________________
[ ૩૭૦]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
એક
એક
અરૂપી
'
આદિ છે અને ઘટ નિર્માણની સમાપ્તિ થતાં તેનો અંત થાય છે, આ રીતે સાદિ-સાતતા ઘટિત થાય છે.
ઉપરોક્ત રીતે દ્રવ્ય, ક્ષેત્ર અને કાલથી અરૂપી દ્રવ્યનું નિરૂપણ આ ગાથાઓમાં કર્યું છે. પરંતુ ભાવની અપેક્ષાએ અહીં કથન કર્યું નથી. આ ચાર દ્રવ્યો ભગવતી સૂત્રાનુસાર ભાવથી અપેક્ષાએ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત છે, એટલે અરૂપી, અમૂર્તિ છે. છ દ્રવ્યોનું સ્વરૂપ :દ્રવ્યનું નામ | જીવ/અજીવ | દ્રવ્યથી ક્ષેત્રથી | કાળથી
ભાવથી ધર્માસ્તિકાય અજીવ
એક લોકવ્યાપી અનાદિ-અનંત અરૂપી | અધર્માસ્તિકાય અજીવ
લોકવ્યાપી અનાદિ-અનંત અરૂપી આકાશાસ્તિકાય અજીવ
લોક-અલોકવ્યાપી અનાદિ-અનંત અરૂપી કાળ
અજીવ અનંત સમય ક્ષેત્રવ્યાપી અનાદિ-અનંત પુદ્ગલાસ્તિકાય અજીવ અનંત લોકવ્યાપી અનાદિ-અનંત જીવાસ્તિકાય જીવ અનંત લોકવ્યાપી અનાદિ-અનંત
અરૂપી રૂપી અજીવના ચાર પ્રકાર:
खधा य खधदेसा य.तप्पएसा तहेव य ।
परमाणुणो य बोद्धव्वा, रूविणो य चउव्विहा ॥ શબ્દાર્થ -ઉંધા = સ્કંધ વધ‘= સ્કંધના દેશ તપાસ = સ્કંધના પ્રદેશ ય, ય, તદેવ, ય = અને પરમાણુણો = પરમાણુ પુગલ વધ્વદા = ચાર ભેદ વિનો = રૂપી દ્રવ્યના વોળી = જાણવા જોઈએ. ભાવાર્થ - રૂપી દ્રવ્યના સ્કંધ, સ્કંધના દેશ, સ્કંધના પ્રદેશ અને પરમાણુ, તે ચાર ભેદ છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં રૂપી દ્રવ્યના ભેદોનું નિરૂપણ છે. અજીવ દ્રવ્યોમાં એક પુદ્ગલાસ્તિકાય રૂપી છે. પગલાસ્તિકાય - જેમાં વર્ણ, રસ, ગંધ અને સ્પર્ધાદિ હોય, જેને ગ્રહણ અને ધારણ કરી શકાય તેમજ જેનો કોઈ પણ રીતે વિધ્વંસ-વિનાશ થાય; તેને પુદ્ગલાસ્તિકાય કહે છે, તેના ચાર ભેદ આ પ્રમાણે છે. સ્કંધ – બે અથવા બે થી વધારે પરમાણુઓનો સમૂહ સ્કંધ કહેવાય છે. લોકમાં તે પુગલ સ્કંધ અનંત છે. તે સર્વે મળીને પુદ્ગલાસ્તિકાય કહેવાય છે પરંતુ તે સમસ્ત યુગલોનો અખંડ એક અંધ થતો નથી. જેમ અનેક બુંદીના દાણા ભેગા થઈને એક લાડવો બને છે, તેમ અનેક પરમાણુઓ ભેગા થઈને લોકમાં નાના-મોટા અનંતાનંત સ્કંધો બને છે. બે પરમાણુ ભેગા થાય તેને બે પ્રદેશી સ્કંધ, ત્રણ પરમાણુ ભેગા થાય તેને ત્રિપ્રદેશી અંધ કહે છે, આ રીતે યાવતું સંખ્યાત, અસંખ્યાત કે અનંત પરમાણુ ભેગા થતાં તે ક્રમશઃ સંખ્યાતપ્રદેશી, અસંખ્યાત પ્રદેશ અને અનંત પ્રદેશી ઢંધ કહેવાય છે. દેશ - સ્કંધના કોઈ અમુક કલ્પિત વિભાગનું નામ દેશ છે. જેમ કે અર્ધો લાડવો, પા લાડવો, લાડવાનો એક ટુકડો, તેમ સ્કંધનો એક ભાગ પુલાસ્તિકાયનો દેશ કહેવાય છે. પ્રદેશ :- સ્કંધના અવિભાજ્ય અંશ કે જે પોતાના સ્કંધ સાથે જોડાયેલો હોય, તેને પ્રદેશ કહે છે. જેમ કે