________________
જીવાજીવ વિન
વિષય કથન પ્રતિજ્ઞા :
३
શબ્દાર્થ :- તેસિ = તેની પવળા = પ્રરૂપણા વ્વો = દ્રવ્યથી શ્વેત્તો = ક્ષેત્રથી વાતો કાલથી, ભાવો - ભાવથી મને - થાય છે.
दव्वओ खेत्तओ चेव, कालओ भावओ तहा । परूवणा तेसिं भवे, जीवाणमजीवाण य ॥
ભાવાર્થ :- જીવ અને અજીવ દ્રવ્યની પ્રરૂપણા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ, આ ચાર પ્રકારે થાય છે.
વિવેચન :
359
रूविणो चेव अरूवी य, अजीवा दुविहा भवे । अरूवी दसहा वुत्ता, रूविणो उ चडव्विहा ॥
પ્રસ્તુત ગાથામાં સૂત્રકારે જીવ અને અજીવ દ્રવ્યની દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ; આ ચાર પ્રકારે પ્રરૂપણા કરવાની પ્રતિજ્ઞા કરી છે. દ્રવ્યથી જીવ અને અજીવ દ્રવ્યનું સ્વરૂપ, ક્ષેત્રથી જીવ અને અજીવ દ્રવ્યનું આધારભૂત ક્ષેત્ર, કાલથી જીવ અને અજીવ દ્રવ્યની કાલસ્થિતિ અને ભાવથી જીવ અને અજીવ દ્રવ્યની પર્યાયોનું નિરૂપણ છે.
અજીવ દ્રવ્ય ઃ
૪
=
શબ્દાર્થ:- અનીવા - અજીવના દુવિદા - બે ભેદ છે વિો - રૂપી મસ્તી - અરૂપી વસહા
= દશ પ્રકાર છે નવ્વિા = ચાર પ્રકાર છે.
ભાવાર્થ :- અજીવ દ્રવ્યના બે ભેદ છે– (૧) રૂપી અને (ર) અરૂપી. તેમાં પણ અરૂપીના દશ અને રૂપીના ચાર ભેદ છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં અજીવદ્રવ્યના મુખ્ય ભેદ અને ભેદાનુભેદનું કથન છે.
અનીવા :- જેમાં ચૈતન્યશક્તિ નથી અને જેમાં જ્ઞાન દર્શન આદિ ગુણ નથી, તે અજીવ છે. વર્ણ ગંધ આદિ ગુણોની અપેક્ષાએ અજીવના બે ભેદ છે– રૂપી અને અરૂપી.
વિો :- જેમાં વર્ણ, રસ, ગંધ, સ્પર્શ હોય તે રૂપી અજીવ દ્રવ્ય કહેવાય છે. છ દ્રવ્યમાં એક પુદ્ગલાસ્તિકાય જ રૂપી દ્રવ્ય છે. તેના ચાર પ્રકાર છે– સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ.
અરૂપી અજીવના દશ પ્રકાર :
५
અવી :– જેમાં પૂર્વોક્ત વર્ણ આદિ ગુણોનો અભાવ હોય તેને અરૂપી દ્રવ્ય કહેવાય છે. અરૂપી અજીવ દ્રવ્યના ચાર પ્રકાર છે– ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ. તે ચારેયના મળીને દશ ભેદ છે.
धम्मत्थिकाए तद्देसे, तप्पएसे य आहिए । अहम्मे तस्स देसे य, तप्पएसे य आहिए ॥