SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૮૦ ] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ સ્પર્શની ભજનાનું કથન છે. તેથી પ્રત્યેક સ્પર્શમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, છ સ્પર્શ અને પાંચ સંસ્થાન, તે ૨૩ બોલની ભજના હોય છે. તેથી જ આઠ સ્પર્શમાં ૨૩ X ૮ = ૧૮૪ ભેદ થાય છે. છ સ્પર્શનું સ્પષ્ટીકરણ– સ્પર્શમાં બે-બે સ્પર્શ પરસ્પર પ્રતિપક્ષી છે. જેમ કે શીત સ્પર્શનો પ્રતિપક્ષી ઉષ્ણ સ્પર્શ છે. શીત સ્પર્શવાળા પુદ્ગલોમાં તેનો પ્રતિપક્ષી ઉષ્ણ સ્પર્શ હોતો નથી પરંતુ કર્કશ, સુંવાળો, સ્નિગ્ધ, રૂક્ષ, હળવો, ભારે આ છ સ્પર્શ તેમાં હોઈ શકે છે, તેને શીત સ્પર્શ સાથે કોઈ વિરોધ નથી. તેથી એક સ્પર્શમાં પ્રતિપક્ષી સ્પર્શને છોડીને અન્ય છ સ્પર્શ હોય છે. સંસ્થાનના ૧૦૦ ભેદ– એક પરિમંડલ સંસ્થાનમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, એમ ૨૦ બોલ ભજનાથી હોય છે. તેથી પાંચ સંસ્થાનના ૨૦ ૪ ૫ = ૧૦૦ ભેદ થાય છે. આ જ રીતે વર્ણના ૧૦૦ + ગંધના ૪૬+ રસના ૧૦૦ + સ્પર્શના ૧૮૪+ સંસ્થાનના 100 = ૫૩) ભેદ રૂપી પુદ્ગલના થાય છે. અજીવ દ્રવ્યના વિસ્તારથી પ૦ ભેદ અરૂપી-૩૦ ભેદ રૂપી-પ૩૦ ભેદ પુદ્ગલાસ્તિકાય અધર્મા (૫) આકાશા. અદ્ધાસમય (૫) (૫) ધર્માસ્તિ. ૧ દ્રવ્યથી ૨ ક્ષેત્રથી ૩ કાલથી ૪ ભાવથી ૫ ગુણથી ૧ વર્ણના – ૧૦૦ ભેદ ૨ ગંધના – ૪૬ ભેદ ૩ રસના – ૧00 ભેદ ૪ સ્પર્શના -૧૮૪ ભેદ ૫ સંસ્થાન – ૧00 ભેદ પ૩૦ ભેદ પ૪૪ = ૨૦ ભેદ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને અદ્ધાસમય મળીને દશ ભેદ. સર્વ મળીને ૨૦+ ૧૦ = ૩૦ ભેદ. અજીવ દ્રવ્ય ઉપસંહાર: एसा अजीवविभत्ती, समासेण वियाहिया । ४८ एत्तो जीवविभत्ति, वुच्छामि अणुपुव्वसो ॥ શબ્દાર્થ –પ = આ અનાવવિભરી = અજીવ વિભાગ સમાજ = સંક્ષેપથી વિવાહિત્ય = કહ્યો છેડો = હવે પછી ગપુપુથ્વો = અનુક્રમપૂર્વકનવનિમત્તિ = જીવ દ્રવ્યના વિભાગ ગુચ્છાનિક કહીશ. ભાવાર્થ:- આ પ્રમાણે અજીવ દ્રવ્યના ભેદો સંક્ષેપમાં કહ્યા છે, હવે તેના પછી હું ક્રમપૂર્વક જીવદ્રવ્યના ભેદ-પ્રભેદ કહીશ.
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy