________________
| જીવાજીવ-વિભક્તિ
૪૪૭.
પ્રસ્તુત સૂત્રમાં સાધક જીવનની મહત્ત્વની ક્રિયારૂપ આલોચનાનું શ્રવણ કરનાર ગુરુની સંક્ષિપ્ત યોગ્યતાનું નિરૂપણ ત્રણ ગુણ દ્વારા કર્યું છે. તેનું વિસ્તૃતનિરૂપણ શ્રી ભગવતી સૂત્ર આદિમાંદશ ગુણો દ્વારા કર્યું છે. (૨) વહુ આમ વિMાયા- ઘણા આગમોના જ્ઞાતા હોય. સંયમી જીવનના ઉત્સર્ગ અને અપવાદમાર્ગના રહસ્યોને જાણવા માટે આગમ જ્ઞાન અને તેના વિવેચક ગ્રંથોનું અધ્યયન જરૂરી છે. જે આગમના યથાર્થ જ્ઞાતા હોય, તે જ આલોચના કરનારના દોષોની આલોચના સાંભળી, યોગ્ય પ્રાયશ્ચિત્ત દ્વારા તેની શુદ્ધિ કરાવી શકે છે. (૨) સમાદિ ૩ખાય- સમાધિ ઉત્પાદક. આલોચના કરનારને પૂર્ણ આત્મ શાંતિ કે સંતુષ્ટી થાય, તે તેની સમાધિ કહેવાય. તેને માટે આલોચના સાંભળનાર સ્વયં રાગ-દ્વેષ રહિત, માધ્યસ્થભાવોના ધારક હોય અને આલોચના કરનારને આગમના સાર ગર્ભિત સુચનોથી આલોચના કરવામાં સહાયક થાય તે જરૂરી છે, જેથી તે શ્રમણ સરળભાવે આલોચના કરી, પ્રાયશ્ચિત્ત દ્વારા દોષ મુક્ત થઈને સમાધિ ભાવને પ્રાપ્ત કરી શકે છે. (૩) ગુણહી - ગુણગ્રાહી. ગુણગ્રાહી વ્યક્તિ જ અન્યના અમુક દોષોને સાંભળીને તેના પ્રતિ તિરસ્કારનો ભાવ ન કરતાં તેનામાં રહેલા બીજા અનેક ગુણોને લક્ષમાં રાખી તેના પ્રતિ સન્માનનો ભાવ રાખી શકે છે. તેમજ આલોચના કરનારના અવગુણોની અસર સ્વયં પર ન થાય, તેના માટે પણ “ગુણગ્રાહી ગુણની બહુ આવશ્યકતા છે. કંદર્પ ભાવના :हर कंदप्पकुक्कुयाइं तह, सीलसहाव हासविगहाहिं ।
विम्हावेतो य परं, कंदप्पं भावणं कुणइ । શદાર્થ :- = કંદર્પ-હાસ્ય અને વિષય વિકાર ઉત્પન્ન કરનારી વાતો કહેવી વક્રયા = કૌકથ્ય- ભાંડની જેમ બીજાને હસાવનારા વચનો બોલવા અને મુખ, નેત્રાદિ દ્વારા વિકાર ભાવ પ્રગટ કરવા સીતલવ = શીલ સ્વભાવ હોય, આચરણ હોય, વિહારું = હાસ્ય વિકથા આદિથી પર = બીજાઓને વિસ્ફાર્વતો = વિસ્મિત કરતો જીવ = કરે છે. ભાવાર્થ – કંદર્પ-કામ કથા કરવી, મુખવિકાર દ્વારા ચેનચાળા કરવા, હાસ્ય અને વિકથા દ્વારા બીજાઓને વિસ્મય ઉત્પન્ન કરવાનો શીલ-સ્વભાવ ધરાવવો, તે કંદર્પભાવનું આચરણ છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં કંદર્પ ભાવનાના લક્ષણોનું કથન છે.
કંદર્પ એટલે કામકથા કરવી અથવા બીજાને વારંવાર હસાવવા. કીકુચ્ય એટલે મુખ, નેત્રાદિના વિલક્ષણ-વિચિત્ર આકાર બનાવીને બીજાને હસાવવા અથવા વિદૂષકની જેમ બીજાને હસાવવા માટે વચન પ્રયોગ કરવા, તેવી પ્રવૃત્તિ જ જેનો સ્વભાવ બની ગઈ હોય, તેવી વ્યક્તિ વારંવાર વિવિધ પ્રકારની કુચેષ્ટા કરીને બીજાને વિસ્મિત કરે છે તે કંદર્પભાવના છે. દેવલોકમાં એક કંદર્પ નામના દેવ છે, જે ઇન્દ્રાદિ દેવો સમક્ષ ભાંડની જેમ આચરણ કરે છે. જે સાધુ ચારિત્ર ગ્રહણ કરીને પણ ઉક્ત પ્રકારની ચેષ્ટાઓ દ્વારા કિંદર્પભાવનાનું પોષણ કરે છે અને આલોચના પ્રાયશ્ચિત કર્યા વિના તેવી જ પ્રવૃત્તિમાં વિરાધક પણે મૃત્યુ પામી સ્વર્ગમાં જાય, તો ત્યાં તે ઉપરોક્ત કંદર્પ દેવ બને છે; તેને દેવોની કુતૂહલ વૃત્તિ માટે દેવોના વિદૂષક