________________
| જીવાજીવ-વિભક્તિ
[ ૩૮૯ ]
સિદ્ધશિલાનો વર્ણ - સિદ્ધશિલા પૃથ્વીરૂપ છે. તેનો વર્ણ સફેદ સોનું, શંખ, અંકરત્ન અને સફેદ કુંદ પુષ્પની સમાન અત્યંત શ્વેત, સુંદર, કાંતિમય, સ્વાભાવિક નિર્મળ અને સુખદાયક છે. સિદ્ધશિલાના નામ – સિદ્ધશિલા એ શાશ્વત પૃથ્વી છે અને શ્રી સમવાયાંગ સૂત્રમાં તેના બાર પર્યાયવાચી શાશ્વત નામ કહ્યા છે. યથા– (૧) ઈષત્ (૨) ઈષ~ામ્ભારા (૩) તન્વી (૪) તનુતરા (૫) સિદ્ધિ (૬) સિદ્ધાલય (૭) મુક્તિ (૮) મુક્તાલય (૯) બ્રહ્મ (૧૦) બ્રહ્માવતસક (૧૧) લોક પ્રતિપૂર્ણ, (૧૨) લોકાગ્રચૂલિકા. – સમવાયાંગ–૧૨. આ બાર નામોમાં સીતા નામ નથી. પ્રસ્તુત બાસઠમી ગાથામાં સયા શબ્દનો પ્રયોગ છે. શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર અનુસાર આ શબ્દનો અર્થ– “લગભગ” થાય છે અને તે સીયા શબ્દ યોજનનું વિશેષણ છે, માટે તેનો અર્થ લગભગ(દેશોન) એક યોજન થાય છે. સિદ્ધક્ષેત્ર :- ઈષપ્રાશ્મારા પૃથ્વીથી ઉપર દેશોન એક યોજનાના આંતરે લોકાન્ત છે. ચાર ગાઉનો એક જોજન થાય છે. તેથી ઈષ~ાશ્મારા પૃથ્વીથી ઉપરના એક યોજનના અંતિમ છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતો સ્થિત થાય છે.
બધી શાશ્વત વસ્તુઓનું પરિમાણ પ્રમાણ અંગુલથી મપાય છે પરંતુ અહીં ઈષત્નાભારા પૃથ્વીથી ઉપરના એક યોજનનું પરિમાણ ઉસેંઘાંગુલથી છે, તેમ સમજવું જોઈએ. ચાર ગતિના જીવોની અવગાહના ઉત્સઘાંગુલથી મપાય છે. ઉત્સુઘાંગુલની અપેક્ષાએ ૫૦૦ ધનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. તે ૫૦૦ ધનુષ્યવાળા મનુષ્યની સિદ્ધ અવસ્થામાં અવગાહના બે તૃતીયાંશ અર્થાત્ ૩૩૩ ધનુષ્ય અને ૩ર અંગુલ હોય છે. સૂત્રોક્ત કથનાનુસાર તે સિદ્ધક્ષેત્ર એક ગાઉના છઠ્ઠા ભાગ પ્રમાણ છે. તેથી તે ગાઉ અને યોજન પણ ઉત્સુઘાંગુલથી છે, તેમ સ્પષ્ટ થાય છે. તે ગાઉ અને તેના છઠ્ઠા ભાગનું ગણિત આ પ્રમાણે છે– ૨૪ અંગુલ = એક હાથ, ચાર હાથ = એક ધનુષ અને બે હજાર ધનુષનો એક ગાઉ થાય છે. એક ગાઉનો છઠ્ઠો ભાગ અર્થાત્ ૨૦૦૦ ધનુષનો છઠ્ઠો ભાગ કરતાં ૨૦૦૦ + ૬ = ૩૩૩ ધનુષ અને ૩ર અંગુલ થાય છે. આ રીતે સિદ્ધ ક્ષેત્રનું અને સિદ્ધ આત્માની અવગાહનાનું માપ ઉભેંઘાંગુલથી છે, તેમ સ્પષ્ટ થઈ જાય છે. સિદ્ધોની અવગાહના- સિદ્ધ ભગવાન અશરીરી છે, તેથી તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત અરૂપી હોય છે પરંતુ તેના આત્મપ્રદેશો અસંખ્યાત આકાશ પ્રદેશમાં સ્થિત થાય છે, તે અપેક્ષાએ તેઓની અવગાહનાનું કથન છે. જીવ જે અંતિમ શરીર છોડીને સિદ્ધ થાય, તે શરીરનો ત્રીજો ભાગ ન્યૂન તેઓની અવગાહના રહે છે.
શૈલેશીકરણના સમયે આત્મપ્રદેશો ઘનીભૂત થાય, ત્યારે શરીરનો પોલાણનો ભાગ ઘટી જાય છે. શરીરમાં પોલાણ ભાગ લગભગ શરીરના ત્રીજા ભાગ પ્રમાણ હોય છે. તેથી સિદ્ધોની અવગાહના અંતિમ શરીરની અવગાહનાથી ત્રીજો ભાગ ન્યૂન હોય છે. જઘન્ય બે હાથ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. તેનો ત્રીજો ભાગ ન્યૂન કરતાં સિદ્ધોની અવગાહના જઘન્ય એક હાથ આઠ અંગુલ અને ઉત્કૃષ્ટ ૩૩૩ ધનુષ્ય ૩ર અંગુલ હોય છે. તેની વચ્ચેની મધ્યમ અવગાહના વિવિધ પ્રકારની થાય છે. અંતિમ ચોવીસમા તીર્થંકરની અપેક્ષાએ સિદ્ધોની મધ્યમ અવગાહના આગમમાં ચાર હાથ સોળ અંગુલની પણ કહેવામાં આવે છે, તે એકાંતિક નથી પણ સાપેક્ષ(અપેક્ષાથી) છે તેમ સમજવું જોઈએ, કારણ કે મધ્યમ અવગાહના અનેક પ્રકારની હોય છે.