________________
૩૦ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
વાદળો વિખેરાઈ જાય, ત્યારે કોમળતા પ્રચંડતામાં પલટાઈ જાય છે અને તેજસ્વી સૂર્ય પ્રકાશિત થઈ જાય છે. ત્યાં જગતનું સર્વ બળ પરાસ્ત થઈ જાય છે. અંતે આત્મ-સંયમ શક્તિના પ્રભાવે સ્ત્રીનો વિજય થાય છે. પ્રસ્તુત પ્રસંગમાં પણ રાજમતીનું તીવ્ર સંયમશીલ તપોબળ અને તેની સંપૂર્ણ નિર્વિકારતા સહજ પ્રગટ થઈ છે. વાયોલિવૂડો - નદી કિનારે થતી હડ નામની વનસ્પતિના મૂળ મજબૂત હોતા નથી. તે વાયુથી ઉખડીને નદીમાં પડી જાય છે અને નદીના પ્રવાહમાં તણાઈને સમુદ્રમાં પહોંચી જાય છે. તેવી રીતે સંયમમાં અસ્થિર આત્મા ઉચ્ચ પદથી નીચે પડીને સંસાર સમુદ્રમાં પરિભ્રમણ કરતો રહે છે. પછી વિટ્ટો – શાસ્ત્રકારનો આશય એ છે કે ગુફામાં અંધારૂ હોય છે અને અંધકારમાં બહારથી પ્રવેશ કરનારને સર્વપ્રથમ કાંઈ દેખાતું નથી. જો દેખી શકાતું હોત તો રાજીમતી તે ગુફામાં પ્રવેશ ન કરત. આથી સ્પષ્ટ થાય છે કે ગુફામાં રથનેમિ છે, તે રાજમતીને પહેલાં દેખાયું નહીં, પાછળથી તેણીએ તેને ત્યાં જોયા. સુયy – સુતનુ– સુંદર શરીરવાળી. પરંતુ વિષ્ણુ પુરાણમાં ઉગ્રસેનની એક પુત્રીનું નામ “સુતનું દર્શાવ્યું છે. કદાચ રાજમતીનું બીજું નામ “સુતનું હોય. સમતા :- (૧) રાજેમતીને મનમાં આશ્વાસન મળ્યું કે આ રથનેમિ કુલીન છે એટલે બળથી અકાર્યમાં પ્રવૃત્ત નહીં થાય. આ અભિપ્રાયથી તેણી નિશ્ચિત બની. (૨) રાજેમતી રથનેમિની જેમ સંયમ-ભાવથી વિચલિત ન થતાં સંયમમાં નિશ્ચલ થઈ ગઈ.
થરત્ન તે નામ :- અહીં યશોકામી અને અપયશકામી બે સંસ્કૃત છાયા થાય છે. તેના બે પ્રકારે અર્થ આ પ્રમાણે છે– (૧) હે સંયમ સાધક રથમેમિ! (૨) હે અપયશના કામી! ભોગાભિલાષી.ષિરત્યુસંયમ-યશને ધૂમિલ કરનાર તને ધિક્કાર છે. યશ શબ્દના પણ બે અર્થ છે– (૧) યશ કીર્તિ (૨) સંયમ. તં નવિચાર – અસંયમી જીવન માટે, વાસનામય-કુશીલમય જીવન જીવવાના હેતુથી. વંત છીણ આવેડ – દીક્ષાગ્રહણ કરીને, ફરી ત્યાગેલા ભોગો પુનઃ ભોગવવા આતુર થઈ રહ્યા છો. ના કુp iધ દોનો:- સર્પ બે જાતિના હોય છે, ગંધન અને અગંધન. ગંધન કુળનો સર્પ કોઈને ડંખ્યો હોય અને જો મંત્રવાદી દ્વારા મંત્ર બળથી તેને બોલાવવામાં આવે તો તે પોતાના વમેલા વિષને પુનઃ ચૂસી લે છે. પરંતુ અગંધન કુળનો સર્પ મંત્ર બળથી હાજર થાય છે, તે મરવાનું સ્વીકારે છે પણ વણેલું વિષ પુનઃ ચૂસવા તૈયાર થતો નથી. આ દષ્ટાંત આપી રામતી રથનેમિને કહે છે કે આપણે ઉત્તમ કુળમાં જન્મેલા છીએ, માટે ગંધન કુળના સર્પ જેવા થવું તે યોગ્ય નથી અર્થાત્ ત્યાગેલા ભોગો પુનઃ ભોગવવા યોગ્ય નથી. સુભાલિયં:- સુભાષિત. સંવેગજનક અને શુભ આશયવાળાં તીક્ષ્ણ-કટુ શબ્દો પણ સુભાષિત કહેવાય. અં ખ ગ ગ - જેમ અંકુશથી હાથી પુનઃ યથાસ્થિતિમાં(મહાવતના વશમાં) આવી જાય છે તેમજ સંયમથી પતિત થવાની ભાવનાવાળા હાથીરૂપ રથનેમિને મહાવત રૂ૫ રાજમતીએ ધીરે-ધીરે વચનરૂપી અંકુશથી પાછો વાળીને ચારિત્ર ધર્મમાં સ્થાપિત કર્યો. ઉપસંહાર:४२ मणगुत्तो वयगुत्तो, कायगुत्तो जिइंदिओ।
___ सामण्णं णिच्चलं फासे, जावज्जीवं दढव्वओ ॥ શકદાર્થ:- નપુર = મનગુપ્ત વયજુરો = વચનગુપ્ત વયજુરો = કાયગુપ્ત નિરો -