________________
| જીવાજીવ-વિભક્તિ
[ ૪૩૫]
२५०
२५१
ભાવાર્થ-જે દેવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ છે, તે જ તેમની જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. - अणंतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णयं ।
विजढम्मि सए काए, देवाणं हुज्ज अंतरं ॥ શબ્દાર્થ - તેનકુવો = ઉત્કૃષ્ટ અનંતકાળ સ = પોતાની પિ = કાયને છોડીને વિનનિ = છોડી દેવાથી રેવા = દેવોનું ફરીથી (દેવ) ગતિમાં આગમનનું ગ યું = જઘન્ય અંતર = અંતર તોમુહુરં = અંતર્મુહૂર્ત દુબજ = હોય છે. ભાવાર્થ - દેવોને સ્વીકાયને છોડીને (દેવભવનું આયુષ્ય પૂરું કરીને બીજા ભવમાં આયુસ્થિતિ ભોગવ્યા પછી) ફરીથી દેવભવમાં ઉત્પન્ન થવાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ અનંતકાળનું હોય છે. ____ अणंतकालमुक्कोसं, वासपुहुत्तं जहण्णयं ।
आणयाईणं देवाणं, गेविज्जाणं तु अंतरं ॥ ભાવાર્થ - આણત આદિ દેવલોક અને નવગ્રેવેયક વિમાનના દેવોનો અંતરકાલ જઘન્ય અનેક વર્ષનો અને ઉત્કૃષ્ટ અનંતકાળનો હોય છે.
संखेज्जसागरुक्कोसं, वासपुहुत्तं जहण्णयं । पर अणुत्तराणं देवाणं, अंतरं तु वियाहिया ॥ ભાવાર્થ-અનુત્તર વિમાનવાસી દેવોનો અંતરકાળ જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા સાગરોપમનો છે. । एएसिं वण्णओ चेव, गंधओ रसफासओ ।
संठाणादेसओ वावि, विहाणाइ सहस्सओ ॥ ભાવાર્થ - આ દેવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો ભેદ થઈ જાય છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં દેવોના ભેદ-પ્રભેદ અને તેની સ્થિતિ આદિનું પ્રતિપાદન છે. દેવોના મુખ્ય ચાર ભેદ છે– ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવ. ભવનપતિ દેવ– અધોલોકના ભવનોમાં રહેનારા દેવોને ભવનપતિ દેવ કહે છે. રત્નપ્રભાપુથ્વીનો પૃથ્વીપિંડ એક લાખ એંસી હજાર(૧,૮૦,૦૦૦) યોજન જાડો છે. તેમાં ઉપર અને નીચે એક-એક હજાર યોજન છોડીને વચ્ચે એક લાખ અડ્યોતેર હજાર(૧,૭૮,000) યોજન ક્ષેત્રમાં પાથડા અને આંતરા છે. તેમાં તેર પાથડા(પ્રતટ) અને બાર આંતરા છે. તે બાર આંતરામાંથી ઉપરના બે આંતરા શૂન્ય છે. નીચેના દશ આંતરમાં ક્રમશઃ દશ જાતિના ભવનપતિ દેવો રહે છે. તેના દશ નામ આ પ્રમાણે છે. યથાઅસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિધુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર. આ રીતે દશે જાતિના ભવનપતિદેવોના આવાસ અધોલોકમાં છે.
આ દશ જાતિના દેવોને કમાર કહે છે કારણ કે તે દેવોની શરીર રચના સદા કુમાર જેવી જ રહે છે. તેઓ વસ્ત્રાભૂષણ સંબંધી શૃંગાર ક્રિયા પણ કુમારની જેમ કરે છે તથા તેમની ભાષા આદિ બધા વ્યવહાર કુમારની જેમ હોય છે, તેથી તેને કુમાર કહે છે.
२५३