________________
| જીવાજીવ-વિભક્તિ
પંડિતમરણનો સ્વીકાર કરે. આ રીતે સંલેખનાના અભ્યાસની પરિપક્વતા પછી સ્વીકારેલા અનશન તપમાં સાધક વિશેષ અપ્રમત્ત અને જાગૃત રહી શકે છે.
અહીં ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની સંલેખના માટેના તપનો ક્રમ દર્શાવ્યો છે. છતાં જઘન્ય છ માસની અને મધ્યમ એક વર્ષની જે સંલેખના કહી છે, તેના માટે તપનો ક્રમ, આ ક્રમના આધારે સ્વતઃ સમજી લેવો જોઈએ.
આ રીતે જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ, તે ત્રણ પ્રકારની નિશ્ચિત્ત અવધિવાળી સંલેખના કે સંથારાની સાધના વિશિષ્ટ જ્ઞાની પુરુષોના સાંનિધ્યમાં કે તેમની આજ્ઞાપૂર્વક જ થાય છે. જ્યારે વિશિષ્ટ જ્ઞાનીઓનો સંયોગ ન હોય, ત્યારે સાધક પોતાના ગુરુ અથવા રત્નાધિક અનુભવી સંતોના આદેશ અનુસાર અલ્પ કે અધિક દિવસોની, માસની કે વર્ષની સંખના કરી શકે છે. ક્યારેક કોઈ અણધારી પરિસ્થિતિમાં આયુષ્યનો અંત અતિ નિકટ જણાય, ત્યારે સંલેખનાની સાધના કર્યા વિના પણ યાવજીવનનો સંથારો કરી શકાય છે. વાસ્તવિક રીતે તો સાધક જીવનની પ્રત્યેક ક્ષણ, સંલેખના રૂપ જ હોય છે.
સંક્ષેપમાં સાધકોએ પોતાની યોગ્યતા અનુસાર સમયને ઓળખીને જીવનની અંતિમ આરાધના, સંલેખના અને સંથારા દ્વારા કરવી જોઈએ. પાંચ દુર્ગતિક ભાવનાઓ - 5: _નામો, વિલિયં મોહમસુરાં વા
एयाओ दुग्गईओ, मरणम्मि विराहिया होति ॥ શબ્દાર્થ - વર્ષ – કંદર્પ ભાવના આધિઓi = આભિયોગિકી ભાવના વિલિય = કિલ્વિષી ભાવના નોરં = મોહભાવના આસુરd = આસુરી ભાવના પા= આ ભાવનાઓ ૯ = દુર્ગતિના હેતુભૂત અને નરગ્નિ = મરણ સમયે આ ભાવનાઓથી જીવવિદિયા = વિરાધક હતિ = થાય છે. ભાવાર્થ – કંદર્પભાવના, આભિયોગિકી ભાવના, કિલ્પિષી ભાવના, મોહભાવના અને આસુરત્વ ભાવના; આ ભાવનાઓ દુર્ગતિના હેતુભૂત હોવાથી દુર્ગતિરૂપ જ કહેવાય છે તથા મરણના સમયે આ ભાવનાઓમાં વર્તતા જીવ વિરાધક થઈ જાય છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સુગતિનો નાશ કરીને દુર્ગતિના હેતુભૂત કર્મોનો સંચય કરાવનારી પાંચ દુર્ગતિક ભાવનાઓનું દિગ્દર્શન કરાવ્યું છે. યથા-(૧) કંદર્પ ભાવના– કામચેષ્ટાની વૃત્તિઓ કંદર્પ ભાવનારૂપ છે. (૨) આભિયોગિકી ભાવના–મંત્ર તંત્રાદિ કરવાની પ્રવૃત્તિઓ આભિયોગિક ભાવનારૂપ છે. (૩) કિલ્વિષી ભાવના – નિંદા કરવાની પ્રવૃત્તિ અને કોઈને દુઃખી કરીને આનંદ માણવાની પ્રવૃત્તિ; તે કિલ્પિષી ભાવના રૂપ છે. (૪) મોહ ભાવના – વિષયોની લોલુપતા કે બાલમરણની પ્રવૃત્તિઓ મોહ ભાવનારૂપ છે. (૫) આસુરત્વ ભાવના – ક્રોધ કરવાની તેમજ વૈર-ઝેર, તીવ્ર દ્વેષ આદિ વૃત્તિ રાખવી તે આસુરી ભાવનારૂપ છે. આ પાંચે ય ભાવનાઓ વાસ્તવમાં દુર્ભાવનાઓ છે, તેનાથી દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. તેથી તે દુર્ગતિક ભાવનાઓ કહેવાય છે. મરશ્મિ વિરહિયા... મૃત્યુ સમયે આત્મામાં ઉપરોકત પાંચ દુર્ગતિક ભાવનાઓના પરિણામ હોય, તો તે જીવ વિરાધક થાય છે. પૂર્વની ગાથામાં સંલેખના અને અંતે અનશન સ્વીકારનું કથન છે.