________________
૧૦ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
રાગ-દ્વેષરૂપ છે. તેથી તેનો ત્યાગ કરે. માછવામિદ મળવદ – મનુષ્યોના અનેક પ્રકારના અભિપ્રાયને જાણે. આ ગાળામાં સૂત્રકારે સાધુને લોકમાનસને જાણવાનું કથન કર્યું છે. સાધુ લોકચિ અને લોકમાનસની વિવિધતાને જાણીને પોતાની ચિત્તવૃત્તિને ડામાડોળ ન કરે પરંતુ સમભાવથી તેનો સમન્વય કરી, પોતાના માર્ગમાં સ્થિર રહે. પહથવે - સંસ્તવ અર્થાત્ ગૃહસ્થોની સાથે અતિ પરિચય તે બે પ્રકારનો છે– (૧) પૂર્વ-પશ્ચાતુ સંસ્તવ-સંયમી જીવનના પૂર્વ પરિચિત વ્યક્તિઓ અથવા સંયમી જીવનના સ્વીકાર પછીની પરિચિત વ્યક્તિઓનો પરિચય (૨) વચન-સંવાસરૂપ સંસ્તવ. જેની સાથે બોલચાલનો વ્યવહાર હોય તેવા વ્યક્તિઓનો પરિચય. જે મુનિ આ બંને પ્રકારના પરિચયથી રહિત છે તે પ્રહણ સંસ્તવ છે. પદાપર્વ :- પ્રધાનવાન. પ્રધાનનો અર્થ અહીં “સંયમ' છે, કારણ કે તે મોક્ષસાધનાનું પ્રધાન અંગ છે. તેથી પ્રધાનવાન એટલે સંયમી, સંયમશીલ. પરમકૃપહં – પરમાર્થનો અર્થ મોક્ષ છે, તે જે સાધનથી પ્રાપ્ત થાય તે પરમાર્થપદ છે; તે સંયમ છે. fછાપ - છિન્નશોક = શોક રહિત, છિન્નરોત = મિથ્યાદર્શનાદિ કર્મબંધનના કારણ રૂપ સ્ત્રોત જેના છિન્ન થઈ ગયા છે તે છિન્નસોત. Tળવવા - આ પદ સાધુને રહેવાના સ્થાનનું વિશેષણ છે. તેના ભાવાત્મક બે અર્થ છે– (૧) દ્રવ્યતઃ કર્મલેપથી રહિત અને (૨) ભાવતઃ આસક્તિરૂપ ઉપલેપથી રહિત. સઘળાTMTMોવાઃ - સજ્ઞાનનો અર્થ અહીં શ્રુતજ્ઞાન થાય છે. શ્રુતજ્ઞાનના માધ્યમથી જે આચારગોચરના યથાર્થ જ્ઞાનથી યુક્ત હોય, તે સજ્ઞાનોપગત કહેવાય છે. અ૬૬ તત્થાપના :- ઠંડી-ગરમી વગેરે કોઈપણ પરીષહ આવે, તે સમયે કોઈ પ્રકારનો વિલાપ અથવા પ્રલાપ કર્યા વિના, કઠોર શબ્દો બોલ્યા વિના, નિમિત્તને દોષ દીધા વિના, કોઈને ગાળ કે અપશબ્દ કહ્યા વિના સમભાવે સહન કરે. ગાયત્તે – આત્મગુપ્ત. કાચબાની જેમ પોતાના સમગ્ર અંગોને સંકોચી પરીષહ સહન કરે. સમુદ્રપાલની મુક્તિ -
दुविहं खवेऊण य पुण्णपावं, णिरंगणे सव्वओ विप्पमुक्के ।
तरित्ता समुदं च महाभवोघं, समुद्दपाले अपुणागमं गए ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ-વિદ = બંને પ્રકારનાં કર્મોનો, ઘાતી અને અઘાતી કર્મોનો હવેગ = સર્વથા ક્ષય કરીને fપરાને = કર્મમલથી રહિત સવ્વઓ = બાહ્ય અને આંતરિક બધા પ્રકારનાં બંધનોથી વિપ્રમુજવો = મુક્ત થઈને મહામવયં = મહાભવ પ્રવાહરૂપ સંસાર સાગરનેતરિત્તા = પાર કરીને પુળાને (૬) = પુનરાગમન રહિત ગતિને, મોક્ષને પણ = પ્રાપ્ત થયા. ભાવાર્થ :- સમુદ્રપાલ મુનિ ઘાતી-અઘાતી કર્મોનો તથા પુણ્ય-પાપ રૂપ બંને પ્રકારના કર્મોનો સર્વથા ક્ષય કરીને, કર્મ મલથી રહિત બની, બાહ્ય-આંતરિક સર્વ પ્રકારના બંધનોથી મુક્ત થઈ, મહાભવપ્રવાહરૂપ સંસાર સાગરને તરીને મોક્ષ ગતિને પ્રાપ્ત થયા.