________________
૩૮.
શબ્દાર્થ:- તત્ત્વ = ત્યાં ગોયળK = જોજનનો નો – જે રિમો = ઉપરનો હોલો = કોસ, ગાઉ ભવે = હોય છે, તK = તે ગેસલ્સ = ગાઉના છજ્માર્= છઠ્ઠા ભાગમાં સિદ્ધાળો હા=સિદ્ધોની અવગાહના, અવસ્થિતિ મવે = હોય છે.
શ્રી ઉત્તરાયન સૂત્ર ૨
ભાવાર્થ:ઈષત્પ્રાશ્મારા(સિદ્ધ શિલા) પૃથ્વીથી ઉપરના તે એક જોજનના ઉપરના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના(અવસ્થિતિ) હોય છે.
૬૪
-
तत्थ सिद्धा महाभागा, लोगग्गम्मि पट्टिया । भवपवंचओ मुक्का, सिद्धि वरगई गया ॥
શબ્દાર્થ :- વવવવ - સંસારના પ્રપંચથી મુખ્ય - મુક્ત સિદ્ધિ - સિદ્ધિરૂપ વા વરગતિ, શ્રેષ્ઠગતિને ગયા = પ્રાપ્ત થયા, પામ્યા મહામા = મહાભાગ્યશાળી સિન્હા = સિદ્ધ ભગવાન તત્ત્વ = ત્યાં તોળનામ - લોકના અગ્રભાગ પર પક્રિયા = પ્રતિષ્ઠિત છે, બિરાજમાન છે. ભાવાર્થ :- સર્વશ્રેષ્ઠ સિદ્ધગતિને પ્રાપ્ત કરનારા મહાભાગ્યશાળી સિદ્ધ જીવ સંસાર ચક્રના પ્રપંચથી મુક્ત થઈને ત્યાં લોકના અગ્રભાગમાં પ્રતિષ્ઠિત થાય છે.
६५
उस्सेहो जस्स जो होइ, भवम्मि चरिमम्मि उ । तिभागहीणो तत्तो य, सिद्धाणोगाहणा भवे ॥
શબ્દાર્થ:- નક્ષ = જે જીવોની મિમ્મિ = ચરમ, અંતિમ ભવમ્મિ = ભવમાં નો= જેટલી કન્સેહો - અવગાહના, ઊંચાઈ, હોદ - હોય છે તો - તેનાથી સ્લિમનીનો - ત્રીજો ભાગ ઓછી સિદ્ધાનોાળા - સિદ્ધોની અવગાહના મળે - હોય છે.
=
ભાવાર્થ :- જીવોના ચરમ શરીરની જે અવગાહના હોય છે, તેનાથી ત્રીજો ભાગ ઓછી અર્થાત્ બે તૃતીયાંશ સિદ્ધોની અવગાહના હોય છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્રનું તેમજ સિદ્ધોની અવગાહનાનું કથન છે. સિદ્ધશિલા પ્રમાણ– આ લોકમાં આઠ પૃથ્વી છે. સાત નરક પૃથ્વી અધોલોકમાં છે અને આઠમી ઈષ પ્રાગ્બારા પૃથ્વી ઊર્ધ્વલોકમાં છે. તે સિદ્ધશિલા નામથી પ્રસિદ્ધ છે. તે સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન ઊંચે છે. તે પીસ્તાળીસ લાખ(૪૫,૦૦,૦૦૦) યોજન લાંબી અને પહોળી છે તથા સાધિક એક કરોડ, બેતાળીસ લાખ, ત્રીસ હજાર, બસ્સો ઓગણપચાસ યોજન(૧,૪૨,૩૦,૨૪૯ યોજન)નો તેનો ઘેરાવો છે. તે સિદ્ધશિલા મધ્યના આઠ યોજન ક્ષેત્રમાં આઠ યોજન જાડી છે અને ત્યાર પછી બન્ને બાજુ તેની જાડાઈ ક્રમરાઃ ઘટતા અંતે માખીની પાંખથી પણ અધિક પાતળી થઈ જાય છે.
સિદ્ધશિલાનો આકાર– સિદ્ધ શિલાથી સિદ્ધોની અને અલોકની દૂરી સર્વત્ર સમાન છે. તેથી તેનો આકાર ઉપરના ભાગમાં સીધો સપાટ છે અને નીચે ક્રમશઃ ઘટતી ગોળાઈવાળો છે.
પ્રસ્તુત ગાથા ૧માં સિદ્ધ શિલાનો આકાર છુપસંાળ - ઉત્તાન એટલે પ્રસરાવેલા અર્થાત્ ખોલેલા છત્ર જેવો. દંડ રહિત ખોલેલા અને ઊંધા રાખેલા છત્ર જેવો આકાર સિદ્ધશિલાનો છે.