________________
| જીવાજીવ-વિભક્તિ,
૩૮૧ |
४९
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં અજીવ દ્રવ્યના વર્ણનનો ઉપસંહાર અને જીવ દ્રવ્યના વર્ણનનો ઉપક્રમ કરતાં તેના કથનની પ્રતિજ્ઞા કરી છે. જીવ દ્રવ્ય :
संसारत्था य सिद्धा य, दुविहा जीवा वियाहिया ।
सिद्धाणेगविहा वुत्ता, तं मे कित्तयओ सुण ॥ શબ્દાર્થ – નવા જીવ વિદ=બે પ્રકારના વિદિ કહ્યા છે સંસારત્થા= સંસારી સિહા = સિદ્ધ કવિ = અનેક પ્રકારના કુત્તા = કહ્યા છે તે = તેનું વિત્તથી = વર્ણન કરવામાં આવે છે, P = મારી પાસેથી સુખ = સાંભળો. ભાવાર્થ - જીવ દ્રવ્યના બે પ્રકાર છે સંસારી અને સિદ્ધ. તેમાં સિદ્ધોના અનેક ભેદ છે, તેનું વર્ણન તમે મારી પાસેથી સાંભળો. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવદ્રવ્યના મુખ્ય બે ભેદોનું નિરૂપણ છે. જીવદ્રવ્ય- ચૈતન્ય લક્ષણ, જ્ઞાન-દર્શનરૂપ ઉપયોગ સહિત હોય તેને જીવ કહે છે. જીવ દ્રવ્ય અનંત છે. સર્વ જીવો સ્વતંત્ર છે. જીવો આખા લોકમાં વ્યાપ્ત છે. સર્વ જીવો ચૈતન્ય લક્ષણની અપેક્ષાએ એક સમાન છે પરંતુ કર્મની અપેક્ષાએ તેમાં અનેકાનેક ભેદ થાય છે. પ્રસ્તુત ગાથામાં તેના મુખ્ય બે ભેદોનું કથન છે– (૧) સંસારી જીવ– જે જીવો આઠ કર્મો સહિત હોય, તેને સંસારી જીવ કહે છે. (૨) સિદ્ધ જીવ- જે જીવો આઠ કર્મોથી રહિત હોય, તેને સિદ્ધ જીવ કહે છે. સિદ્ધ જીવ :
इत्थी-पुरिस सिद्धा य, तहेव य णपुंसगा।
सलिंगे अण्णलिंगे य, गिहिलिगे तहेव य ॥ શબ્દાર્થ -રૂત્થી = સ્ત્રીલિંગ સિદ્ધ પુસિસ = પુરુષલિંગ સિદ્ધ તદેવ = એ પ્રકારે નપુસT = નપુંસકલિંગ સિદ્ધ નલિન = સ્વલિંગમાં સિદ્ધ અલિ = અન્યલિંગમાં સિદ્ધ બિટિલિ = ગૃહસ્થલિંગમાં સિદ્ધ ય-= આ શબ્દથી તીર્થ સિદ્ધ આદિનું ગ્રહણ કરી લેવું જોઈએ. ભાવાર્થ:- સ્ત્રીલિંગ સિદ્ધ, પુરુષલિંગ સિદ્ધ, નપુંસકલિંગ સિદ્ધ, સ્વલિંગ સિદ્ધ, અન્યલિંગ સિદ્ધ અને ગૃહસ્થલિંગ સિદ્ધ તથા તીર્થ સિદ્ધ આદિ સિદ્ધોના ભેદ છે.
उक्कोसोगाहणाए य, जहण्णमज्झिमाइ य । | उड्डे अहे य तिरिय च, समुद्दम्मि जलम्मि य ॥ શબ્દાર્થ - ગણમાના = જઘન્ય, મધ્યમ ૩ોલોહાણ = ઉત્કૃષ્ટ અવગાહનામાં સિદ્ધ થઈ શકે છે ૪ = ઊર્ધ્વલોકમાં(મેરુ ચૂલિકા આદિ પર) અ = અધોલોકરિય = તિર્થીલોકમાં