________________
[ ૧૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
અરિષ્ટનેમિ નામના પુત્ર હતા.
सो अरिढणेमि णामो य, लक्खणस्सरसंजुओ ।
अट्ठसहस्स-लक्खणधरो, गोयमो कालगच्छवी ॥ શબ્દાર્થઃ- નો = તે રિફુનિ નામો = અરિષ્ટનેમિ નામના કુમાર નજરાણસરગુઓ = લક્ષણ અને સ્વરોથી સંયુક્ત કુલદસ્ત સહુથ = ૧૦૦૮ શુભ લક્ષણોને ધારણ કરનાર ગોયનો = ગૌતમ ગોત્રીય ય = અને વાત છવી = કૃષ્ણ કાંતિવાળા હતા. ભાવાર્થ - તે અરિષ્ટનેમિકુમાર સુલક્ષણોથી અને મધુર સ્વરોથી સંપન્ન, ૧૦૦૮ શુભ લક્ષણોના ધારણ કરનાર, ગૌતમ ગોત્રીય અને શ્યામવર્ણના હતા. વિવેચન -
શૌર્યપુર નગરમાં વસુદેવ અને સમુદ્રવિજય નામના બે ભાઈઓ રાજા હતા. તેમાં વસુદેવ રાજાને રોહિણી અને દેવકી નામની બે રાણીઓ અને બલરામ તથા શ્રીકૃષ્ણ નામના બે પુત્રો હતા. સમુદ્ર વિજય રાજાને શિવા નામની રાણી અને અરિષ્ઠનેમિ, રથનેમિ, સત્યનેમિ અને દઢનેમિ વગેરે પુત્રો હતા. પ્રસ્તુત અધ્યયનમાં ભગવાન અરિષ્ટનેમિના વિવાહ અને રથનેમિ સંબંધિત વક્તવ્યતામાં શ્રીકૃષ્ણનો પરિચય સહકારી હોવાથી સૂત્રકારે તેનો પહેલા ઉલ્લેખ કર્યો છે. સોરિયપુર” યરે - તેના ત્રણ રૂપ થાય છે– (૧) સોરિયપુર (૨) શૌર્યપુર (૩) સૌરીપુર. વર્તમાનમાં આગ્રાથી લગભગ ૪ર માઈલ દૂર બટેશ્વર તીર્થ છે, જ્યાં દર વર્ષે મેળો ભરાય છે. બટેશ્વરની નજીક ભગવાન અરિષ્ટનેમિનું જન્મસ્થાન હાલનું સૌરીપુર છે. પ્રસ્તુત ગાથાઓમાં ‘શૌર્યપુર”નો ઉલ્લેખ છે. તેનું કારણ એ છે કે શૌર્યપુરમાં દશે ય ભાઈ રાજા નિવાસ કરતા હતા. સમુદ્રવિજય પ્રથમ અને વસુદેવ અંતિમ ભાઈ હતા. રયનણંખ સા:- રાજલક્ષણોથી યુક્ત. તેના ત્રણ અર્થ થાય છે– (૧) સામુદ્રિકશાસ્ત્ર અનુસાર રાજાની હથેળી અને પગના તળિયામાં ચક્રસ્વસ્તિક, અંકુશ આદિ ચિહ્નો હોય છે. (૨) ગુણોની દષ્ટિએ રાજા ધેર્ય, ગાંભીર્ય, ઔદાર્ય, ત્યાગ, સત્ય, શૌર્ય આદિ ગુણોથી યુક્ત હોય છે. વસુદેવ અને સમુદ્રવિજ્ય, આ બંને પ્રકારના રાજલક્ષણોથી યુક્ત હતા. રાજલક્ષણનો ત્રીજો અર્થ છે (૩) છત્ર, ચામર, સિંહાસન આદિ ચિહ્નોથી સુશોભિત. જીરે - ઇન્દ્રિયોનું દમન (ઉપશમન) કરનારા ઈશ્વર, નાયક. અરિષ્ટનેમિકુમાર કૌમાર્યાવસ્થાથી જ અત્યંત ઉપશાંત તથા જિતેન્દ્રિય હતા. કુમાર અવસ્થામાં જ તેમણે કામવાસનાનું દમન કર્યું હતું. ન ળસ્તરસંકુઓ:- (૧) સુસ્વરત્વ, ગાંભીર્ય, માધુર્ય આદિ સ્વરના લક્ષણોથી યુક્ત, (૨) મધ્યપદલોપી સમાસ મુજબ ઉક્ત લક્ષણવાળા સ્વરથી સંયુક્ત. અકુદરસેનજળિયો - વૃષભ, સિંહ, શંખ, ચક્ર, ગજ, સમુદ્ર આદિ ૧૦૦૮ લક્ષણના ધારક. તીર્થકર અને ચક્રવર્તીના શરીર ઉપર ૧૦૦૮ લક્ષણ હોય છે. શ્લાઘનીય પુરુષ :- હેમચંદ્રાચાર્ય કૃત ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિત્રમાં ૬૩ મહાપુરુષોના જીવનચરિત્ર વર્ણવ્યા છે, તેમાં ૨૪ તીર્થકર, ૧ર ચક્રવર્તી, ૯ બળદેવ, ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવનો સમાવેશ થાય