________________
[ ૩૯૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
વિષય
વિવરણ (૩) આકાર
ઉત્તાન છત્ર–ખોલેલું ઊંધુ(ચ7) છત્ર (૪) વર્ણ
સફેદ સોનું, શંખ અને અંતરત્નથી અધિક શ્વેત, નિર્મળ, સુખદાયક. (૫) નામ
૧૨-ઈષતુ, ઈષ~ાભારા, તન્વી, તનુતરા, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, બ્રહ્મ
બ્રહ્માવતંસક, લોકપ્રતિપૂર્ણ, લોકાગ્ર ચૂલિકા. (૬) લોકાંતથી દૂરી | તેનાથી દેશોન એક યોજન ઊંચે લોકાંત છે. સિદ્ધ ક્ષેત્ર (૧) સ્થાન
સિદ્ધશિલાથી ઉપર એક યોજનાના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં. (૨) પરિમાણ
લંબાઈ-પહોળાઈ ૪૫ લાખ યોજન, ઊંચાઈ–૩૩૩ ધનુષ૩ર અંગુલ. સિદ્ધ ભગવાન (૧) સ્વરૂપ
કર્મ રહિત કેવળજ્ઞાન-દર્શન સહિત (શુદ્ધ ચૈતન્યઘન) અનુપમ સુખસંપન્ન. (૨) અવગાહના જઘન્ય એક હાથ ચાર અંગુલ, ઉત્કૃષ્ટ ૩૩૩ ધનુષ, ૩ર અંગુલ (૩) સ્થિતિ
એક સિદ્ધની અપેક્ષાએ સાદિ અનંત, અનેક સિદ્ધોની અપેક્ષાએ અનાદિ અનંત
શાશ્વતકાલ પર્યત રહે છે | (૪) કયાં સ્થિત થાય? | લોકાંતે, સિદ્ધક્ષેત્રમાં સંસારી જીવો -
संसारत्था उ जे जीवा, दुविहा ते वियाहिया ।
तसा य थावरा चेव, थावरा तिविहा तहिं ॥ શબ્દાર્થ – સંસારત્યા સંસારી છે જેનીવા = જીવો છે? = તેઓ વિદ = બે પ્રકારના વિવાદિયા = કહ્યા છે તા = ત્રસ વેવ = અને થાવર = સ્થાવર હિં= તેમાં વિવિર = ત્રણ પ્રકારના છે. ભાવાર્થ- સંસારી જીવોના બે પ્રકાર છે– ત્રસ અને સ્થાવર. તેમાં સ્થાવર જીવોના ત્રણ ભેદ છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં સંસારી જીવોના મુખ્ય ભેદોનું કથન છે. તા- ત્રસ. ત્રસનામ કર્મના ઉદયે જે સ્વયં હલનચલન કે ગમનાગમન કરી શકે છે, તેને ત્રસજીવ કહે છે; તેમજ જે જીવ કષ્ટ-પીડા થવાથી પ્રત્યક્ષ રીતે ત્રાસ પામતા દષ્ટિગોચર થાય છે, તે ત્રસ જીવ છે . બેઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના ત્રસ જીવો છે. થાવર- સ્થાવર. સ્થાવર નામ કર્મના ઉદયથી જે સ્વયં હલનચલન કરી શકતા નથી. તે જીવો સ્થાવર કહેવાય છે. તેમજ કદિ ઉપસ્થિત થતાં પોતાનું નિયત સ્થાન છોડીને અન્યત્ર જઈ શકતા નથી, તે સ્થાવર જીવ કહેવાય છે.સર્વ એકેન્દ્રિય જીવો સ્થાવર છે.