________________
આભાર : સાધુવાદ : ધન્યવાદ :
ભગવાન મહાવીરની અંતિમવાણીનો જ સાક્ષાત્ પ્રવાહ તપસમ્રાટ પૂ. ગુરુદેવશ્રી રતિલાલજી મ. સા.ના અંતરમાં અવતર્યો હોય એમ ઈ. સ. ૧૯૯રમાં પૂ. ગુરુદેવશ્રી સહ સપ્તર્ષિ સંત તથા ૮૫ સાધ્વીઓનું વૃંદ, કુલ ૯૨ સાધુ-સાધ્વીના ચાતુર્માસનો સુવર્ણ ઇતિહાસ સર્જાયો અને આ વર્ષાવાસના પ્રાતઃ કાળમાં પૂ. તપસમ્રાટ ગુરુ ભગવંતના મુખારવિંદમાંથી ઉત્તરાધ્યયન સૂત્રની વાંચણીના અમૃત શબ્દો સાંભળતા હૈયું ગુરુભક્તિના ભાવોથી આદ્યાદિત બની જતું હતું. પંચ સંવત્સરની અવધિ બાદ પૂ. ગુરુદેવે વાવેલા બીજોને અંકુરિત કરવાનો અવસર આવ્યો. મારી શિષ્યરત્ના ડૉ. સાધ્વી અમિતાજીના ફાળે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અનુવાદનનું કાર્ય કરવાનું આવ્યું, તેનો પ્રથમ ભાગ શ્રી ગુરુ પ્રાણ આગમ બત્રીસીના દ્વિતીય આગમરત્ન સ્વરૂપે પ્રકાશિત થયો છે. પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા. ની પરોક્ષ કૃપાએ તથા તેમના શિષ્યરત્ન, અધ્યાત્મ યોગી પૂ. હસમુખ મુનિ મ.સા.ની ધ્યાન આંદોલિત અદ્ભુત ઉર્જારૂપ વરસતી કૃપાએ અને પૂ. ફૂલ-આગ્ર ગુણીના સુશિષ્યા ગુરુણીમૈયા પૂ. મુક્તાબાઈ મ, પૂ. લીલમબાઈ મ. ની પ્રત્યક્ષ પ્રેરણાશિષે તેમજ લોહીના નાતે અને સંયમ સંબંધે મારા વડીલ બેન સ્વામી ભદ્ર સ્વભાવી ભદ્રાબાઈ મ.ના આશીર્વાદ તથા ભાણેજ શ્રી અજિતાબાઈ મ.ની શુભ ભાવનાએ આ બીજા ભાગના શબ્દાર્થ અનુવાદ, વિવેચનનો પ્રશસ્ય પ્રયાસ સફળ થઈ રહ્યો છે. કાર્યની સફળતાની પાવન પળે તે ગુરુવર્યોને મારી હૃદયશઃ વંદના.
પરમ દાર્શનિક પદને શોભાવતા અમારા ગચ્છશિરોમણી સંતશ્રી પૂ. જયંતિલાલજી મ. બધા આગમ સુવર્ણમાં હીરા જડવાનું કાર્ય કરી રહ્યા છે, તે બદલ તેઓની પ્રજ્ઞા પ્રતિમાને આવકારી અંતરથી વંદના પાઠવું છું.
શાસ્ત્રના ભગીરથ સંપાદન કાર્યમાં સમયે જોયમાં ના પાયાના સોનેરી વચનના સાક્ષાત્ પ્રતિમૂર્તિ આગમ મનીષી પૂજ્ય શ્રી ત્રિલોક મુનિ મ.સા.નો મને પળેપળે સહયોગ પ્રાપ્ત થયો છે. તેમના અથાગ પુરુષાર્થે તપસ્વી ગુરુદેવના અતિપ્રિય આગમ ગ્રંથને ઉત્તમ બનાવવાની પ્રશસ્ત ભાવના બદલ કોટિશઃ વંદન સાથે હાર્દિક આભાર.
ભાવ યોગિની પૂ. ગુરુણીમૈયાએ તો પ્રધાન સંપાદિકા બનીને મારા સંયમી જીવનમાં પણ પ્રધાનપદે રહી મારા નવ દીક્ષિતપણાના મૂળ પાયા સ્વરૂપ મૂળ આગમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું ગળથૂથીમાં જ પાન કરાવ્યું છે, આ આગમના સંપાદનમાં પણ સૂક્ષ્માતિસૂક્ષ્મ દૃષ્ટિકોણથી અવલોકન કરી મને કૃતાર્થ કરી છે તે બદલ તેઓશ્રીને ભાવ
44