________________
૩૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
= વિચરણ કરે.
ભાવાર્થ :- મુનિ મૃત્યુ પર્યંત નિયાણા રહિત, પરિગ્રહ રહિત અને શરીરના મમત્વ ભાવથી રહિત થઈને ધર્મ-શુક્લધ્યાનમાં ધ્યાનસ્થ થઈને વિચરણ કરે.
|२०|
णिज्जूहिऊण आहारं, कालधम्मे उवट्ठिए । जहिऊण माणुसं बोंदिं, पहू दुक्खा विमुच्चइ ॥
=
=
શબ્દાર્થ:- વાતધર્મો = કાળધર્મ અર્થાત્ મૃત્યુનો સમય વદ્ગિણ = ઉપસ્થિત થાય ત્યારે આહાર = ચારે પ્રકારના આહારનો પિન્ડ્રૂહિ ળ = ત્યાગ કરીને માપુસ - આ મનુષ્ય સંબંધી વોંહિં - ઔદારિક શરીરને નહિળ = છોડીને પર્દૂ = પ્રભુ, સમર્થ મુનિ વુજ્વા = બધા દુઃખોથી વિમુત્ત્વજ્ઞ = વિમુક્ત થઈ જાય છે. ભાવાર્થ :– મૃત્યુનો સમય ઉપસ્થિત થાય ત્યારે મુનિ સંલેખના-સંથારાપૂર્વક આહારનો પરિત્યાગ કરે. અને આ માનવ ભવના ઔદારિક શરીરનો ત્યાગ કરી તે સામર્થ્યવાન સાધક દુઃખોથી મુક્ત થઈ જાય છે. णिम्ममो णिरहंकारो, वीयरागो अणासवो ।
२१
संपत्तो केवलं जाणं, सासयं परिणिव्वुए ॥ त्ति बेमि ॥
=
શબ્દાર્થ:- મિમો = મમત્વ રહિત હિંગો = અહંકાર રહિત વીયરો = વીતરાગ, અગાસવો = આશ્રવરહિત થયેલા મુનિ જેવાં બાળ = કેવળજ્ઞાનને સંપત્તો = પ્રાપ્ત કરીને લાસવં = શાશ્વત, સદાને માટે પરિણિવ્વુપ = પરિનિવૃત્ત, મોક્ષસુખ પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ:- મમત્વરહિત, અહંકાર રહિત, આશ્રવ રહિત થયેલા વીતરાગી મુનિ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને શાશ્વત પરિનિર્વાણ (મોક્ષસુખ) પામે છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે અણગારની આરાધના અને તેના અંતિમ ફળને પ્રદર્શિત કર્યું છે.
ગૃહસ્થ સંબંધોનો અને તેના મમત્ત્વનો સર્વથા ત્યાગ કરીને, સંયમભાવમાં સ્થિત થયેલા અણગાર જીવનની પ્રત્યેક ક્રિયામાં સંયમભાવની વૃદ્ધિ થાય અને કષાયો શાંત થાય, તેવો જ પુરુષાર્થ કરે છે.
આત્મ સાધના કરતા મુનિ કયારે ય વંદન, પૂજન, સત્કાર, સન્માન ઇત્યાદિ માનકષાયની પોષક પ્રવૃત્તિઓની મનથી પણ ઇચ્છા ન કરે. બાહ્ય પરિગ્રહના ત્યાગ પછી રાગ દ્વેષ રૂપ આપ્યંતર પરિગ્રહના ત્યાગ માટે પુરુષાર્થ કરે, તેના માટે હંમેશાં ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં સ્થિત રહે. જીવન પર્યંત નિરંતર આગમ આજ્ઞાઓને લક્ષ્યમાં રાખી રત્નત્રયની આરાધનામાં તલ્લીન રહે.
બિમ્બૂદિળ આહાર :- પૂર્વ ગાથામાં બતાવેલા આચારનું પાલન કરતા મુનિને વીર્યાન્તરાય કર્મનો ક્ષય થવાથી અનંત શક્તિઓનો પ્રાદુર્ભાવ થાય છે. તેથી મુનિ મૃત્યુનો સમય સમીપ જણાય ત્યારે સંલેખના-અનશન દ્વારા ચતુર્વિધ આહારનો ત્યાગ કરીને સમાધિમાં લીન થઈ જાય છે. આ રીતે ઔદારિક શરીર છોડવાના સમયે સર્વ પ્રકારના શારીરિક અને માનસિક દુઃખોથી મુક્ત થઈ જાય છે. ઔદારિક શરીરના અંત સાથે કાર્મણ શરીરનો પણ અંત થાય છે અને તે અશરીરી આત્મા ગમનાગમનના સંસાર-ચક્રમાંથી છૂટીને પરમાનંદ સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે.