________________
૩૦૨
સિદ્ધોની સ્થિતિ :
६६
શબ્દાર્થ:- ત્તેન = એક સિદ્ધની અપેક્ષાએ સાફ્યા = સિદ્ધ સાદિ(આદિ સહિત) અપન્નવસિયા = અપર્યવસિત, અનંત છે પુહત્તળ = પૃથત્વથી, ઘણા જીવોની અપેક્ષાએ અખાડ્યા = અનાદિ. ભાવાર્થ :- એક સિદ્ધની અપેક્ષાથી સિદ્ધ સાદિ અનંત છે અને ઘણા સિદ્ધોની અપેક્ષાએ સિદ્ઘ અનાદિ અને અનંત છે.
गत्तेण साइया, अपज्जवसिया वि य । पुहत्तेण अणाइया, अपज्जवसिया वि य ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
વિવેચનઃ
સાદિ અનંત :– આત્મા જે સમયે કર્મ-મુક્ત થઈને સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે, તે સમયે સિદ્ધ અવસ્થાની આદિ થાય છે. સિદ્ધ થયા પછી તે જીવને ત્યાંથી ફરી જન્મ-મરણ કરવાના નથી; તે જીવ શાશ્વત કાલ પર્યંત તે સ્થાનમાં સ્થિત રહે છે; આ રીતે તે સિદ્ધોની સ્થિતિનો અંત ન હોવાથી અનંત કહેવાય છે. આ દૃષ્ટિએ સિદ્ઘપદ સાદિ-અનંત છે. ઘણા સિદ્ધોની અપેક્ષાએ અર્થાત્ પ્રવાહની અપેક્ષાએ સિદ્ઘ અનાદિ અનંત છે. જે રીતે આ સંસાર પણ પ્રવાહરૂપે અનાદિ અનંત છે, તે જ રીતે સિદ્ધ પણ પ્રવાહરૂપથી અનાદિ-અનંત છે. કારણ કે એવો કોઈ સમય નથી જ્યારે સિદ્ધ ન હતા અને એવો કોઈ સમય નથી જ્યારે સિદ્ધ થશે નહીં, આ રીતે શાશ્વત હોવાથી સિદ્ધ અનાદિ-અનંત છે.
સિદ્ધોનું સ્વરૂપ :
६७
શબ્દાર્થ:- અરુવિનો- અરૂપી ગૌવષળા = જીવ પ્રદેશોથી સઘન બળવંતળ સળિયા = જ્ઞાન, દર્શન સહિત છે અનન્ત = અતુલ સુઃ = સુખને સંપત્તા = પ્રાપ્ત થયા છે ગલ્સ = જેની વમા= ઉપમા બત્યિ = નથી. ભાવાર્થ :– સિદ્ધ ભગવાન અરૂપી છે, જીવ પ્રદેશોથી ઘનરૂપ છે અને જ્ઞાન, દર્શનના ઉપયોગ સહિત છે. તેઓ અતુલ આત્મિક સુખને પ્રાપ્ત થયેલા છે. સંસારના કોઈ પણ પદાર્થ સાથે તેના આત્મિક સુખની તુલના થઈ શકતી નથી, માટે તેના સુખની કોઈ ઉપમા નથી.
६८
अरूविणो जीवघणा, णाणदंसण सण्णिया । अडलं सुहं संपत्ता, उवमा जस्स णत्थि उ ॥
लोगेगसे ते सव्वे, णाणदंसण सण्णिया । संसारपार णित्थिण्णा, सिद्धिं वरगइं गया ॥
શબ્દાર્થ:- તે = તેઓ સવ્વ = સર્વ સિદ્ધ તોળેળવેલું = લોકના એક દેશમાં, ગાળવુંસળ-સળિયા = જ્ઞાન દર્શનથી સહિત છે સંસારવા-બિસ્થિળ = સંસારનો પાર પામેલા છે સિદ્ધિ = સિદ્ધિરૂપ વાડું = શ્રેષ્ઠ ગતિમાં ગયા = પહોંચ્યા છે.
ભાવાર્થ :- તે બધા સિદ્ધાત્મા લોકના એક દેશ રૂપ લોકાંત વિભાગમાં સ્થિત થયા છે, તે અનંત જ્ઞાન દર્શનથી યુક્ત થઈ સંસારનો પાર પામીને સર્વ શ્રેષ્ઠ સિદ્ધગતિને પ્રાપ્ત થયા છે.