________________
સમુદ્રપાલીય
[ ૧૧ ]
વિવેચન - તુવ૬ - બે ભેદવાળા કર્મ. ઘાતકર્મ અને અઘાતી કર્મ. પુણ્ય અને પાપ કર્મ. શુભ અને અશુભ કર્મ. fણા – સંયમ પ્રત્યે નિશ્ચલ, શૈલેશી અવસ્થા પ્રાપ્ત. નિરંજન = કર્મસંગથી રહિત. સમુદં ર મહમવર્ષ:-સમુદ્ર સમાન અતિ સ્તર, ચાર ગતિરૂ૫મહાન ભવભ્રમણરૂપી સંસાર-સમુદ્ર પ્રવાહને તરીને. ત્તિ નિ :- સધર્માસ્વામી પોતાના શિષ્ય જંબુસ્વામીને કહે છે, હે જંબુ! જે રીતે મેં ભગવાન મહાવીર સ્વામી પાસેથી સાંભળ્યું છે તે રીતે જ મેં તને કહ્યું છે. આ કથન સર્વજ્ઞ તીર્થકર ભગવાનનું છે.
એકવીસમું અધ્યયન સંપૂર્ણ |