________________
| જીવાજીવ-વિભક્તિ
૪૭૭.
ચર જ્યોતિષી દેવોની ગતિના કારણે કાળના વિભાગ : દિવસ, રાત્રિ, કલાક, મિનિટ, સેકન્ડ તેમજ માસ, વર્ષ વગેરે થાય છે અને તેનાથી આયુષ્યનું પરિમાણ માપવામાં આવે છે. અઢીદ્વીપનું આખું
જ્યોતિષ મંડલ મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. વૈમાનિક દેવ– જે દેવો જ્યોતિષી દેવોથી અસંખ્યાતા ક્રોડાકોડી જોજન ઉચ્ચપણે જતાં પોતાના દેવલોકોમાં વિમાનમાં રહે છે, તેથી તેઓ વૈમાનિક દેવ કહેવાય છે. તેમના વિમાનો રત્નોના બનેલા સ્વચ્છ, કોમળ, સ્નિગ્ધ, નિર્મળ, નિષ્કપ હોય છે તથા તે પ્રભા, શોભા અને ઉદ્યોત સહિત, ચિત્તને પ્રસન્ન કરે તેવા દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હોય છે. વૈમાનિક દેવોના સ્થાન- જ્યોતિષી દેવોના વિમાનોથી અસંખ્યાત ક્રોડાકોડી યોજન ઊંચે પહેલો સૌધર્મ અને બીજો ઈશાન દેવલોક છે. તે બંને અર્ધચંદ્રાકારે છે. બંને મળીને પૂર્ણ ચંદ્રકાર થાય છે, પહેલા દેવલોકમાં બત્રીસ લાખ(૩૨,૦૦,૦૦૦) અને બીજા દેવલોકમાં અઠ્યાવીસ લાખ(૨૮,૦૦,૦૦૦) વિમાનો છે. ત્યાંથી અસંખ્યાત ક્રોડા ક્રોડી યોજન ઊંચે ત્રીજો સનકુમાર અને ચોથો માહેન્દ્ર દેવલોક છે. તે બંને અર્ધ ચંદ્રકારે છે, બંને મળીને પૂર્ણ ચંદ્રકાર થાય છે. ત્રીજા દેવલોકમાં બાર લાખ, ચોથા દેવલોકમાં આઠ લાખ વિમાનો છે. ત્યાંથી અસંખ્યાત ક્રોડાકોડી યોજન ઊંચે ક્રમશઃ પાંચમો બ્રહ્મલોક, છઠ્ઠો લાંતક, સાતમો મહાશુક્ર અને આઠમો સહસાર દેવલોક છે અને ક્રમશઃ એક બીજાની ઉપર છે. તે પૂર્ણ ચંદ્રકારે છે. તેમાં ક્રમશઃ ચાર લાખ(૪,૦૦,૦૦૦) પચ્ચાસ હજાર(૫૦,૦૦૦),ચાલીસ હજાર(૪૦,૦૦૦), છ હજાર(દ,૦૦૦) વિમાનો છે. ત્યાંથી અસંખ્યાત ક્રોડાક્રોડી યોજન ઊંચે નવમો આણત અને દશમો પ્રાણત દેવલોક છે. તે બંને અર્ધ ચંદ્રકારે છે. બંને મળીને પૂર્ણ ચંદ્રકારે થાય છે. બંનેમાં મળીને ચારસો(૪૦૦)વિમાનો છે. ત્યાંથી અસંખ્યાત ક્રોડાક્રોડી યોજન ઊંચે અગિયારમો આરણ અને બારમો અય્યત દેવલોક છે. બને અર્ધચંદ્રકારે છે. બંને મળીને પૂર્ણ ચંદ્રકારે થાય છે. બંનેમાં મળીને ત્રણસો વિમાનો છે. બારમા દેવલોકથી અસંખ્યાત ક્રોડાકોડી યોજન ઊંચે ત્રણ-ત્રણની ત્રણ ત્રિકમાં નવ ગ્રેવેયક વિમાનો છે. પ્રથમ ત્રિકમાં ૧૧૧, બીજી ત્રિકમાં ૧૦૭, ત્રીજી ત્રીકમાં ૧૦૦ વિમાનો છે. પાંચ અનુત્તર વિમાનમાં બીજા વિમાનો નથી તે પાંચ જ વિમાન છે. આ રીતે કુલ ૮૪,૯૭,૦૨૩(ચોરાસી લાખ, સતાણું હજાર, ત્રેવીસ) વૈમાનિક દેવોના વિમાનો છે.
નવ રૈવેયક સુધીના વિમાનોમાં કેટલાક વિમાનો સંખ્યાત યોજન અને કેટલાક વિમાનો અસંખ્યાત યોજન વિસ્તૃત છે. સર્વાર્થસિદ્ધ વિમાન એક લાખ યોજનવિસ્તૃત અને શેષ ચાર અનુત્તર વિમાનો અસંખ્યાત યોજન વિસ્તૃત છે.
પહેલા દેવલોકના વિમાનોથી બીજા દેવલોકના વિમાનો તે રીતે ઉપર-ઉપરના વિમાનો વર્ણાદિની અપેક્ષાએ અનંતગુણા શ્રેષ્ઠ છે. તે વૈમાનિક દેવોના મુખ્ય બે ભેદ છે– કલ્પોપનક દેવ અને કલ્પાતીત દેવ. કલ્પોપપન દેવોઃ-કલ્પનો અર્થ છે મર્યાદા અર્થાતુ જે દેવોમાં સ્વામી-સેવક, નાના-મોટા, ઇન્દ્ર, સામાનિક આદિની મર્યાદા હોય છે, તેને કલ્પપપન્ન દેવ કહે છે.
(૧) ઇન્દ્ર - સ્વામી, અધિપતિ, ઐશ્વર્યવાનું આદિ ઇન્દ્રની પદવીથી અભિષેક કરેલા. આ દેવ પોતાના દેવ સમૂહના સ્વામી હોય છે. તેનું ઐશ્વર્ય સર્વાધિક હોય છે અને સર્વ દેવો તેની આજ્ઞામાં રહે છે. (૨) સામાનિક - આયુ આદિમાં જે ઇન્દ્રની સમાન હોય છે પરંતુ તે ઇન્દ્રપણામાં હોતા નથી અને તે ઇન્દ્રના અધિનસ્થ ઋદ્ધિ સંપન્ન દેવો છે. (૩) ત્રાયન્નિશ - આ દેવ ઇન્દ્રના પુરોહિત અથવા મંત્રી રૂપ હોય છે. તેઓ માતા અને ગુરુ સમાન પૂજ્ય ગણાય છે, તેનું બીજું નામ દોગુન્દક દેવ છે. પ્રત્યેક ઇન્દ્રને