________________
૨૦ ||
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
થઈને તે = તે મહાપum = મહા પ્રજ્ઞાવાન નેમિનાથકુમાર હિતેક્ = વિચાર કરવા લાગ્યા. ભાવાર્થ – તેનું(સારથિનું) ઘણા પ્રાણીઓની હિંસાને સૂચવતું વચન સાંભળીને જીવો તરફ કરુણાવંત બનેલા મહાપ્રજ્ઞા અરિષ્ટનેમિ ચિંતન કરવા લાગ્યા. 10 जइ मज्झ कारणा एए, हम्मति सुबहू जिया ।
ण मे एयं तु णिस्सेस, परलोगे भविस्सइ ॥ શબ્દાર્થ - = જો મજ્ઞ = મારા કારણે કચ્છ = આ સુવર્દૂ = ઘણાં નિયા = જીવોની હમતિ = ઘાત થશે તુ = તો પ = આ કાર્ય ને = મારા માટે પૂરતો = પરલોકમાં નિસ્તેa = કલ્યાણકારી પણ ભવિસ = થશે નહીં. ભાવાર્થ:- જો મારા કારણે આ ઘણા જીવોની હત્યા થશે તો તે કાર્ય પરલોકમાં મારા માટે કલ્યાણકારી થશે નહીં.
વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં નેમિકુમારની અનુકંપાના નિમિત્તનું અને તેના પરિણામનું વિસ્તૃત વર્ણન છે.
નેમિકમારની જાન લગ્ન મંડપની નજીક પહોંચી રહી હતી. ત્યાં જ નિર્દોષ પ્રાણીઓના ચીત્કાર સંભળાવા લાગ્યા. જેનું ઉપાદાન શુદ્ધ હોય, તેને કોઈપણ નિમિત્ત અસર કરી જાય છે. પશુઓના ચીત્કારને સાંભળીને સર્વ જીવો સાથે આત્મસમ વૃત્તિવાન નેમકુમારના અંતરમાં અનુકંપાના ભાવ જાગૃત થયા. અનુકંપાના દિવ્ય પ્રકાશમાં તેને સત્ય સમજાઈ ગયું. લગ્ન જેવી સામાન્ય ક્રિયામાં પણ આવી ઘોર હિંસા! ક્ષણિક રસાસ્વાદ માટે આટલો અનર્થ! સંસારના આવા વ્યવહારમાં ઘોર પતન સિવાય બીજું કાંઈ જ નથી. આવા ગંભીર ચિંતનના પરિણામે તેમને તીવ્ર નિર્વેદભાવ પ્રગટ થયો. સંસાર પ્રત્યે પૂર્ણ ઉદાસીનતા થઈ ગઈ. પરતોને વિસ:- ભગવાન અરિષ્ટનેમિ તીર્થંકર થઈ મોક્ષે જવાના હતા છતાં સૂત્રકારે અહીં એવું કથન કર્યું છે કે આ હિંસા પરલોકમાં મારા માટે કલ્યાણકારી થશે નહીં. આ કથન સંસારી જીવોને બોધ માટે છે, તેમ સમજવું. માકુ :- (૧) માંસાહાર માટે (૨) માંસથી માંસ વધે છે. આ માન્યતા અનુસાર અવિવેકીજનો શરીરની માંસવૃદ્ધિ માટે માંસાહાર ભોજન કરે છે. મહાપUM :- જેની પ્રજ્ઞા મહાન હોય તે મહાપ્રાજ્ઞ. નેમિનાથકુમારને મતિ, શ્રુત અને અવધિજ્ઞાન હોવાથી તે મહાપ્રાજ્ઞ હતા. સારી :- સારથિ. પ્રસ્તુત અધ્યયનની ૧૦ મી ગાથામાં પ્રસ્થાન સમયે ગંધહસ્તી પર આરૂઢ થવાનો ઉલ્લેખ છે અને ૧૫ મી ગાથામાં સારથિને પૂછવાનો અને ૨૦મી ગાથામાં તેના દ્વારા પોતાના આદેશ અનુસાર કાર્ય થતાં પારિતોષિક આપવાના પ્રસંગમાં સારથિનો ઉલ્લેખ છે. એક શબ્દ અનેક અર્થમાં પ્રયુક્ત થાય છે. તેથી અહીં મહાવત માટે સારથી શબ્દનો પ્રયોગ છે, તેમ સમજવું જોઈએ. સામાન્ય રૂપે રથ ચલાવનાર વ્યક્તિને સારથી કહેવામાં આવે છે, પરંતુ મૂળપાઠમાં હસ્તીરત્ન-ગંધહસ્તી પર આસીન થવાનું કથન છે, તેથી પ્રસંગાનુકૂલ જ સારથી શબ્દનો અર્થ મહાવત કરવો યોગ્ય લાગે છે.