________________
[ ૪૪૬]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
છે. જે પુરુષ જિનવચનમાં અનુરક્ત અર્થાત્ પ્રીતિ સંપન હોય, જિનવચન અનુસાર આચરણ કરતા હોય, તેના મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ કષાયો નાશ પામે છે. તે વ્યક્તિ સમ્યગુદર્શનને પામે છે. ધર્મભાવને પ્રાપ્ત કરે છે અને તેનું સંસાર ભ્રમણ સીમિત થઈ જાય છે. તે સિવાય જે જીવોને જિનવચનમાં પ્રીતિ કે રુચિ થતી નથી, તેમજ ધર્માચરણ પણ કરતા નથી, તે બિચારા ભોળા અને અજ્ઞાની જીવો બાલમરણ કે અકામ મરણથી મૃત્યુ પામી અનંત સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે.
સામાન્યતઃ મૃત્યુના- બાળમરણ અને પંડિતમરણ તથા અકામમરણ અને સકામ મરણ, તેમ બે-બે ભેદ થાય છે. તેમાં બાલમરણ અને અકામ મરણ અપ્રશસ્ત છે. કારણ કે તે જીવો આ જીવનમાં જિનવચન અનુસાર ક્રિયાનુષ્ઠાન કરતા નથી, તેથી અશુભ કર્મોનો જ સંચય કરીને અવશ્ય દુર્ગતિ પામે છે તથા પંડિતમરણ અને સકામમરણ પ્રશસ્ત છે, કારણ કે તે મરણથી પરલોકમાં શુભગતિ પ્રાપ્ત થાય છે. બાલમરણ :- અજ્ઞાન અવસ્થામાં થતાં મરણને બાલમરણ કહે છે. તેનાથી જન્મમરણની પરંપરા વધે છે. પંડિતમરણ– સમજણપૂર્વક, સ્વેચ્છાથી શરીરનો ત્યાગ કરીને અનશનની આરાધનાપૂર્વક મૃત્યુ થાય, તેને પંડિતમરણ કહે છે. તેના ત્રણ પ્રકાર છે– ભક્તપ્રત્યાખ્યાન મરણ, ઇગિત મરણ અને પાદપોપગમન મરણ. તેનાથી અનંત કર્મોનો ક્ષય થાય છે. અકામમરણ– ઈચ્છાવિના પરવશપણે થતાં મરણને અકામકરણ કહે છે. સકામમરણ– સાધનાના લક્ષે સ્વેચ્છાથી જાગૃતિપૂર્વક મૃત્યુનો સ્વીકાર કરવો, તે સકામ મરણ છે. વરથા- અહીં ધર્મના અજાણ કે ધર્મથી વંચિત રહેતા જીવો માટે વરાયા શબ્દનો પ્રયોગ કર્યો છે. તેથી તેનો અર્થ થાય છે– બિચારા, ભોળા, અજ્ઞાની પ્રાણી. જે જીવોને પોતાના ભવિષ્યનો, જન્મ-મરણરૂપ દુઃખ પરંપરાઓનો અને તીવ્ર કર્મ બંધનનો કોઈ વિચાર રહેતો નથી. તે જીવો માત્ર આ ભવના ભૌતિક સુખ માટે જ તલસી રહ્યા હોય છે. આલોચના શ્રવણની યોગ્યતા :का बहुआगमविण्णाणा, समाहि उप्पायगा य गुणग्गाही ।
एएणं कारणेणं, अरिहा आलोयणं सोउ ॥ શબ્દાર્થ – વદરામવિU/T= જે ઘણા આગમોના તેમજ તેના રહસ્યોના જાણકાર હોય સમાદિ ૩ખાય = આલોચના કરનારને સમાધિ ઉત્પન્ન કરાવનારા હોય ગુણmહી = જે ગુણગ્રાહી હોય પy = આ વાર = કારણોથી ઉપરોક્ત ગુણો ધારણ કરનારા બહુશ્રુત શ્રમણ નાનોસણ = આલોચના સોઢ= સાંભળવાને પિ = યોગ્ય છે. ભાવાર્થ:- જે શ્રમણ ઘણા આગમોના જ્ઞાતા, સમાધિના ઉત્પાદક અને ગુણગ્રાહી હોય; તે આ ગુણોના ધારક હોવાથી આલોચના સાંભળવા માટે યોગ્ય હોય છે. વિવેચન :
ચારિત્ર શુદ્ધિનું ઉત્તમ સાધન પ્રાયશ્ચિત્ત તપ છે અને ચારિત્રના દોષોની આલોચના કરનારને ગુરુ દ્વારા પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. આલોચનામાં ચારિત્રનો સાર નિહિત છે. કારણ કે જ્યાં સુધી પાપની આલોચના ન થાય, ત્યાં સુધી ચારિત્રની શુદ્ધિ થતી નથી, તેથી સાધક જીવનમાં આલોચનાનું અત્યંત મહત્ત્વ છે.