________________
[ ૧૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
આવી પહોંચ્યા. તેમણે અનાયાસ ધનુષ્ય અને ગદાને ઉપાડી લીધા અને વાસુદેવનો પંચજન્ય શંખ ફૂંક્યો. તે સમયે શંખના અવાજથી ચારે બાજુ ખળભળાટ મચી ગયો. શ્રીકૃષ્ણ પણ ક્ષુબ્ધ થઈ ગયા, તેમણે સાંભળ્યું કે અરિષ્ટનેમિએ શંખ ફૂંક્યો છે, ત્યારે તેમને ચિંતા થઈ કે વાસુદેવ સિવાય આ શંખ કોઈ ફૂકી શકતું નથી. પરંતુ અરિષ્ટનેમિકુમારે આ શંખ ફૂક્યો છે. તેથી તેની શક્તિ મારાથી વિશેષ છે. તેથી શું અરિષ્ટનેમિ મારું રાજ્ય લઈ લેશે? બલભદ્ર આ ચિંતાનું નિવારણ કર્યું તોપણ કૃષ્ણની ચિંતા નિર્મૂળ ન થઈ. તેમણે એક દિવસ નેમિકુમાર પાસે બળપરીક્ષણનો પ્રસ્તાવ રજૂ કર્યો; નેમિકુમારે તેનો સ્વીકાર કર્યો. સર્વપ્રથમ શ્રીકૃષ્ણની ભુજાને તેમણે સહજ રીતે નમાવી દીધી પરંતુ શ્રીકૃષ્ણ નેમિકુમારના ભુજદંડને નમાવી શક્યા નહીં. શ્રીકૃષ્ણ અરિષ્ટનેમિકુમારના બળને નાથવા તેમનો વિવાહ કરવાનું વિચારવા લાગ્યા. નેમિકુમાર વિવાહ માટે ના કહેતા હોવાથી શ્રીકૃષ્ણ પોતાની પટરાણીઓને વસંતોત્સવના દિવસે નેમિકુમારને વિવાહ માટે મનાવવાનું કહ્યું. આઠે ય પટરાણીઓએ ક્રમશઃ નેમિકુમારને વિભિન્ન યુક્તિઓથી વિવાહ કરવા માટે અનુરોધ કર્યો પરંતુ તે મૌન રહ્યા. પછી બળદેવ અને શ્રીકૃષ્ણ વિવાહ કરી લેવા માટે આગ્રહ કર્યો. ત્યારે અરિષ્ટનેમિકુમારે મંદ હાસ્ય કર્યું. તેમના આ મંદ હાસ્યને બધાએ વિવાહની સ્વીકૃતિનું લક્ષણ માની લીધું.
સમુદ્રવિજય પણ આ શુભ સંવાદ સાંભળી આનંદિત બન્યા. ત્યાર પછી શ્રીકૃષ્ણ સ્વયં ઉગ્રસેન રાજા પાસે ગયા અને રાજમતીના અરિષ્ટનેમિ સાથે વિવાહ કરવાની વિનંતી કરી. ઉગ્રસેન અત્યંત પ્રસન્ન થયા.
પ્રાચીન કાળમાં એવી પ્રણાલિકા હતી કે રાજાઓ વરરાજાને શણગારી, જાન લઈને કન્યાના ઘેર જતા ન હતા પરંતુ કન્યાના પિતા પોતાની કન્યાઓને લઈને રાજાને ઘેર જતાં અને ત્યાં જ કન્યાઓના રાજકુમાર સાથે એકદિવસે લગ્ન કરવામાં આવતા હતા. પરંતુ પોતાના નાનાભાઈ અરિષ્ટનેમિનો રાજમતી સાથે સંબંધ કરવા માટે શ્રીકૃષ્ણ વાસુદેવ સ્વયં શ્રી ઉગ્રસેનરાજાના ઘેર ગયા હતા અને રાજેમતીની માંગણી કરી. ત્યારે ઉગ્રસેનરાજાએ શરત કરી કે અરિષ્ટનેમિકુમાર વરરાજા બનીને, જાન શણગારીને મારે ઘેર પધારે, તો હું રાજમતીના લગ્ન તેમની સાથે કરાવીશ. શ્રીકૃષ્ણ આ શરતનો સ્વીકાર કર્યો.
તે વખતે શ્રીકૃષ્ણ ત્રણ ખંડના અધિપતિ હતા અને ઉગ્રસેન તેમના અધિનસ્થ રાજા હતા. તેઓ ઈચ્છે તો કન્યા તેમની ઘેર લાવી લગ્ન કરી આપવાની ઉગ્રસેનને આજ્ઞા કરી શકતા હતા પરંતુ શ્રીકૃષ્ણ આજ્ઞા કરી નહીં અને ઉગ્રસેનની શરતનો સ્વીકાર કર્યો, આ તેમની મહાનતા હતી. વજ રઢષભ નારાચ સહનન ઃ- “સંહનન-સંઘયણ' એ જૈન સિદ્ધાંતનો પારિભાષિક શબ્દ છે. તેનો અર્થ છે અસ્થિબંધન. સંહનાના છ પ્રકાર છે– (૧) વજ ઋષભનારાજ (૨) ઋષભનારાચ (૩) નારાચ (૪) અર્ધનારાજ (૫) કીલિકા (૬) છેવટુ. વજઋષભનારાચ તે સર્વોત્તમ સંહનન છે અને તે ઉત્તમ પુરુષોને હોય છે. વજન ખીલી, અષભ-પાટો, નારાચ=બંને બાજુ મર્કટ બંધ, બે હાડકા જોડાતા હોય ત્યાં બંને બાજુ મર્કટ બંધ હોય, ઉપર પાટાની જેમ હાડકું વીંટળાયેલું હોય અને તેના ઉપર ખીલી જેવા હાડકાથી મજબૂત કર્યું હોય, તેને વજ8ષભનારાચ સંઘયણ કહે છે. સમચતરસ સંસ્થાન :- સંસ્થાનનો અર્થ છે શરીરના અવયવોની રચના, આકૃતિ કે શરીરની શોભા. સંસ્થાનના પ્રકાર છે– (૧) સમચતુરસ (૨) ચગ્રોધપરિમંડલ (૩) સાદિ (૪) વામન (૫) કુન્જ અને (૬) હુંડ. જે શરીરમાં સર્વ અંગો સપ્રમાણ હોય, પદ્માસને બેસે તો બંને હાથ તથા બંને પગના ખૂણા સમાન થાય તે સમચતરસ નામનું સંસ્થાન કહેવાય છે.