________________
અણગાર માર્ગ ગતિ
[૩૩]
સંપત્તો છેવત્ત [M – અણગારવૃત્તિનું યથાતથ્ય રૂપે પાલન કરનારા મુનિ મમત્વ અને અહંકાર રહિત થઈ તથા આશ્રવથી મુક્ત થઈને વીતરાગ(રાગદ્વેષ રહિત) થઈ જાય છે. આ રીતે મોહનીયકર્મના ક્ષય પછી શેષ ત્રણ ઘાતી કર્મોનો એક સાથે ક્ષય કરીને, તે આત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. પોતાના આયુષ્ય પ્રમાણે કેવળીપણે વિચરીને અંતે ચાર અઘાતી કર્મોનો નાશ કરી તે આત્મા શાશ્વત એવા મોક્ષના સુખોને પ્રાપ્ત કરે છે.
૧૮મી ગાથામાં પ્રયુક્ત સત્ર આદિ શબ્દોના વિશિષ્ટ અર્થ આ પ્રમાણે છે– ૩ વર્ષઅક્ષત, ચંદનાદિથી તિલક કરી વધાવવું. ત્ય-પૂજ્યનીય પુરુષની સન્મુખ અક્ષત, મોતી વગેરેથી સ્વસ્તિકાદિ બનાવી સન્માન કરી ભક્તિભાવ પ્રદર્શિત કરવો. વન-વંદન-નમસ્કાર કરી વિનય વ્યવહાર કરવો. પૂવર્ષ-વસ્ત્રાદિ કોઈપણ પદાર્થોની ભેટ આપવી, વસ્તુઓ પ્રદાન કરવી. રૂદ્દી-સાર-સન્માનં- આ રીતે ઋદ્ધિ દર્શન, સત્કાર-સન્માન વગેરે કોઈ પણ પ્રકારના માન-સન્માનથી મુનિ દૂર રહે અર્થાત્ અન્ય ત્યાગીઓની કે ગૃહસ્થોની આવી સન્માન પ્રવૃત્તિઓ જોઈને મુનિ કયારે ય તેની અભિલાષા ન કરે. પશુ- પ્રભુ, સમર્થ. સંયમ સાધનાથી વીર્યાતરાયકર્મનો ક્ષય થાય છે અને અનંત શક્તિ પ્રગટ થાય છે. તેવી સમર્થ વ્યક્તિ જ અંત સમયે સંલેખના અને પંડિતમરણનો સ્વીકાર કરી શકે છે. આત્મિક સામર્થ્ય સાથે સંલેખના સ્વીકાર કરનાર મુનિ વૈર્યપૂર્વક સંયમ અને સંલેખનાની આરાધના કરે છે અને અંતે સર્વ કર્મનો ક્ષય કરી સર્વ દુઃખોથી મુક્ત થઈ જાય છે.
પાંત્રીસમું અધ્યયન સંપૂર્ણ