________________
રથનેમીય
कोहं माणं णिगिण्हित्ता, माया लोभं च सव्वसो । इंदियाई वसे काउं, अप्पाणं उवसंहरे ॥
૨૯
४७
શબ્દાર્થ:- હોર્દ = ક્રોધ માળ - માન માયા = માયા ૬ = અને તોત્રં = લોભ, આ સર્વને સવ્વસો સર્વથા, સર્વ પ્રકારથી બિત્હિત્તા = નિગ્રહ કરીને(જીતીને) વિયાર્ં = પાંચે ઇન્દ્રિયોને વસે વશાૐ = કરીને અવ્વાળું = પોતાના આત્માને વસંદરે = વશ કરો.
=
=
तीसे सो वयणं सोच्चा, संजयाए सुभासियं । अंकुसेण जहा णागो, धम्मे संपडिवाइओ ॥
=
ભાવાર્થ :- તમે ક્રોધ, માન, માયા અને લોભનો સર્વ પ્રકારે નિગ્રહ કરીને, ઈન્દ્રિયોને વશ કરીને, પોતે પોતાને વશ કરો.
४८
શબ્દાર્થ:- સો - તે રથનેમિ તીસે - તે સંગયાર્ = સંયમવતી સાધ્વીના સુભાલિય = સુભાષિત વય = વચનોને સોન્ના = સાંભળીને ધર્મો = ધર્મમાં સંપત્તિવાડ્યો = સ્થિર થઈ ગયો ના = જેમ અંસેન = અંકુશથી ગળો = હાથી વશ થાય છે.
ભાવાર્થ:- જેવી રીતે અંકુશથી હાથી વશમાં થઈ જાય છે તેવી રીતે સંયમી સાધ્વી રાજેમતીના સુભાષિત વચનો સાંભળીને રથનેમિ શ્રમણ ધર્મમાં સુસ્થિર થઈ ગયા.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં રથનેમિનું સંયમભાવથી થયેલું પતન અને રાજેમતીના બ્રહ્મચર્યના તેજથી થયેલા સ્થિરિકરણનું વિસ્તૃત વર્ણન છે.
અકસ્માત્ રથનેમિમુનિ અને સાધ્વી રાજેમતિનો એક ગુફામાં સમાગમ થઈ ગયો. એકાંત અતિ ભયાનક છે, ત્યાં બીજ રૂપ રહેલો વિકાર, રાખમાં દબાયેલા અગ્નિની જેમ પ્રગટ થાય છે. સ્ત્રી અને પુરુષનો એકાંત સ્થાને સહવાસ અડોલ યોગીને પણ ચલિત કરી શકે છે. સંયમ સાધના કરતા રથનેમિ મુનિ રાજેમતીને જોઈને ક્ષણવારમાં જ સંયમ ભાવથી ચલિત થઈ ગયા.
ગુફામાં પ્રવેશ કરતી વખતે રાજેમતીને અંધકારના કારણે રથનેમિ દેખાયા ન હતાં તેથી તેણીએ ગુફામાં પ્રવેશ કરીને વસ્ત્રો સૂકવ્યા અને નિર્વસ્ત્ર થઈ હતી. રથનેમિને જોઈને સ્ત્રી સ્વભાવગત લજ્જા અને ભયની લાગણીનું દ્વંદ્વ તેના અંતરમાં જામ્યું હતું. તે ધ્રૂજતી હતી, અંગોપાંગને સંકોચીને ચિત્તને વૈરાગ્યભાવમાં દઢ બનાવી અત્યંત હિંમતપૂર્વક બેસી ગઈ. ત્યાં તો રથનેમિએ ભોગની યાચના શરૂ કરી દીધી. રાજેમતિએ સાવધાન થઈને તરતજ વસ્ત્ર પરિધાન કરી, હિંમતપૂર્વક રથનેમિને સંયમ ભાવોમાં સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો. તેણીએ વૈરાગ્ય પ્રેરક વચનોથી શૂરતા અને વીરતાપૂર્વક રથનેમિને પોતાના કુલની કુલીનતાનું સ્મરણ કરાવી, મનુષ્ય જન્મ અને તેમાં પ્રાપ્ત થયેલા સંયમી જીવનની મહત્તાનું દર્શન કરાવ્યું તેમજ પતિત થયેલા જીવોની પરિસ્થિતિનું ભાન કરાવ્યું. રથનેમિ પણ મોક્ષગામી જીવ હતા. તે રાજેમતીના શૌર્ય અને વૈરાગ્ય– વાસિત વચનોથી સંયમભાવમાં પુનઃ સ્થિર થઈ ગયા.
ખરેખર ! જે સ્વયં સ્થિર છે તે જ અન્યને સ્થિર કરી શકે છે. સ્ત્રી શક્તિ કોમળ છે, તેની ગતિ મંદ છે, સ્ત્રીશક્તિનો સૂર્ય લજ્જાના વાદળોથી ઘેરાયેલો હોય છે પરંતુ કટોકટીની પરિસ્થિતિમાં જ્યારે લજ્જાના