________________
૪૨૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
સુધી રહે અને વધારેમાં વધારે ક્રોડપૂર્વ વર્ષના નિરંતર સાત ભવ મનુષ્યના કરીને આઠમો ભવ ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા જુગલિયા મનુષ્યનો કરે ત્યારે તેની ઉત્કૃષ્ટ સાત ક્રોડ પૂર્વ વર્ષ(અનેક ક્રોડ પૂર્વ વર્ષ) અધિક ત્રણ પલ્યોપમની કાયસ્થિતિ થાય છે. અંતર– મનુષ્ય પોતાની યોનિ છોડીને અન્ય યોનિઓમાં જન્મ મરણ કરતાં-કરતાં ફરીથી મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કરે તો તેનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ થાય છે. જો મનુષ્ય મરીને વનસ્પતિકાયમાં ચાલ્યો જાય, તો ત્યાં તે ઉત્કૃષ્ટ અનંતકાળ રહીને ફરીથી મનુષ્યપણે જન્મ ધારણ કરે તો તેનું અનંતકાલનું ઉત્કૃષ્ટ અંતર થાય છે. દેવોઃ
देवा चउव्विहा वुत्ता, ते मे कित्तयओ सुण । २०७
भोमिज्ज वाणमंतर, जोइसवेमाणिया तहा ॥ શબ્દાર્થ -રેવાદેવ રષ્યિ ચાર પ્રકારના કુત્તા = કહ્યા છે ભવનપતિ વાળમંતર = વાણવ્યંતર નોડલ = જ્યોતિષી માળિયા = વૈમાનિક = હવે હું તે ઉત્તઓ= તેનું વર્ણન કરું છું તે સુખ = સાંભળો. ભાવાર્થ:- દેવોના ચાર ભેદ છે– ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. હવે તેના ભેદ-પ્રભેદ મારી પાસેથી સાંભળો.
। २०८
दसहा उ भवणवासी, अट्टहा वणचारिणो ।
__ पंचविहा जोइसिया, दुविहा वेमाणिया तहा ॥ શબ્દાર્થ - અવવારી = ભવનપતિદેવ સિંહ = દશ પ્રકારના છે વળવારિ = વનવિહારી, વાણવ્યંતર દેવ અ = આઠ પ્રકારના નોલિયા = જ્યોતિષી દેવ પંવિદ = પાંચ પ્રકારના છે gવ નેનાવા = વૈમાનિક દેવ બે પ્રકારના છે. ભાવાર્થ :- દશ પ્રકારના ભવનપતિ, આઠ પ્રકારના વાણવ્યંતર, પાંચ પ્રકારના જ્યોતિષી અને બે પ્રકારના વૈમાનિક દેવ છે. २०९
असुरा णागसुवण्णा, विज्जू अग्गी य आहिया ।
दीवोदहि दिसा वाया, थणिया भवणवासिणो ॥ શબ્દાર્થ – અસુર = અસુરકુમાર ના = નાગકુમાર સુવાણ = સુપર્ણકુમારવિષ્ણુ = વિધુતકુમાર
= અગ્નિકુમાર ઉવ = દ્વીપકુમાર ૩દિક ઉદધિકુમાર વિલા = દિશાકુમાર વાયા = વાયુકુમાર થયા = સ્વનિતકુમાર નવાવાસિનો= ભવનવાસી દેવ મારિયા = કહ્યા છે. ભાવાર્થ - ભવનપતિ દેવોના દશ પ્રકાર છે. યથા– અસુરકુમાર, નાગકુમાર, સુપર્ણકુમાર, વિધુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર.
पिसाय भूया जक्खा य, रक्खसा किण्णरा किंपुरिसा । २१०
महोरगा य गंधव्वा, अट्ठविहा वाणमंतरा ॥