો ધારણ કરતા હતા. જ્યારે પાર્શ્વનાથ પ્રભુના શ્રમણો સંતરુત્તરા એટલે ગમે તે મૂલ્યવાળા અને ગમે તેટલા વસ્ત્રો રાખતા હતા. તેઓને માટે અલ્પમૂલ્યવાળા કે પ્રમાણોપેત વસ્ત્રો રાખવા સંબંધી કોઈ નિયમ ન હતો, તેથી તેને માટે સંતરુત્તર ધર્મનું કથન થયું છે.