________________
| જીવાજીવ-વિભક્તિ
[ ૪૨૭ ]
અને એક મહાવિદેહ, એમ ત્રણ ક્ષેત્રો છે. ધાતકી ખંડદ્વીપમાં બે ભરત, બે ઐરાવત અને બે મહાવિદેહ, એમ છ ક્ષેત્રો છે. પુષ્કરાર્ધ દ્વીપમાં બે ભરત, બે ઐરાવત અને બે મહાવિદેહ, એમ છ ક્ષેત્રો છે. આ રીતે પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ, તે પ+૫+૫ = ૧૫ કર્મભૂમિના ક્ષેત્રો છે કર્મભૂમિમાં રહેનારા મનુષ્યોને કર્મભૂમિના મનુષ્યો કહે છે. (૨) અકર્મભૂમિ-જ્યાં અસિ, મસિ અને કૃષિનો વ્યાપાર નથી. દશ પ્રકારના કલ્પવૃક્ષોથી જીવન વ્યવહાર ચાલે, તેને અકર્મભૂમિ કહે છે. અકર્મભૂમિના ૩૦ પ્રકાર છે– હેમવય, હૈરમ્યવય, હરિવાસ, રમ્યવાસ, દેવગુરુ અને ઉત્તરકુરુ, એ છ અકર્મભૂમિના ક્ષેત્રો જંબૂદ્વીપમાં છે તથા એ દરેક નામના બે બે ક્ષેત્રો એટલે બાર ક્ષેત્રો ધાતકીખંડમાં અને બાર ક્ષેત્રો પુષ્કરાર્ધ દ્વીપમાં છે. આ રીતે જંબૂદ્વીપના છે, ધાતકી ખંડના બાર અને પુષ્કરાર્ધ દ્વીપના બાર, તે સર્વ મળી +૧+૧૨ = ૩૦ અકર્મભૂમિના ક્ષેત્રો છે. અકર્મ ભૂમિમાં રહેનારા મનુષ્યોને અકર્મભૂમિના મનુષ્યો કહે છે. તેમાં માત્ર જુગલિયાઓની જ ઉત્પત્તિ થાય છે અને તેઓ પોતાની ઇચ્છાઓ કલ્પવૃક્ષો દ્વારા પૂરી કરે છે. (૩) અંતરતીપ- લવણ સમુદ્રની અંદર આવેલા દ્વીપોને અંતરદ્વીપ કહે છે. અંતરદ્વીપ-૫૬ છે. દક્ષિણદિશામાં ચૂલહિમવંત પર્વતની ચારે વિદિશામાં લવણ સમુદ્રમાં જતાં સાત-સાત દ્વીપ છે. તેથી ૭ ૪૪ = ૨૮ દ્વીપ દક્ષિણદિશામાં છે, તેવી જ રીતે ઉત્તર દિશામાં શિખરી પર્વતની ચારે વિદિશામાં લવણ સમુદ્રમાં જતાં સાત-સાત દ્વીપ છે. તેથી ૭ ૪ ૪ = ૨૮ દ્વીપ ઉત્તરદિશામાં છે. આ રીતે ૨૮+૨૮ = ૫ અંતરદ્વીપ છે. તેમાં રહેનારા મનુષ્યોને અંતરદ્વીપના મનુષ્યો કહે છે. તે મનુષ્યો પણ દશ પ્રકારના કલ્પવૃક્ષોથી જીવન વ્યવહાર કરે છે. અંતરદ્વીપના વિશેષ વર્ણન માટે જુઓ શ્રી જીવાભિગમ સૂત્ર.
૧૫ કર્મભૂમિના, ૩૦ અકર્મભૂમિના, પ૬ અત્તરદ્વીપના, એમ કુલ મનુષ્યોને ઉત્પન્ન થવાના ૧૦૧ ક્ષેત્રો છે. આ ૧૦૧ ક્ષેત્રોમાં રહેનારા ગર્ભજ મનુષ્યોના પર્યાપ્તા, અપર્યાપ્તા અને સંમૂર્છાિમ મનુષ્યોના અપર્યાપ્તા એમ ત્રણ પ્રકારના મનુષ્યો ગણતાં ૧૦૧૪૩ = ૩૦૩ મનુષ્યોના ભેદ થાય છે. સમુચ્છિમાં – સંમૂર્છાિમ મનુષ્ય. માતા-પિતાના સંયોગ વિના અર્થાત્ સ્ત્રી-પુરુષના સમાગમ વિના મનુષ્યોની અશુચિસ્થાનોમાં ઉત્પન્ન થનારા જીવો સંમૂર્છાિમ મનુષ્ય કહેવાય છે. પંદર કર્મભૂમિ, ત્રીસ અકર્મભૂમિ અને છપ્પન અંતર દ્વીપ તે ૧૦૧ ક્ષેત્રોમાં ગર્ભજ મનુષ્યો રહે છે. આ ગર્ભજ મનુષ્યોના મળ મૂત્ર આદિમાં સંમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તેથી તેને રહેવાના પણ ૧૦૧ ક્ષેત્રો થાય છે. તેના ઉત્પત્તિના ચૌદ સ્થાન આ પ્રમાણે છે- (૧) વિષ્ઠામાં (૨) મૂત્રમાં (૩) કફમાં (૪) નાકની લીંટમાં (૫) ઉલટીમાં (ડ) પિત્તમાં (૭) પરુમાં (૮) લોહીમાં (૯) શુક્ર-વીર્યમાં (૧૦) વીર્યના કે અશુચિના પુગલો સુકાયેલા હોય તે ભીના થાય તેમાં (૧૧) મૃતદેહમાં(૧૨) સ્ત્રી-પુરુષના સંયોગમાં અર્થાતુ મૈથુન સેવનમાં (૧૩) નગરની ગટરોમાં (૧૪) સર્વ પ્રકારના અશુચિના સ્થાનોમાં.
સંમૂર્ણિમ મનુષ્યની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. તેઓ અસંજ્ઞી, એકાન્તમિથ્યાદષ્ટિ અને અજ્ઞાની હોય છે. તેનું આયુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું જ હોય છે. તે અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે છે. ભવસ્થિતિ- સૂત્રકારે મનુષ્યોની સમુચ્ચય સ્થિતિનું જ કથન કર્યું છે. તેમાં સંમૂર્છાિમ મનુષ્યોની સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. સૂત્રોક્ત સ્થિતિ અનુસાર ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જુગલિયા મનુષ્યોની અપેક્ષાએ થાય છે. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વ વર્ષની સ્થિતિ હોય છે. કાયસ્થિતિ- જો મનુષ્ય મરીને ફરી મનુષ્યમાં જ જન્મ ધારણ કરતો રહે તો ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત