________________
| જીવાજીવ-વિભક્તિ
| ૪૦૫ |
શબ્દાર્થ – હાલમુવો = ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ પણ નવાઇ = પનકજીવ, સમુચ્ચય વનસ્પતિ જીવ ભાવાર્થ :- સમુચ્ચય વનસ્પતિકાયના જીવો વનસ્પતિકાય છોડીને બીજી કાયમાં જન્મ ધારણ કર્યા પછી ફરીથી વનસ્પતિકાયમાં જન્મ ધારણ કરે, તો ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલનું અને જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે. 9 પસિં વUખો વેવ, Tધો રસાસો .
संठाणादेसओ वावि, विहाणाइ सहस्ससो ॥ ભાવાર્થ:-વનસ્પતિકાયના જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો ભેદ થાય છે. વિવેચન : - પ્રસ્તુત ગાથાઓમાં વનસ્પતિકાયના ભેદ-પ્રભેદ, સ્થિતિ આદિનું કથન છે.
વનસ્પતિ જેનું શરીર છે તેને વનસ્પતિકાય કહે છે. તેના સુક્ષ્મ, બાદર. પર્યાપ્તા અને અપર્યાપ્તા તે ચાર ભેદ છે. સૂક્ષ્મ જીવો આખા લોકમાં ઠસોઠસ ભરેલા છે. તે સાધારણ શરીરી જ છે, તેના કોઈ ભેદ નથી. બાદર વનસ્પતિકાયના મુખ્ય બે ભેદ છે– પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાય અને સાધારણ શરીરી બાદર વનસ્પતિકાય. પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાય- જે જીવોમાં પ્રત્યેક જીવોનું શરીર સ્વતંત્ર હોય, એક શરીરમાં એક જીવ હોય, તેને પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાય કહે છે. તેના અનેક ભેદ છે– વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વેલા, ધાન્ય વગેરે. તેમાં વૃક્ષના મૂળમાં, કંદમાં, સ્કંધમાં, શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પ, ફળ અને બીજ ઇત્યાદિ પ્રત્યેક અવસ્થામાં ભિન્ન-ભિન્ન જીવો હોય છે પરંતુ જેટલા જીવો હોય, તે દરેક જીવનું શરીર સ્વતંત્ર હોય છે. મોદી- ઔષધિ-ધાન્ય વિશેષ. સુધાવેદનીયના ઉદયથી ભૂખ લાગે છે. તેથી ભૂખ પણ એક પ્રકારનો રોગ છે. રોગની ઉપશાંતિ માટે દવા લેવી પડે છે. તે પ્રમાણે ભૂખ રૂપી રોગની ઉપશાંતિ માટે ધાન્ય એ ઔષધિ છે. માટે ઘઉં, જવ, મકાઈ, બાજરો, આદિ ૨૪ પ્રકારના ધાન્ય માટે આગમમાં ઔષધિ શબ્દ પ્રયોગ કર્યો છે. સાધારણ શરીરી બાદર વનસ્પતિકાય- જે જીવોનું શરીર સ્વતંત્ર હોતું નથી, એક શરીરમાં એક સાથે અનંત જીવો રહેતા હોય, તેને સાધારણ શરીરી બાદર વનસ્પતિકાય કહે છે. સાધારણ શરીરી જીવોને શરીર જ સાધારણ હોવાથી શરીરજન્ય આહાર, નીહાર, શ્વાસોચ્છવાસ આદિ ક્રિયાઓ પણ સાધારણપણે એટલે એક સાથે જ થાય છે. સાધારણ શરીરી વનસ્પતિની ઓળખ માટે શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં તેના અનેક લક્ષણો વિસ્તારથી બતાવ્યા છે, તે ત્યાંથી જાણવા. અહીં ગાથામાં આપેલા કેટલાક નામો કંદમૂળના છે, તે કેટલાક પ્રસિદ્ધ અને કેટલાક અપ્રસિદ્ધ છે. તેના કંદ અથવા મૂળ મુખ્યરીતે ખાવા યોગ્ય હોય છે અને તે બંને વિભાગ જમીનમાં રહે છે તેથી તેને જમીન કંદ(કંદમૂળ) પણ કહેવાય છે. વનસ્પતિકાયની સ્થિતિ– અનેક જીવોની અપેક્ષાએ વનસ્પતિકાય અનાદિ અનંત છે. એક જીવની અપેક્ષાએ- ભવસ્થિતિ કે કાયસ્થિતિની અપેક્ષાએ સાદિસાંત છે. ભવસ્થિતિ- પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દશ હજાર