________________
[૪૪૦]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
२५५
જીવ-અજીવનો ઉપસંહાર:
संसारत्था य सिद्धा य, इय जीवा वियाहिया । २५४
__ रूविणो चेव अरूवी य, अजीवा दुविहा वि य ॥ ભાવાર્થ - આ રીતે સંસારી અને સિદ્ધના ભેદથી જીવોનું તથા રૂપી અને અરૂપીના ભેદથી બે પ્રકારના અજીવ પદાર્થોનું કથન કર્યું છે.
___ इय जीवमजीवे य, सोच्चा सद्दहिऊण य ।
- सव्व णयाणमणुमए, रमेज्ज संजमे मुणी ॥ શબ્દાર્થ :- રૂ = આ પ્રકારે જીવું = જીવ અનાવે = અજીવના, સ્વરૂપને, સોવી = સાંભળીને સહિપ = તેના ઉપર દઢ શ્રદ્ધા કરીને મુળ = મુનિ સવ્વાણ = સર્વ નયોથી અનુમા = અનુમત સંગને = સંયમમાં રઝ = રમણ કરે. ભાવાર્થ- આ પ્રકારે જીવ અને અજીવના સ્વરૂપને સાંભળીને તથા તેની દઢ શ્રદ્ધા કરીને મુનિ સર્વ નયોથી એટલે સર્વ અપેક્ષાએ મોક્ષ સાધના માટે અનુમત એવા સંયમમાં રમણ કરે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં નીવાનાવિત્તિનો અર્થાત્ જીવ અને અજીવના વર્ણનનો ઉપસંહાર છે. આ અધ્યયનમાં જીવ અને અજીવ તત્ત્વનું વિસ્તૃત વર્ણન છે. તેનું સમ્યગુજ્ઞાન અને શ્રદ્ધા કરીને, સાધક મોક્ષની સાધના માટે સમ્યક ચારિત્રમાં પુરુષાર્થ કરે, તે જ આ વર્ણનનું પ્રયોજન છે.
સૂત્રકારના ઉપરોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે ચારિત્રના પાલન માટે જ્ઞાન અને શ્રદ્ધા અનિવાર્ય છે. જ્ઞાન-દર્શનપૂર્વકનું ચારિત્ર જ સમ્યક્ ચારિત્ર બને છે. સમ્બાવાળમમા - સર્વ નયોથી, સર્વ અપેક્ષાથી અનુમત. આ વિશેષણનો પ્રયોગ શાસ્ત્રકારે સંયમ માટે કર્યો છે. વાસ્તવમાં સંયમ અનેક કે સર્વ અપેક્ષાઓથી મોક્ષ પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ સાધન છે તેથી તે સર્વનયાનુમત છે.
સંક્ષેપમાં– મોક્ષ સાધક આત્માઓ જીવ અને અજીવ તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી, તેના પર દેઢ શ્રદ્ધા કરી, મોક્ષના શ્રેષ્ઠ સાધનભૂત ચારિત્રનો સ્વીકાર કરી, તપ સંયમમાં પુરુષાર્થ કરી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. શાસ્ત્રકારે આ અધ્યયનમાં જીવાજીવના સમ્યગુ જ્ઞાનનું મહત્ત્વ દર્શાવીને, અંતે આ બે ગાથાઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક સંયમ-તપમાં લીન બનવાની પ્રેરણા આપી છે. સંલેખના:- तओ बहूणि वासाणि, सामण्णमणुपालिया ।
इमेण कम्मजोगेण, अप्पाणं संलिहे मुणी ॥ શબ્દાર્થ-તો ત્યાર પછી જ ઘણાવાળ વર્ષો સુધી સીનuiશ્રમણ પર્યાયનું ગળુનિયા = પાલન કરીને મુળી= મુનિ મેળ = આગળ કહેવામાં આવશે તે મ્પનોનોળ = ક્રમયોગથી, તપથી અપાઈ = પોતાના આત્માની, સિદે સંલેખના કરે– દ્રવ્યથી શરીરને અને ભાવથી ક્રોધાદિ કષાયને પાતળા કરે.