________________
સભર શતશઃ વંદના.
પૂ. ગુરુણીમૈયાની સાથે સહસંપાદિકા બની, જેઓ અવિરત ભાવે આગમભક્તિમાં સદા સર્વદા રત રહી, લેખન કાર્યને સુંદર, સુઘડ બનાવવામાં પુરુષાર્થશીલ છે, તેવા ડૉ. સાધ્વી આરતીશ્રી તથા સાધ્વી સુબોધિકાશ્રીનો આ પ્રશસ્ય પ્રયાસ આદર્શરૂપ બની રહેશે.
આત્મીય શિષ્યાવૃંદના આભાર શા ? :- પૂ. ગુરુ-ગુરુણીદેવોના ઉપકાર હોય તો શિષ્યા મંડળના સહકાર હોય ! મારી સેવા સંલગ્ન સાધ્વી શ્રી સ્મિતાજી પળે-પળે પડયા બોલ ઝીલનારી છે, તો જ્ઞાનની પ્રતિભા જેના ભાલ પર શોભે છે અને વચનોમાં અમૃત ઝરે છે એવી ડૉ. સાધ્વી અમિતાજી આ લેખનકાર્યનો આધાર સ્થંભ રહી છે. મારી પ્રશિષ્યાઓ ડૉ. સાધ્વી સુજિતા તેમજ સાધ્વી શ્રી નમિતાજી; શિષ્યા શ્રી સાધ્વી અંજિતા અને સંજિતાનો સમયે-સમયે મળતો સહયોગ અવર્ણનીય છે. આમ અમારા શિષ્યામંડળનો એવું અમારા પૂ. મુક્તલીલમ ગુરુકુળનો સાદર આભાર માનું છું.
આ આગમરત્નની પાંડુલિપિનું સમાર્જન કરી અક્ષરશઃ પુનર્લેખન અને પ્રારંભિક સંપાદન કાર્ય તેમજ પ્રુફ સંશોધન માટે ગોંડલ સંઘાણી સંઘના પ્રમુખ, શાસ્ત્રપ્રેમી શ્રી મુકુંદભાઈ પારેખને ભાવ સભર અભિનંદન; તેમની શ્રુતભક્તિની હું અનુમોદના કરું છું.
ઉત્તરાધ્યયન સૂત્રના આ બીજા ભાગના સંપાદન કાર્યમાં અનેક ગ્રંથોનો ઉપયોગ કર્યો છે. નિર્યુક્તિ-ભાષ્યયુક્ત ચૂર્ણિ અને વૃત્તિનો પણ યથાસ્થાને ઉપયોગ કર્યો છે. તે તમામ પુસ્તકોના સંપાદકો, પ્રકાશકોનો અને પુસ્તકો આપનાર પુસ્તકાલયોનો પણ વિશેષ આભાર માનું છું.
આ આગમગ્રંથમાં જે કંઈ ત્રુટિઓ, ખામીઓ રહી જવા પામી હોય તે બદલ ત્રિવિધે મિચ્છામિ દુક્કડં અને તેમાં જે યોગ્ય આકલન-સંકલન, સંપાદન થયું છે તે પરમ ઉપકારી પરમ શ્રદ્ધેય પૂ. ગુરુદેવો તથા પૂ. ગુરુણી દ્વયના કૃપા બળે થયું છે, તે
તેઓને સમર્પણ.
અંતમાં આ આગમ અવગાહનનો અમૂલો સંયોગ મારા તથા સર્વની મુક્તિનું પાથેય બને, એ જ અંતરની અમીમય ભાવના....
45
ગુરુકૃપા ધારી સાધ્વી સુમતિ...