________________
[ ૪૩૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
વ્યંતર દેવ- (૧)વિવિધનારમાત્રય ર લેવા તે અન્તરા પર્વત, ગુફા, વનખંડ આદિમાં જેનો અંતર એટલે કે આશ્રય હોય, તે વ્યંતરદેવ કહેવાય છે. (૨) વનના અંતરમાં(મધ્યમાં) રહેનારા દેવ તે વ્યંતરદેવ. વ્યંતર દેવોનું સ્થાનઃ- વ્યંતરદેવોના આવાસ તિરછાલોકમાં છે. રત્નપ્રભા પૃથ્વીનો ઉપરનો એક હજાર યોજનનો રત્નકાંડ છે; તેમાંથી સો જોજન નીચે અને સો જોજન ઉપરના છોડીને મધ્યના આઠસો જોજનમાં વ્યંતર દેવોના અસંખ્યાત નગર છે તથા દ્વીપ સમુદ્રોમાં તેની અસંખ્યાત રાજધાનીઓ છે. તેમની ઉત્પત્તિ પણ તે જ સ્થાનોમાં થાય છે. વ્યંતર દેવોના પ્રકારઃ- પ્રસ્તુત ગાથાઓમાં તેના આઠ પ્રકાર છે– ૧.પિશાચ ૨. ભૂત ૩. યક્ષ ૪. રાક્ષસ ૫. કિન્નર ૬. કિંગુરુષ ૭. મહોરગ ૮. ગંધર્વ.
શ્રી પન્નવણા સૂત્ર અને શ્રી ઉવવાઈ સૂત્રમાં વાણવ્યંતરના બીજા આઠ ભેદ આ પ્રમાણે કહ્યા છે– (૧) આણપત્રી (૨) પાણપત્રી (૩) ઇસિવાઈ (૪) ભૂયવાઈ (૫) કન્દ (૬) મહાકજે (૭) કુટુંડે (૮) પયંગદેવ.
શ્રી ભગવતી સુત્ર શતક-૪, ઉદ્દેશક-૮માં વ્યતર જાતિના ૧૦ જુંભક દેવોના નામ આ પ્રમાણે છે(૧) અન્ન લૂંભક (૨) પાન જૈભક (૩) લયન જૈભક (૪) શયન ફૂંભક (૫) વસ્ત્ર જૈભક (5) પુષ્પ જૈભક (૭) ફળ જૈભક (૮) ફળ-પુષ્પ જૈભક (૯) વિધા જૈભક (૧૦) અવ્યક્ત જૈભક.
- આ રીતે કુલ ૮ + ૮+ ૧૦ = ૨૬ વ્યંતર દેવો છે. તેમ છતાં શાસ્ત્રકાર મુખ્યતાની અપેક્ષાવાળા વર્ણનમાં આઠ જ ભેદ કહે છે. આણપની આદિ આઠ જાતિના વ્યંતર અને ૧૦ જાતિના લૂંભક દેવો વ્યંતર દેવોના આઠ મુખ્ય ભેદના કોઈ પણ ભેદમાં સમાવિષ્ટ થાય છે, તેમ સમજવું જોઈએ.
| વ્યંતર દેવો બહુ ચપળ, ચંચળ ચિત્તવાળા હોય છે તથા હાસ્ય અને ક્રીડા-પ્રિય હોય છે. તેઓ સદા વિવિધ પ્રકારના આભૂષણોથી પોતાના શરીરને શણગારવામાં અને વિવિધ ક્રીડાઓ કરવામાં મગ્ન રહે છે.
જ્યોતિષીદેવ– જે દેવોના વિમાન પ્રકાશયુક્ત છે અને આ તિરછા લોકમાં પ્રકાશ કરે છે; તેમાં ઉત્પન્ન થતા અને રહેનારા દેવોને જ્યોતિષી દેવ કહે છે. તે દેવો પોતાના વિમાન અને સ્વસ્વભાવની અપેક્ષાએ બે પ્રકારના છે– (૧) ચર–ગતિશીલ અને (૨) અચર– ગતિ રહિત. અઢીદ્વીપની અંદરના જ્યોતિષી દેવોના વિમાન ચર છે અને અઢીદ્વીપની બહાર જ્યોતિષી દેવો સ્થિર છે. અઢીદ્વીપમાં જ્યોતિષી વિમાન અને જ્યોતિષી દેવ સંખ્યાત છે તથા અઢીદ્વીપ બહાર અસંખ્ય દીપ સમુદ્રોમાં વિમાન અને દેવ અસંખ્યાત છે.
જંબૂદ્વીપમાં બે ચંદ્ર, બે સૂર્ય, છપ્પન નક્ષત્ર, એકસો છોંતેર ગ્રહ અને એક લાખ તેત્રીસ હજાર નવસો પચાસ(૧,૩૩,૯૫૦) ક્રોડાકોડી તારા છે. આ બે ચંદ્ર, બે સૂર્યનો પરિવાર છે. લવણ સમુદ્રમાં ચાર, ધાતકીખંડ દ્વીપમાં બાર, કાલોદધિ સમુદ્રમાં બેંતાલીસ અને અર્ધપુષ્કર દ્વીપમાં બોતેર ચંદ્ર-સૂર્યનો પરિવાર છે. આ રીતે અઢીદ્વીપમાં સર્વ મળીને ૧૩ર ચંદ્ર અને ૧૩૨ સૂર્ય પોતાના પરિવાર સહિત ગતિ કરી રહ્યા છે. છે. એક ચંદ્ર-સૂર્યનો પરિવાર ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬,૯૭૫ ક્રોડાકોડી તારા છે. આ બધા જ્યોતિષી મેરુ પર્વતની પ્રદક્ષિણા કરતા ફરે છે. ચંદ્રથી સૂર્ય, સૂર્યથી ગ્રહ, ગ્રહથી નક્ષત્ર અને નક્ષત્રથી તારા શીઘ્ર ગતિવાળા છે અને ઋદ્ધિની અપેક્ષાએ તે ક્રમશઃ અલ્પ ઋદ્ધિવાળા છે.
મધ્યલોકમાં સમભૂમિ ભાગથી ઉપર ૭૯૦ જોજન પછીથી લઈને ૯૦૦ જોજન સુધીના ૧૧૦ જોજન ક્ષેત્રમાં જ્યોતિષી દેવોના વિમાન છે. તેમાં મુખ્ય રીતે સમભૂમિથી ૮00 જોજન ઉપર સૂર્યનું વિમાન છે, સમભૂમિથી ૮૮૦ જોજન ઉપર ચંદ્રનું વિમાન છે. ગ્રહ-નક્ષત્ર અને તારાના વિમાનો ઉપરોક્ત ૧૧૦ યોજનમાં સર્વત્ર ફેલાયેલા છે.