________________
| જીવાજીવ-વિભક્તિ
૩૭૯ ]
પુદ્ગલાસ્તિકાયના મુખ્ય પાંચ ગુણ, પચ્ચીસ ઉત્તર ભેદ અને તે પચ્ચીસ ભેદના પરસ્પર સંયોગથી પાંચસો ત્રીસ(૫૩૦) ભેદ થાય છે. પુદ્ગલાસ્તિકાયના ગુણ:- વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન તે મુખ્ય પાંચ ગુણ છે. ઉત્તરભેદ પચ્ચીસ- વર્ણના પાંચ ભેદ છે– કાળો, નીલો, લાલ, પીળો, સફેદ. ગધના બે ભેદ છેસુરભિગંધ, દુરભિગંધ, રસના પાંચ ભેદ છે– તીખો, કડવો, કસાયેલો, ખાટો, મીઠો. સ્પર્શના આઠ ભેદ છે– (૧) કર્કશ સ્પર્શ–પાષાણ આદિના સ્પર્શની જેમ કઠોર (૨) મૃદુ સ્પર્શ–માખણ આદિની જેમ કોમળ (૩) ગુરુ સ્પર્શ-સોના આદિની જેમ ગુરુતાયુક્ત ભારે સ્પર્શ (૪) લઘુસ્પર્શ-રૂની જેમ હળવો સ્પર્શ (૫) શીત સ્પર્શ– બરફ આદિની જેમ અત્યંત શીતળ () ઉષ્ણસ્પર્શ–અગ્નિ આદિની જેમ ગરમ સ્પર્શ (૭) સ્નિગ્ધ સ્પર્શ—ઘી, તેલ આદિની જેમ ચીકણો સ્પર્શ (૮) રૂક્ષ સ્પર્શ— રાખ આદિની જેમ રૂક્ષ સ્પર્શ.
સંસ્થાન – આકૃતિ, આકાર. પુદ્ગલ સ્કંધોનો જે આકાર હોય છે તેને સંસ્થાન કહે છે. તેના પાંચ ભેદ આ પ્રમાણે છે– (૧) પરિમંડલ- બંગડી સમાન ગોળાકાર. (૨) વૃત્ત– દડા અથવા લાડવા સમાન ગોળ આકાર (૩) ત્રિકોણ-ત્રણ ખૂણાવાળો આકાર (૪) ચોરસ-ચાર ખૂણાવાળો આકાર (૫) આયતલાંબા લાકડા કે દોરડા જેવો લાંબો આકાર. જીવના છ સંસ્થાન હોય છે. તેનાથી પુગલ સ્કંધોના આ પાંચ સંસ્થાન જુદા હોય છે. આ રીતે વર્ણાદિ પાંચેયના પ+૨+૫+૪+૫ = ૨૫ ભેદ થાય છે. વહિના પ૩૦ ભેદ– વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન, તે પાંચે ય ગુણો સહચારી છે. તેથી જ્યાં વર્ણ હોય, ત્યાં ગંધાદિ અવશ્ય હોય છે. તેથી ર૫ ગુણોના પરસ્પરના સહયોગથી તેના પ૩૦ ભંગ-ભેદ થાય છે.
કૃષ્ણ વર્ણવાળા પુલમાં ર ગંધ, પ રસ, ૮ સ્પર્શ અને ૫ સંસ્થાન, આ વીસ ગુણોની ભજના છે. જેમ કે કોઈ કાળી વસ્તુમાં બે પ્રકારની ગંધમાંથી કોઈ પણ એક કે બે ગંધ હોય શકે છે, પાંચ રસોમાંથી કોઈ એક, બે યાવતુ પાંચ રસ હોય શકે છે. આઠ પ્રકારના સ્પર્શમાંથી કોઈ બે યાવત્ આઠ સ્પર્શ હોય શકે છે. પાંચ પ્રકારના સંસ્થાનોમાંથી કોઈ પણ એક કે પાંચ સંસ્થાન હોય શકે છે. આ રીતે કાળા વર્ણવાળા અનંતપ્રદેશી પુદ્ગલ સ્કંધમાં બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન, આ વીસ ગુણોની ભજના હોય છે. અર્થાત્ ઉત્કૃષ્ટ ૨૦ ગુણ હોય શકે છે. બાદર સ્કંધમાં બધા વર્ણ, બધા ગંધ, બધા રસ, બધા સ્પર્શ તથા બધા સંસ્થાન એક સમયે જ હોય છે પરંતુ જે વર્ણના પુદ્ગલનો પ્રશ્ન હોય તો તેના પ્રતિપક્ષી વર્ણનો સ્વતઃ નિષેધ થઈ જાય છે. જેમ કે કાળા વર્ણની પૃચ્છામાં નીલા, લાલ, પીળા કે સદવર્ણ હોતા નથી. તે જ રીતે જે એક ગંધ, એક રસ, એક સ્પર્શ અને એક સંસ્થાનનો પ્રશ્ન હોય, તેના પ્રતિપક્ષી ગંધ, રસ આદિનો નિષેધ સમજવો. વર્ણના–૧૦૦ ભેદ– એક કૃષ્ણવર્ણમાં બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન, તે ૨૦ બોલ ભજનાથી હોય છે. તેથી પાંચ વર્ણના ૨૦ ૪ ૫ = ૧00 ભેદ થાય. ગંધના-૪૬ ભેદ– એક ગંધમાં પાંચ વર્ણ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન, તે ૨૩ બોલ ભજનાથી હોય છે. તેથી બે ગંધના ૨૩ ૪ ૨ = ૪૬ ભેદ થાય છે. રસના-૧૦૦ ભેદ- એક રસમાં પાંચ વર્ણ, બે ગંધ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન, તે ૨૦ બોલ ભજનાથી હોય છે. તેથી પાંચ રસના ૨૦ x ૫ = ૧૦૦ ભેદ થાય છે. સ્પર્શના ૧૮૪ ભેદ– પ્રસ્તુત ગાથામાં એક સ્પર્શમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજનાનું કથન છે સ્પર્શનું કથન નથી. પ્રજ્ઞાપના આદિ સૂત્રમાં એક સ્પર્શમાં તેના પ્રતિપક્ષી બીજા સ્પર્શને છોડીને શેષ ૬