________________
સમુદ્રપાલીય
|
૯
|
ભાવાર્થ - છકાયના રક્ષક મુનિ- સ્ત્રી, પશુ અને નપુંસક રહિત તથા પરિકર્મ રહિત તેમજ બીજ આદિ જીવ રહિત અથવા જનાકુલતાથી રહિત સ્થાનમાં રહે અને મહાયશસ્વી મહર્ષિઓ દ્વારા સેવિત સંયમ માર્ગનું સેવન કરે, સંયમ પાલનમાં આવતા પરિષહોને મન,વચન અને કાયાથી સહન કરે.
सण्णाण-णाणोवगए महेसी, अणुत्तरं चरिठं धम्मसंचयं ।
__ अणुत्तरे णाणधरे जसंसी, ओभासइ सूरिए वंतलिक्खे ॥ શબ્દાર્થ – સUOTળ ખોવાઈ = અનેક પ્રકારના શ્રેષ્ઠ જ્ઞાનને પ્રાપ્ત કરીને મહેલી = મહર્ષિ અત્તર = પ્રધાન, મુખ્ય ધમ્મસંવયં = ક્ષમા વગેરે યતિ ધર્મોના સમુદાયનું વરિ૩ = સેવન કરીને અનુત્તરે ધરે = સર્વ શ્રેષ્ઠ કેવળજ્ઞાનને ધારણ કરનારા નવલી = યશસ્વી મુનિ અંતતિ = આકાશમાં સૂર વ = સૂર્યની સમાન ઓમાલ = પ્રકાશિત થાય છે. ભાવાર્થ:- તે યશસ્વી મુનિ અનેક પ્રકારના શ્રેષ્ઠ જ્ઞાનને પ્રાપ્ત કરીને, ક્ષમા આદિ અનુત્તર ધર્મોનું આચરણ કરીને, અનુત્તર-કેવળ જ્ઞાન પ્રગટ કરીને, આકાશમાં સૂર્યની જેમ સંઘમાં શોભાયમાન થાય છે. વિવેચનઃ
પ્રસ્તુત ૧૩ ગાથાઓમાં મુનિધર્મનું નિરૂપણ છે. તે ગાથાઓ સાધુધર્મને દર્શાવવા માટે ઉપદેશરૂપ છે. સમુદ્રપાલ મુનિએ સ્વયંમેવ બોધ પ્રાપ્ત કરીને, મુનિધર્મનું યથાર્થ પાલન કરીને અંતિમ લક્ષ્યને સિદ્ધ કર્યું. વંતિલુને(ક્ષત્તિ :) :- અશક્તિથી નહિ પરંતુ ક્ષમાથી. જે મુનિ પ્રતિકૂળ વ્યક્તિઓ દ્વારા કહેવાયેલાં દુર્વચનો(અપશબ્દો) વગેરેને સહન કરે, તે ક્ષાંતિ ક્ષમઃ કહેવાય છે. શાળ છત્ત વિદw... - આ ગાથામાં મુનિને પ્રામાનુગ્રામ વિહાર કરવાના સમયે ધ્યાનમાં લેવા યોગ્ય આવશ્યક ત્રણ સૂચનો કર્યા છે– (૧) યથા સમયે વિચરણ કરે (૨) પોતાના સામર્થ્ય–અસામર્થ્યનો વિચાર કરે (૩) અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગને સહન કરે.
સાધુઓએ વિહાર દરમ્યાન ઈર્યાસમિતિનું પાલન કરવાનું હોય છે. તેથી સૂર્યાસ્ત પહેલાં પહોંચવા માટે તે ક્ષેત્રનું અંતર, પોતાનું સામર્થ્ય વગેરેની વિચારણા તેઓને વિહાર કરતાં પહેલાં જ કરવી અનિવાર્ય છે.
ઉપરોક્ત પ્રકારની વિચારણા વિના જ વિહારનો પ્રારંભ કરે તો કયારેક માર્ગ વિશેષ દૂર હોય, તેટલું ચાલવાની શક્તિ ન હોય, સૂર્યાસ્ત થઈ જાય તેમ હોય, તો સાધુને અનેક પ્રકારે મુશ્કેલી ઊભી થાય છે. તેમાં સંયમ વિરાધના, આત્મવિરાધના, સમાધિભંગ વગેરે અનેક દોષોની સંભાવના છે. તેથી સાધુ સમય અને શક્તિનો વિચાર કરીને જ વિહાર કરે.
વિહાર સમયે કયારેક જંગલી પશુઓના અવાજ સંભળાય, કયારેક કોઈ કટુ શબ્દો સંભળાવે, આવી કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય, ત્યારે મુનિ નીડરતાપૂર્વક સમભાવે સહન કરે.
આ રીતે આ ગાથામાં ગ્રામાનુગ્રામ વિચરણ સંબંધી સાવધાનીઓની સંક્ષિપ્તમાં સૂચના છે. જ સવ્વ સમ્બન્ધfમરોયણજ્ઞા – મુનિ જે કંઈ જુએ તે સર્વની આકાંક્ષા, અભિલાષા કે ઇચ્છા ન કરે. જ યાવિ પૂર્ય ૨૪ ૨ સંગ:- (૧) પૂજા અને ગહ-નિંદામાં પણ અભિરુચિ ન રાખે, અહીં પૂજાનો અર્થ પોતાની પૂજા-પ્રતિષ્ઠા, સત્કાર વગેરે છે તથા ગર્તાનો અર્થ ‘પરનિંદા” છે. બંને ભાવો