________________
| જીવાજીવ-વિભક્તિ
[]
દ્રવ્યથી– ચારે અરૂપી દ્રવ્યનું સ્વરૂપ આ પ્રમાણે છે(૧) ધર્માસ્તિકાય :- જીવ અને પુદ્ગલ દ્રવ્યની ગતિમાં સહાયક થાય, તેને ધર્માસ્તિકાય કહે છે. જેવી રીતે માછલીને ગતિ ક્રવામાં પાણી સહાયક થાય છે, રેલગાડીને ચાલવામાં પાટા સહાયક થાય છે, તેવી રીતે જીવ અને પુદગલ બંને ધર્માસ્તિકાયની સહાયતાથી ગતિ કરે છે. (૨) અધમસ્તિકાય:- જીવ અને પુગલ દ્રવ્યને સ્થિર થવામાં સહાયક થાય તેને અધર્માસ્તિકાય કહે છે. દા.ત. થાકેલા મુસાફરને બેસવામાં છાયો સહાયક થાય છે તેમ. (૩) આકાશાસ્તિકાય :- જીવ અને પુગલ દ્રવ્યને રહેવાનું સ્થાન આપે, આધારભૂત બને, તેને આકાશાસ્તિકાય કહે છે. આકાશ એટલે ખાલી જગ્યા. દા.ત. ભીંતમાં ખીલી ખોડવાથી તેને સ્થાન મળે છે અને દૂધમાં પતાસું કે સાકર નાંખતા, તે દૂધમાં સ્થાન પામીને ભળી જાય છે તેમ. (૪) કાલઃ- જે સર્વદ્રવ્ય પર વર્તી રહ્યું છે તે કાલ છે; વર્તના તેનો ગુણ છે. કાલ દ્રવ્યના પ્રભાવે જીવ અને પુદ્ગલની પર્યાયો નવી હોય, તે જૂની થાય, જૂની હોય તે નષ્ટ થાય છે. તેના માટે કપડાને કાતરનું દષ્ટાંત સમજવું.
કાલ દ્રવ્ય નિર્વિભાગી હોવાથી તેના સ્કંધ, દેશ અને પ્રદેશ રૂપ ભેદ થતાં નથી. જોકે વર્તના લક્ષણ કાલના ભૂત, ભવિષ્ય અને વર્તમાન, એમ ત્રણ ભેદ માનવામાં આવ્યા છે તો પણ ધર્માસ્તિકાય આદિની જેમ તે સમયોનો એકીભાવ થતો નથી; કારણ કે ભૂતકાલ નાશ પામી ગયો હોય છે અને ભવિષ્ય કાલ હજી ઉત્પન્ન થયો નથી અને વર્તમાન કાલ માત્ર એક સમયરૂપ જ છે; આ રીતે કાલમાં પ્રદેશ પ્રચયરૂપતા થતી નથી, તેથી કાલ દ્રવ્ય એક જ છે. પુદ્ગલ અને જીવના આરોપથી તેને અનંત પણ કહેવાય છે.
ધર્માસ્તિકાયાદિ ત્રણ અરૂપી અજીવ દ્રવ્યો દ્રવ્યથી એક અને અખંડ દ્રવ્ય છે. સૂત્રકારે તેના સ્વરૂપને ત્રણ-ત્રણ ભેદથી સ્પષ્ટ કર્યું છે– સ્કંધ- કોઈ પણ દ્રવ્યના પૂર્ણ, અખંડ સ્વરૂપનું નામ સ્કંધ છે. જેમ કે અખંડ લોક પ્રમાણ ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય, તે સ્કંધ છે. દેશ- સ્કંધનો અમુક, બુદ્ધિ કલ્પિત વિભાગ દેશ કહેવાય છે. ઊર્ધ્વ કે અધો લોક આદિ. પ્રદેશ- સ્કંધનો એક કલ્પિત અત્યંત સૂક્ષ્મ અવિભાજ્ય અંશ પ્રદેશ કહેવાય છે. ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યોના આ રીતે ત્રણ-ત્રણ ભેદ થતાં ૩*૩=૯ ભેદ થાય અને એક અદ્ધાસમય મળીને દશ ભેદ થાય છે. ક્ષેત્રથી- ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બંને દ્રવ્યો લોક પ્રમાણ, આકાશાસ્તિકાય લોકાલોક પ્રમાણ અને કાલદ્રવ્ય અઢીદ્વીપ પ્રમાણ છે. પદાર્થોની સ્થિતિરૂપ કાલ, સર્વ દ્રવ્ય પર અને સર્વ ક્ષેત્રોમાં વર્તી રહ્યો છે પરંતુ કાલદ્રવ્યની ગણના અઢીદ્વીપમાં જ થાય છે. અઢીદ્વીપમાં ચંદ્ર-સૂર્ય આદિની ગતિના આધારે દિવસ, રાત આદિ સમયની ગણના થાય છે. તેથી કાલગણનાનું પ્રવર્તન અઢીદ્વિીપમાં જ થાય છે. અઢી દ્વીપની બહાર ચંદ્ર-સૂર્ય આદિની ગતિ નથી. તેથી ત્યાં કાલગણના થતી નથી. આ કારણે કાલ દ્રવ્યને આગમમાં અઢીદ્વીપ પ્રમાણ જ કહ્યું છે. કાલથી- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે ય અરૂપી અજીવ દ્રવ્ય અનાદિ અનંત છે. કાલ દ્રવ્ય પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે કારણ કે સમયની ક્યારે ય ઉત્પત્તિ થતી નથી, ઉત્પત્તિ રહિત હોવાથી તે અનાદિ છે અને તેનો અંત પણ થવાનો નથી. તેથી પ્રવાહની અપેક્ષાએ કાલ દ્રવ્ય અનાદિ અનંત છે, પરંતુ કોઈ કાર્યની અપેક્ષાએ તે સાદિ-સાત પણ છે અર્થાતુ આદિ અને અંતવાળો છે. દા.ત. કોઈ કુંભારે ઘડાનું નિર્માણ કરવાનું અમુક સમયે શરૂ કર્યું તે શરૂ કરવાની અપેક્ષાએ