________________
| જીવાજીવ-વિભક્તિ
૪૪૯
२७२
છે. કેવળીના સર્વજ્ઞતાદિ ગુણોમાં દોષનું ઉદ્ભાવન કરવું, તથા ધર્માચાર્યોમાં અવગુણ જોવા, સંઘની ટીકા કરવી અને સાધુઓ પર ખોટા આક્ષેપ મૂકી દોષિત ઠરાવવા; તે સર્વ ક્રિયાઓ કેવળી, ધર્માચાર્ય, સંઘ અને સાધુઓનો અવર્ણવાદ છે. જે વ્યક્તિ શ્રુત, કેવળી, ધર્માચાર્ય, સંઘ અને સાધુઓની અવહેલના કરે છે, તે કિલ્વિષી ભાવનાથી ભાવિત થાય છે. જે બીજાના દોષો જુએ છે, તેનો આત્મા ગુણોને બદલે અવગુણોનું સ્થાન બને છે. તેમજ તેનામાં માયા-કપટ હોવાથી સરળતા રહેતી નથી. તે શ્રમણ અવર્ણવાદના પ્રભાવથી કિલ્વિષી ભાવનાથી ભાવિત થઈને મૃત્યુ પછી સ્વર્ગમાં કિલ્પિષી દેવ તરીકે ઉત્પન્ન થાય છે. કિલ્પિષી દેવ અન્ય દેવોની સમક્ષ નિંદ્ય અને નિમ્ન કોટિના સેવક સમાન ગણાય છે. તેમના નિવાસ અન્ય વિમાનોથી બહિવર્તી ક્ષેત્રમાં હોય છે. ત્યાંથી ચ્યવીને તેઓ બકરા અને અન્ય મૂક પ્રાણીઓની યોનિમાં જન્મ ધારણ કરે છે. આસુરી ભાવના :
३ अणुबद्धरोसपसरो, तह य णिमित्तम्मि होइ पडिसेवी ।
। एएहिं कारणेहिं, आसुरिय भावणं कुणइ ॥ શબ્દાર્થ:- ૩અપુર્વ સાસરો = નિરંતર ક્રોધનો વિસ્તાર કરનાર છે તદ ર = અને જેમિનિ = નિમિત્ત મળતાં પડિવી = દોષ-પ્રવૃત્તિ કરનાર હો = થાય છે પહિં = આ ઉપરોક્ત રિહિં = કારણોથી માસુરિયે = આસુરી ભાવળ = ભાવનાનું ગ = સેવન કરે છે. ભાવાર્થ:- જે ભિક્ષુ નિરંતર ક્રોધ, વૈર-ઝેરનો વિસ્તાર કરે છે અને કોઈ પણ નાના-મોટા કારણથી જ્ઞાનદર્શન ચારિત્રમાં દોષાચરણ કરે છે, આવા કારણોથી તે પુરુષ આસુરીભાવનાનું સેવન કરે છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં ચોથી આસુરી ભાવના દર્શક બે પ્રવૃત્તિઓ દર્શાવી છે. અyવદ્ધ ન પ - ક્રોધભાવની તીવ્ર ગાંઠ બાંધી રાખતા તે પરિણામોની જ વૃદ્ધિ કરનાર. તદ ૨ મિ—િ ડિવી :- નિમિત્ત માત્રમાં સંયમ પ્રતિકૂલ આચરણ કરનાર, દોષ સેવન કરનાર. તે શ્રમણને સંયમ સમાચાર પ્રતિ ઉપેક્ષા હોવાથી કોઈ પણ નિમિત્ત પ્રાપ્ત થતાં રાગ-દ્વેષાદિ કષાયને આધીન થઈને મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષ સેવન કરે છે; તે આસુરી ભાવના છે.
અહીં કિમિ શબ્દ “જ્યોતિષ સંબંધી નિમિત્ત બતાવવું તે અર્થમાં પ્રયુક્ત નથી. કારણ કે જ્યોતિષ સંબંધી નિમિત્ત બતાવવું, તે આભિયોગિક ભાવનાનું આચરણ છે. તેમ જ પાકિસ્તાન શબ્દ સપ્તમી વિભક્તિમાં હોવાથી તેનો અર્થ નિમિત્ત પ્રાપ્ત થતાં થાય છે.
આસુરી ભાવનાના પરિણામોની આલોચના કર્યા વિના મૃત્યુ પામનાર સાધક વિરાધક થાય છે તેથી પ્રત્યેક મુમુક્ષુ આત્માએ આસુરી ભાવનાથી મુક્ત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો હૃદયમાં કોઈ નિમિત્તથી આસુરી ભાવનાનો પ્રાદુર્ભાવ થાય, તો તેની આલોચના કરી તેનાથી દૂર થઈ જવું જોઈએ. મોહભાવના :। सत्थगहणं विसभक्खणं च, जलणं च जलपवेसो य ।
अणायार भंडसेवी, जम्ममरणाणि वड्ढति ॥
ર૭૩