________________
[ ૪૦૬]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
(૧0,000)વર્ષની છે. સાધારણ શરીરી બાદર વનસ્પતિકાયની સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની જ છે. વારિ પણIT - “પણ” શબ્દનો અર્થ પનક–લીલફૂગ થાય છે પરંતુ પ્રસ્તુત ગાથા ૧૦૪માં “પણગ’ શબ્દથી વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ અનંતકાળની કાયસ્થિતિ નિગોદના જીવો સહિત સમુચ્ચય વનસ્પતિની અપેક્ષાએ કહી છે. પરંતુ સ્વતંત્ર રીતે પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિની, સાધારણ શરીરી બાદર નિગોદ વનસ્પતિની અને સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિ જુદી-જુદી નીચે પ્રમાણે છે. વનસ્પતિકાયની કાયસ્થિતિ :વનસ્પતિકાય.
જઘન્ય
ઉત્કૃષ્ટ પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિ
અંતર્મુહૂર્ત
૭૦ ક્રોડાકોડી સાગરોપમ સાધારણ શરીરી બાદર નિગોદ
અંતર્મુહૂર્ત
૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ સૂક્ષ્મ નિગોદ
અંતર્મુહૂર્ત
અસંખ્યાત કાળની (પુઢવીકાલ) વનસ્પતિકાયનું અંતર– વનસ્પતિકાયનો જીવ વનસ્પતિકાય છોડીને બીજી કાયમાં જન્મમરણ કર્યા પછી ફરી પાછો વનસ્પતિકાયમાં જન્મ ધારણ કરે, ત્યાં સુધીના વચ્ચેના સમયને અંતર કહે છે. આ અંતર ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલનું હોય છે કારણ કે વનસ્પતિ સિવાય પૃથ્વીકાય વગેરેમાં કાયસ્થિતિ અસંખ્યાતકાલ છે. તેથી વનસ્પતિકાય છોડી પૃથ્વીકાયાદિમાં ગયેલો જીવ ત્યાં અસંખ્યાત કાલ પસાર કર્યા પછી ફરીથી વનસ્પતિકાયમાં આવે છે. તેથી તેનું ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાતકાલનું થાય છે. ત્રસકાય :કા ફન્ચેપ થાવર લિવિ, સમારે વિવાાિં .
इत्तो उ तसे तिविहे, वुच्छामि अणुपुव्वसो ॥ શબ્દાર્થ - આ પ્રકારે તેલિવિ=ત્રણ પ્રકારના થાવ = સ્થાવર જીવોના સનસેળ= સંક્ષેપથી વિડિયા = કહ્યા સ્તોત્ર હવે તારે = ત્રસ જીવોનું પુપુત્રો અનુક્રમથી ગુચ્છામિક વર્ણન કરીશ.
ભાવાર્થ - આ રીતે ત્રણ સ્થાવરોનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. હવે ત્રણ પ્રકારના ત્રસ જીવોનું અનુક્રમે વર્ણન કરીશ.
तेऊ वाऊ य बोधव्वा, उराला य तसा तहा । १०८
इच्चेए तसा तिविहा, तेसिं भेए सुणेह मे ॥ શબ્દાર્થ – તે = તેઉકાય, અગ્નિકાય વા = વાયુકાય ૩૨Id = પ્રધાન, બાદર, સ્થૂલ શરીરી તલ = ત્રસ રૂવૅ = આ રીતે તેff - તેના બે = ભેદો મ = મારી પાસેથી સુદ = સાંભળો. ભાવાર્થ- અગ્નિકાય, વાયુકાય અને બાદર ત્રસ, એ ત્રણ પ્રકારના ત્રસ જીવો છે. હવે તેના ઉત્તરભેદોનું કથન મારી પાસેથી સાંભળો. વિવેચન -
પ્રસ્તુત ગાથામાં ત્રસકાયના મુખ્ય ભેદોનું પ્રતિપાદન છે અને ભેદાનભેદોના કથનની પ્રતિજ્ઞા છે.