________________
| જીવાજીવ-વિભક્તિ
૩૯૭.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં ભાવની અપેક્ષાએ સિદ્ધોના સ્વરૂપનું કથન છે.
કર્મથી સર્વથા મુક્ત, શુદ્ધ ચૈતન્યઘન, કેવળજ્ઞાન-દર્શન યુક્ત, અનંત સુખ સંપન, શાશ્વતકાલ પર્યત સિદ્ધક્ષેત્રમાં પ્રતિષ્ઠિત થયેલા આત્માને સિદ્ધ કહે છે. સૂત્રોક્ત સિદ્ધોના સ્વરૂપ દર્શક વિશેષણો દ્વારા સિદ્ધોનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે અને અન્ય દાર્શનિકોની કેટલીક માન્યતાઓનું ખંડન પણ થઈ જાય છે. નીવય- સિદ્ધ થતાં પહેલા જ શૈલેશીકરણ સમયે આત્મપ્રદેશો ઘનીભૂત–ઠોસરૂપ થઈ જાય છે. તેથી સિદ્ધોને જીવઘન કહ્યા છે. બાળ સંરૂ થા- સિદ્ધાત્મા કેવળજ્ઞાન અને કેવળદર્શન યુક્ત હોય છે. કર્મોનો, મિથ્યાજ્ઞાનનો તેમજ વૈભાવિક ભાવોનો નાશ થાય અને અનંત આત્મગુણો પ્રગટ થાય ત્યારે જીવનો મોક્ષ થાય છે. તેમ છતાં સિદ્ધોમાં મુખ્યત્વે જ્ઞાન અને દર્શન બે ગુણ હોય છે. તે અપેક્ષાએ દરેક સિદ્ધાત્મા સાકારોપયોગ અને અનાકારોપયોગ તે બંને ઉપયોગ સહિત હોય છે. કેટલાક આચાર્યો સિદ્ધોમાં એક સાકારોપયોગ જ સ્વીકારે છે, તે યોગ્ય નથી. આગમાનુસાર સિદ્ધોમાં બંને ઉપયોગ ક્રમિક હોય છે. અડત્ર સુઈ સંપત્ત- સિદ્ધો તુલનારહિત અતુલ સુખ સંપન્ન હોય છે. સિદ્ધોના સુખની કોઈ ઉપમા કે તુલના શક્ય નથી. સંસારી જીવોનું સુખ વેદનીય કર્મજન્ય છે તેથી તે નાશવંત છે, તરતમતાવાળું છે, જ્યારે સિદ્ધોનું સુખ આત્મિક છે, એક સમાન છે, અનંતકાલ પર્યત રહેવાનું છે.
સંસારના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખોથી તે અનંતગણું અધિક છે. કેટલાક દાર્શનિકો મોક્ષને દુઃખના ધ્વંસરૂપ જ માને છે. જેના સિદ્ધાંતાનુસાર સિદ્ધોનું સ્વરૂપ દુઃખના નાશરૂપ તો છે જ, પરંતુ તેની સાથે અનંત સુખની ઉપલબ્ધિરૂપ પણ છે; તો તે સબ્ધઃ- લોકના એકદેશમાં–એક વિભાગમાં જ તે સર્વસિદ્ધો સ્થિત છે. બ્રહ્માદ્વૈતવાદીઓ ઈશ્વરને સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત માને છે, પરંતુ તેમ નથી. શુદ્ધાત્માઓ લોકાગ્રે સિદ્ધક્ષેત્રમાં જ સ્થિત થઈ જાય છે. ત્યાં સ્થિત થયા પછી સંસારનો પાર પામી ગયા હોવાથી તેમનું હલનચલન કે મૃત્યુલોકમાં પુનરાગમન, અવતાર ધારણ વગેરે થતું નથી.
આ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાથી સર્વ કર્મોનો ક્ષય કરી, સર્વ કાર્યોને સિદ્ધ કરી, સંસારનો પાર પામીને જીવ સિદ્ધ થાય છે અને ત્યાં અનંતકાલ પર્વત, કેવળજ્ઞાન અને કેવળદર્શન સહિત અનંત આત્મ આનંદમાં લીન રહે છે. સિદ્ધશિલા, સિદ્ધક્ષેત્ર અને સિદ્ધ ભગવાન :વિષય
વિવરણ સિદ્ધશિલા (૧) સ્થાન
સર્વાર્થ સિદ્ધ વિમાનથી ૧૨ યોજન ઊંચે (૨) પ્રમાણ
૪૫ લાખ યોજન લાંબી, પહોળી, સાધિક ૧,૪૨,૩૦,૨૪૯ યોજન પરિધિ. મધ્યે આઠ યોજન ક્ષેત્રમાં આઠ યોજન જાડી, ક્રમશઃ જાડાઈ ઘટતા અંત ભાગે માખીની પાંખથી અધિક પાતળી.