________________
૩૬૬
છત્રીસમું અધ્યયન જીવાજીવ-વિભક્તિ
અધ્યયન પ્રારંભઃ
१
=
શબ્દાર્થ :- ઓ - હવે ગીવાનીવવિત્તિ = જીવ અને અજીવના ભેદોને મે = મારી પાસેથી મળા = એકાગ્ર ચિત્ત થઈને સુખેહ = સાંભળો f = જેને નાળિ = જાણીને મિન્દૂ = ભિક્ષુ, સાધુ સમ્મ = સમ્યક્ પ્રકારથી સંગમે = સંયમમાં ગયજ્ઞ = યતના કરે છે, સાવધાની રાખે છે.
जीवाजीवविभत्तिं, सुणेह मे एगमणा इओ । जं जाणिऊण भिक्खू, सम्मं जयइ संजमे ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ભાવાર્થ :- જીવ અને અજીવના ભેદોને તમે એકાગ્ર ચિત્ત થઈને મારી પાસેથી સાંભળો; જેને જાણીને સાધુ સંયમમાં સમ્યક્ પ્રકારે યત્નશીલ થાય છે.
લોક-અલોક :
२
શબ્દાર્થ:- નીવા = જીવ અનીવા = અજીવ રૂપ ક્ષ = આ તોય્ = લોક વિયાષિર્ = કહ્યો છે अजीवदेसं = અજીવનો એક દેશ(વિભાગ) આસે = આકાશ (જ્યાં કેવળ આકાશ જ છે) તે = તે અલોય્ = અલોક વિયાદિ = કહેવાય છે.
जीवा चेव अजीवा य, एस लोए वियाहिए । अजीव देसमागासे, अलोए से वियाहिए ॥
ભાવાર્થ:- આ લોકને જીવ અને અજીવમય કહ્યો છે અને અજીવના એકદેશરૂપ કેવળ આકાશ છે, તેને અલોક કહ્યો છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં લોક અને અલોકની પરિભાષા છે.
જૈનાગમોમાં વિભિન્ન દષ્ટિઓથી ‘લોક'ની પરિભાષા કરવામાં આવી છે– (૧) જે ક્ષેત્રમાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો છે, તે ક્ષેત્રને લોક અને તેનાથી વિપરીત અર્થાત્ જે ક્ષેત્રમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો ન હોય, તે ક્ષેત્રને અલોક કહે છે. (૨) પ્રસ્તુતમાં જીવ અને અજીવદ્રવ્યો જ્યાં હોય તેને લોક અને અજીવ દ્રવ્યના દેશ વિભાગરૂપ માત્ર આકાશમય ક્ષેત્રને અલોક કહ્યો છે. (૩) આકાશ દ્રવ્ય વ્યાપક દ્રવ્ય છે. તેના જેટલા વિભાગમાં જીવ અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય આદિ અજીવ દ્રવ્યો હોય તેટલા વિભાગને લોક કહે છે. જે આકાશ ક્ષેત્રમાં આકાશ સિવાય અન્ય કોઈ પણ દ્રવ્ય નથી; એકમાત્ર તે આકાશ જ છે, તેને અલોક કહે છે.