________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
બનવું પડે છે અને ત્યાંનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી પણ દીર્ધકાલ પર્યંત ભવભ્રમણ કરે છે. તેથી સંયમશીલ આત્માએ કંદર્પ ભાવનાને કદી પણ હૃદયમાં સ્થાન આપવું ન જોઈએ.
૪૪૮
આભિયોગિકી ભાવના :
मंता जोगं काउं, भूइकम्मं च जे पउंजंति । सायरसइड्डिहेडं, आभिओगं भावणं कुणइ ॥
२७०
=
શબ્દાર્થ :- સાયરસ-રૂÍિÈö = શાતા રસ સમૃદ્ધિ માટે મંતાનોનેં = મંત્ર અને યોગ જાવું – કરીને ભૂમં= ભૂતિકર્મનો પતંગતિ = પ્રયોગ કરે છે તે અભિયોમાં= આભિયોગિકી ભાવના ળજ્ઞ = કરે છે. ભાવાર્થ :- જે શ્રમણ શાતા, રસ અને સમૃદ્ધિ માટે મંત્રનો યોગ અને ભૂતિકર્મનો પ્રયોગ કરે છે, તે આભિયોગિકી ભાવનાનું આચરણ કરે છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં આભિયોગિકી ભાવનાનું વર્ણન છે. જે વ્યક્તિ પોતાના સુખ-ઐશ્ચર્યાદિની વૃદ્ધિ માટે મંત્રોથી અને અભિમંત્રિત કરેલા ભસ્માદિ દ્રવ્યોથી વશીકરણાદિ કર્મો કરે છે તે આભિયોગિકી ભાવનાનું આચરણ કરે છે.
મંતા :– મંત્ર પ્રયોગ. અમુક વિધિ અનુસાર કોઈ મંત્રના જપ-અનુષ્ઠાન કરવા, મંત્રપ્રયોગ કરવો. મૂળમાં :– ભૂતિકર્મ – અમુક વિધિ અનુસાર અભિમંત્ર કરેલા ભસ્મ માટી આદિ પદાર્થો ઉપયોગમાં લેવા તે ભૂતિકર્મ છે. અન્ય કૌતુકજનક ક્રિયાઓનો પણ આમાં સમાવેશ કરી લેવો જોઈએ. સ્વર્ગમાં આભિયોગિક જાતિનો દેવો હોય છે, તેનું કામ હંમેશાં અન્ય દેવોની સેવામાં ઉપસ્થિત રહેવાનું હોય છે. તેણે નિરંતર અન્ય દેવોની સેવા-શુશ્રુષા કરવાની હોય છે. જે સાધુ આ પ્રકારની મંત્રાદિ ક્રિયાઓનો પ્રયોગ કરીને આભિયોગી ભાવનાનું આચરણ કરે છે તે આભિયોગિકી ભાવનાથી ભાવિત થઈને, આલોચના કર્યા વિના મૃત્યુ પામી તે આભિયોગિક જાતિના દેવ તરીકે ઉત્પન્ન થાય છે. આભિયોગિકી ભાવનામય ક્રિયા અનુષ્ઠાન કરવાથી સંયમની નિસ્સારતા અને અસમાધિની વૃદ્ધિ થાય છે, તેથી સંયમશીલ મુનિ માટે તે સર્વથા ત્યાજ્ય છે.
જે
કિષિી ભાવનાઃ
णाणस्स केवलीणं, धम्मायरियस्स संघसाहूणं । माई अवण्णवाई, किव्विसियं भावणं कुणइ ॥
२७१
શબ્દાર્થ:- જળસ્ત્ર = જ્ઞાનનો વ્હેવતીĪ = કેવળી ભગવાનનો ધમ્મારિયK = ધમાચાર્યનો સંપત્તાપૂર્ખ = સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘનો અવ્વળવાર્ફ - અવર્ણવાદ(નિંદા) કરનાર મા = માયાવી પુરુષ િિક્વસિય = કિવિષિક ભાવના.
==
ભાવાર્થ :- જ્ઞાન, કેવળી ભગવાન, ધર્માચાર્ય અને ચતુર્વિધશ્રી સંઘના અવર્ણવાદ કરનારા માયાવી પુરુષ કિલ્વિષી ભાવનાનું આચરણ કરે છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં કિલ્વિષી ભાવનાના સ્વરૂપનું વર્ણન છે. શ્રુતની નિંદા કરવી તે જ્ઞાનનો અવર્ણવાદ