________________
350
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ભાવાર્થઃ– વસ્તુને ખરીદનાર ‘ગ્રાહક’ હોય છે અને વેચાણ કરનાર ‘વણિક’ હોય છે. તેથી જે ક્રય-વિક્રયમાં પ્રવૃત્ત હોય તે તથારૂપનો એટલે આગમોક્ત ભિક્ષુ ન કહેવાય.
| १५
भिक्खियव्वं ण केयव्वं, भिक्खुणा भिक्खवत्तिणा । कयविक्कओ महादोसो, भिक्खवित्ती सुहावहा ॥
શબ્દાર્થ:- મિત્ત્વવત્તિળ = ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરનાર મિઘુળ = ભિક્ષુને મિવિવ્યવ્વ ભિક્ષા માંગીને જ પોતાનો નિર્વાહ કરવો જોઈએ ૫ જેયવ્વ = કોઈ વસ્તુ ખરીદવી જોઈએ નહીં વવિવો = ક્રય-વિક્રય કરવામાં મહાવોસો = મહાદોષ છે અને મિજ્લવિત્તૌ - ભિક્ષાવૃત્તિ સુહાવCT = આ લોક અને પરલોકમાં સુખકારી છે, કલ્યાણકારી છે.
=
ભાવાર્થ :- ભિક્ષાજીવી(ભિક્ષાથી નિર્વાહ કરનાર) ભિક્ષુએ ભિક્ષા માંગીને જ પોતાનો નિર્વાહ કરવો જોઈએ, ખરીદ-વેચાણથી નહીં. ક્રય-વિક્રયની પ્રવૃત્તિ સંયમ માટે મહાદોષકારી છે. ભિક્ષુને ભિક્ષાવૃત્તિ જ આ લોક-પરલોક માટે સુખકારક છે, કલ્યાણકારી છે.
१६
समुयाणं उछमेसिज्जा, जहासुत्तमणिदियं । लाभालाभम्मि संतुट्ठे, पिण्डवायं चरे मुणी ॥
=
શબ્દાર્થ:- નહાન્નુત્ત = સૂત્રાનુસાર અભિવિય = અનિંદિત ઘરોમાંથી ૐછું = થોડો થોડો આહાર લેતા સમુવાળ = સામુદાની ભિક્ષાની લિજ્ઞા – એષણા કરે તામાતામમ્મિ= લાભ અને અલાભમાં સંતુકે = સંતુષ્ટ રહેતા પિવાય = આહારને માટે ચરે = વિચરે.
ભાવાર્થ :- મુનિ શાસ્ત્ર વિધાન અનુસાર અનિંદિત અને સામુદાનિક(અનેક) ઘરોમાંથી થોડાઘોડા આહારની ગવેષણા કરે તેમજ લાભ અને અલાભમાં સંતુષ્ટ રહીને ભિક્ષા માટે વિચરણ કરે. अलोले ण रसे गिद्धे, जिब्भादंते अमुच्छिए । ण रसट्ठाए भुंजिज्जा, जवणट्ठाए महामुणी ॥
| १७
શબ્દાર્થ:- અત્તોતે= સરસ ભોજનમાં લોલુપતા રહિત છે – રસોમાં પશિન્દે = ગુદ્વિ રહિત નિભાવંતે = જીહ્વા ઇન્દ્રિયને વશમાં રાખનાર મુણ્િ = મૂર્છા(આસક્તિ) રહિત મહામુળી = મહામુનિ રસકાય્ – સ્વાદને માટે, ૫ મુંબિષ્ના = આહાર ન કરે નવળઠ્ઠાણ્ = સંયમરૂપ યાત્રાના નિર્વાહને માટે જ આહાર કરે. ભાવાર્થઃ– ૨સનેન્દ્રિય વિજેતા, સ્વાદમાં અલોલુપ અને અમૂર્છિત મહામુનિ સરસ ભોજનમાં આસક્ત ન બને. તે મુનિ રસાસ્વાદને માટે નહીં પણ સંયમ યાત્રાના નિર્વાહ અર્થે જ આહાર કરે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં મુનિના આહાર સંબંધી નિયમોનું નિરૂપણ છે.
મુનિ શરીરને ટકાવી રાખવા માટે, સંયમયાત્રાના નિર્વાહ માટે, સાધનામાં સહાયક બને તેવો નિર્દોષ અને સાત્વિક આહાર અનાસક્ત ભાવે ગ્રહણ કરે છે. શ્રી આચારાંગ સૂત્ર અને શ્રી દશવૈકાલિક સૂત્રમાં આહારના અનેક દોષોનું વિવેચન છે. મુનિ તે દોષોનો ત્યાગ કરીને આહાર ગ્રહણ કરે છે. તે દોષોમાંથી પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે કેટલાક દોષોનું કથન કર્યું છે.