________________
નેમીય
વિવેયન -
પ્રસ્તુત ગાથાઓમાં રાજેમતીની દીક્ષાનું વર્ણન છે.
નેમકુમાર પાછા ફર્યા ત્યારે રાજેમતી અત્યંત શોકાતુર બની મૂર્છિત થઈ ધરતી પર ઢળી પડી. સભાન થતાં તે દુઃખભર્યા ઉદ્ગારો પ્રકટ કરવા લાગી.
૫
સમય વીતતા, ઊંડા ચિંતનના અંતે તેણીએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો અને તેમનાથ પ્રભુને કેવળજ્ઞાન થાય અને તેઓ તીર્થની સ્થાપના કરે; તેની પ્રતિક્ષા કરતી ઘરમાં રહી અને તપ કરવા લાગી.
નેમનાથ ભગવાન દીક્ષિત થયા બાદ ૫૪ દિવસ સુધી છદ્મસ્થ અવસ્થામાં અનેક ગામોમાં વિચરણ કરતાં કરતાં રૈવતાચલ પર્વત પર આવ્યાં. ત્યાં પ્રભુ અઠ્ઠમ તપ કરી શુક્લધ્યાનમાં મગ્ન થયા, તે સમયે ઘાતીકર્મોનો ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન પ્રગટ થયું. બધા ઇન્દ્રોએ પોતપોતાના દેવગણો સહિત ત્યાં આવીને કેવળજ્ઞાનનો મહોત્સવ ઉજવ્યો અને મનોહર સમવસરણની રચના કરી. પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાનું જાણીને બલભદ્ર, શ્રીકૃષ્ણ, રાજેમતી, દશાર્હ આદિ યાદવગણ તથા અન્ય સામાન્ય જન સમુદાય રૈવતક પર્વત પર આવ્યા અને પ્રભુને વંદન કર્યા. સમવસરણમાં યથાયોગ્ય સ્થાન પર બેસીને સૌએ ધર્મદેશના સાંભળી. અનેક રાજાઓ, સામાન્ય પુરુષો તથા સ્ત્રીઓએ પ્રતિબુદ્ધ થઈને દીક્ષા લીધી. અનેક મનુષ્યોએ શ્રાવકવ્રત ગ્રહણ કર્યા. તે સમયે પ્રભુનેમનાથના લઘુબંધુ રથનેમિએ પણ વિરક્ત થઈને પ્રભુ પાસે દીક્ષા લીધી તથા રાજેમતીએ પણ અનેક કન્યાઓ સહિત દીક્ષા ગ્રહણ કરી. શ્રીકૃષ્ણ વાસુદેવ વગેરે એ રાજેમતીને સંસાર સાગરને તરી જવાના આશીર્વાદ આપ્યા.
सेयं पव्वइयं मम :- હવે મારા માટે પ્રવ્રજ્યા ગ્રહણ કરવી તે જ શ્રેયસ્કર છે. મારા પતિ મને છોડીને ચાલ્યા ગયા, તેથી હું દુઃખી થઈ રહી છું. જો બીજા પતિનો સ્વીકાર કરું તો તે પણ હંમેશાં સાથે રહેવાના જ નથી. પતિ-પત્નીમાંથી એકને વિયોગનું દુઃખ સહન કરવું જ પડે છે. હવે કદાપિ પતિના વિયોગને સહન ન કરવો પડે તેથી સર્વ સંબંધોનો ત્યાગ કરી સંયમ સ્વીકાર કરવો, તે જ મારા માટે સર્વ શ્રેષ્ઠ છે; આ પ્રકારનું રાજર્મતીએ ચિંતન કર્યું.
રથનેમિનું પતન અને રાજેમતી દ્વારા સ્થિરીકરણ :
३३
गिरिं रेवतयं जंती वासेणुल्ला उ अंतरा ।
"
वासंते अंधयारम्मि, अंतो लयणस्स ठिया ॥
શબ્દાર્થ:-નંતી = જતી વખતે અંતરT = વચમાં, રસ્તામાં વાલેળ = વર્ષાથી ૩ત્ત્તા = ભીંજાઈ ગઈ વસંતે = વરસાદ વરસતો હતો ાયગલ્સ અંતો - પર્વતની એક ગુફામાં નિયા = જઈને રોકાણી.
=
-
ભાવાર્થ :- તે સાધ્વી રાજેમતી એકવાર પ્રભુના દર્શન માટે રૈવતગિરિ પર્વત પર જઈ રહી હતી ત્યારે રસ્તામાં વરસાદ આવવાથી ભીંજાઈ ગઈ. ઘનઘોર વરસાદ વરસી રહ્યો હતો તેથી ચારેકોર અંધકાર વ્યાપી
ગયો હતો, તેવા સમયે અન્ય સાધ્વીઓથી છૂટી પડેલી તેણીએ એક ગુફાનો આશ્રય લીધો. चीवराई विसारंती, जहाजायत्ति पासिया ।
३४
रहणेमी भग्गचित्तो, पच्छा दिट्ठो य तीइ वि ॥
શબ્દાર્થ:- પીવાનું ભીંજાયેલા વસ્ત્રોને વિસાયંતી- સૂકવતી રાજેમતી બનાવા = થયાજાત
=