________________
૪૪૨
શ્રી ઉત્તરાયન સૂત્ર ૨
ભાવાર્થ:- મુનિ બારમા વર્ષમાં એક વર્ષ પર્યંત નિરંતર આયંબિલ કરે અને ત્યાર પછી યોગ્ય સમયાનુસાર એક માસનો કે પંદર દિવસનો આહાર ત્યાગ કરી, અનશન વ્રત ધારણ કરે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સૂત્રકારે સંલેખનાનું સ્વરૂપ, તેની કાલમર્યાદા અને તેના કૃત્યોનું વિસ્તૃત વર્ણન
કર્યું છે.
સાધકનું અંતિમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિનું હોય છે. તેના લશે જ તે સમગ્ર સાંસારિક ભાવોનો ત્યાગ કરીને, સંયમનો સ્વીકાર કરી સમ્યગુજ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરે છે. શરીર જડ અને આત્માથી ભિન્ન હોવા છતાં સાધના કરવા માટેનું સાધન છે. તેથી તેનો ત્યાગ થઈ શકતો નથી.
પરંતુ જ્યારે શરીરરૂપ સાધન સાધનામાં સહાયક બનતું ન હોય, ત્યારે સાધકને શરીરનો પણ સ્વેચ્છાથી ત્યાગ કરીને પંડિતમરણનો સ્વીકાર કરી જીવન સફળ બનાવવું આવશ્યક થાય છે,
શરીરની આસક્તિને છોડવા માટે વિવિધ પ્રકારના તપ દ્વારા સાધકે તેનો અભ્યાસ કરે છે. જો પૂર્વે તથાપ્રકારનો અભ્યાસ ન કર્યો હોય, તો અંતિમ સમયે તે કાર્ય કઠિન બની જાય છે. સંલેખના, તે પંડિત મરણની પૂર્વ તૈયારીરૂપ છે.
સંલેખના જે અનુષ્ઠાન દ્વારા દ્રવ્યથી શરીર અને ભાવથી કષાય કૃશ થઈ જાય, તેનું નામ સંલેખના છે. તે પડિંત મરણ માટે પૂર્વ સાધના છે. તેનો ઉત્કૃષ્ટ આરાધના કાલ બાર વર્ષનો, મધ્યમ એક વર્ષનો અને જઘન્ય છ માસનો છે. મુમુક્ષુ સાધકને જે સમયે આયુષ્યના અંતિમ સમયનો આભાસ નિશ્ચય થઈ જાય તે સમયે અનશનાદિ દ્વારા શરીરને અને ઉપશમાદિ ભાવો દ્વારા કષાયોને કુશ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેને માટે સંલેખનાનું વિધાન છે.
સંલેખનાના કૃત્યો– પ્રસ્તુત વર્ણનમાં સૂત્રકારે ઉત્કૃષ્ટ બાર વર્ષની સંલેખનાની અપેક્ષાએ તેના કૃત્યોનું કથન કર્યું છે. તેના ચાર-ચાર વર્ષના ત્રણ વિભાગ કરીને પ્રથમના ચાર વર્ષોમાં ઘી, દૂધ, દહીં આદિ વિગય અને વિગય યુક્ત પદાર્થનો પરિત્યાગ કરવો તથા બીજા ચાર વર્ષોમાં ઉપવાસ આદિ વિવિધ પ્રકારના તપોનું આચરણ કરવું જોઈએ તથા ઉપવાસના પારણામાં પણ વિગયવાળા પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ.
ત્રીજા ચતુષ્કમાં એટલે છેલ્લા ચાર વર્ષમાં બે વર્ષ પર્યંત એકાંતર ઉપવાસ કરે, ઉપવાસના પારણાના દિવસે આયંબિલ કરે.
આ રીતે દશ વર્ષ પૂરા થઈ જાય, પછી છ માસ સુધી વિશ્રામાર્થ સાધારણ તપસ્યા કરે, તેમાં કોઈ વિકટ તપનું અનુષ્ઠાન ન કરે.
દશ વર્ષ અને છ માસ પછી અગિયારમાં વર્ષના બાકીના છ માસમાં વિકટ તપસ્યા કરે અને પારણામાં પરિમિત પદાર્થોથી આયુબલ કરે.
જ્યારે અગિયાર વર્ષ પૂરું થાય ત્યારે બારમાં વર્ષમાં એક વર્ષ પર્યંત કોટિ સહિત એટલે નિરંતર આયંબિલ કરે.
આ રીતે બારમા વર્ષે સંલેખના વિધિ પૂર્ણ થાય ત્યારે મુનિ એક માસ કે પંદર દિવસનું આજીવન અનશન કરે એટલે સંથારાની સાધના કરે. તેમાં યથાયોગ્ય પાદપોપગમન કે ભક્ત પ્રત્યાખ્યાન