________________
| જીવાજીવ-વિભક્તિ
૪૩૯
અને આઠમા દેવલોક સુધીના વૈમાનિક દેવોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળનું હોય છે. અંતર્મુહૂર્તની સ્થિતિવાળા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને આ સર્વ સ્થાનોમાં જાય છે અને આઠ દેવલોક સુધીના સર્વ દેવો સંજ્ઞી તિર્યંચમાં ઉત્પન્ન થાય છે ત્યારે જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ પામે છે. તે જીવ અંતર્મુહૂર્તમાં તિર્યંચનો ભવ પૂર્ણ કરી ફરી દેવલોકમાં ઉત્પન્ન થાય, તો ભવનપતિ આદિનું જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે અને તે જીવ ભવભ્રમણ કરતાં-કરતાં નિગોદમાં જાય, ત્યાં અનંતકાલ પસાર કરી, પુનઃ કયારેક ભવનપતિ આદિ દેવોમાં ઉત્પન્ન થાય, તો ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર થાય છે.
નવમા દેવલોકથી નવ શૈવેયક સુધીના દેવોનું અંતર જઘન્ય અનેક વર્ષ, ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. તે દેવલોકમાં અનેક વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો જ ઉત્પન્ન થાય છે અને તે દેવો પણ ગર્ભજ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. તે દેવો મનુષ્ય ભવમાં ઓછામાં ઓછી અનેક વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે સ્થિતિ પૂર્ણ કરી નવમા દેવલોકમાં ઉત્પન્ન થાય, તો તેનું જઘન્ય અંતર અનેક વર્ષનું થાય છે. ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર નિગોદ આદિના ભવ ભ્રમણની અપેક્ષાએ પૂર્વવત્ થાય છે.
ચાર અનુત્તર વિમાનના દેવોનું અંતર જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા સાગરોપમનું છે. તેમાં જઘન્ય અનેક વર્ષનું અંતર નવમા દેવલોકના દેવોની જેમ સમજવું. અનુત્તર વિમાનના દેવો અનંત સંસાર પરિભ્રમણ કરતા નથી. તે દેવો પંદર ભવ કરીને જ મોક્ષે જાય છે તેથી તેનું ઉત્કૃષ્ટ અંતર સંખ્યાતા સાગરોપમનું થાય છે.
સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો એક ભવ મનુષ્યનો કરીને મોક્ષ જાય છે ફરીથી તે સ્થાનમાં ઉત્પન્ન થતા નથી અને ભવ ભ્રમણ કરતા નથી, તેથી તેનું અંતર નથી. અહીં અનુત્તર વિમાનના દેવોના સમુચ્ચય અંતરનું કથન હોવાથી સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોનું પૃથક કથન નથી.
દેવોના પ્રકાર
ભવનપતિ વ્યંતર - જ્યોતિષી(૧૦) વૈમાનિક(ર૬) (૧૦ પ્રકાર) (૮ પ્રકાર) અસુર કુમાર પિશાચ | નાગ કુમાર ભૂત ચર સ્થિત કલ્પોત્પન્નક | સુવર્ણ કુમાર પક્ષ (પાંચ પ્રકાર) પાંચ (૧૨ દેવલોક) શૈવેયક
કલ્પાતીત વિધુત કુમાર રાક્ષસ સૂર્ય પ્રકાર ૧. સૌધર્મ (નવ પ્રકાર) અનુત્તર વિમાન
અગ્નિ કુમાર કિન્નર ચંદ્ર ૨. ઈશાન ૧. અધસ્તન અધસ્તન (પાંચ). દ્વીપ કુમાર કંપુરુષ ગ્રહ ૩. સેનકુમાર ૨. અધસ્તન મધ્યમ ૧. વિજય ઉદધિ કુમાર મહોરગ
નક્ષત્ર
૪. મહેન્દ્ર ૩. અધસ્તન ઉપરિમ ૨, વેજયંત દિશા કુમાર ગંધર્વ
તારા
પ. બ્રહાલોક ૪. મધ્યમ અધસ્તન ૩, જયંત પવન કુમારે
૪. લાલક ૫ મધ્યમ મધ્યમ ૪. અપરાજિત સ્વનિત કુમાર
9. મહીશુક , મધ્યમ ઉપરિમ ૫. સવાર્થસિદ્ધ વિમાન
૮. સહસાર ૭. ઉપરિમ અધિસ્તન ૧૫ પરમાધામીનો સમાવેશ અસુરકુમારમાં
૯. આણત ૮. ઉપરિમ મધ્યમ થાય છે. ત્રણ કિલ્વિષીનો સમાવેશ તે તે
૧૦. પ્રાણત ૯. ઉપરિમ મધ્યમ દેવલોકમાં થાય છે. નવ લોકાંતિકનો સમાવેશ ૧૧. આરણ પાંચમા દેવલોકમાં થાય છે.
૧૨. અશ્રુત પ્રિત્યેક દેવોના પર્યાપ્ત-અપર્યાપ્ત, તે બે-બે ભેદ થાય છે.]