________________
૩૫૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ભાવાર્થ:- (ઘર બનાવવામાં) ત્રસ અને સ્થાવર, સૂક્ષ્મ અને બાદર જીવોની હિંસા થાય છે માટે સંયમી મુનિ ગૃહકર્મ સમારંભનો પરિત્યાગ કરે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં અણગારોના આવાસ માટેના નિયમોનું વિધિ અને નિષેધથી કથન કર્યું છે.
સાધકોની સાધનામાં ક્ષેત્રનો પણ વિશિષ્ટ પ્રભાવ હોય છે. તેથી મુનિઓ સંયમ સાધનામાં સહાયક બને તેવા સ્થાનમાં જ નિવાસ કરે છે. અણગાર માટે અયોગ્ય સ્થાન-રાગવદ્ધકચિત્રોથી અલંકૃત અને સુગંધિત પદાર્થોથી સુવાસિત, ચમકદાર, સુશોભિત આકર્ષક અને સુંદર કમાડોથી યુક્ત, સ્ત્રીઓના આવાગમનથી યુક્ત, સૂક્ષ્મ જીવો ઉત્પત્તિ યુક્ત, જીવવિરાધના કે સંયમવિરાધના થાય તેવા સ્થાન મુનિને નિવાસ માટે અયોગ્ય હોય છે.
રાગવર્ધક સ્થાનના સંયોગથી વિષયવિકારની ભાવના ઉત્તેજિત થાય છે; તેવી પરિસ્થિતિમાં મુનિને આત્મસંયમ રાખવો અત્યંત કઠિન થઈ જાય છે, તેથી તેવા સ્થાનો મુનિને માટે અયોગ્ય છે. અણગારના માટે યોગ્ય સ્થાન :- (૧) સ્મશાન (૨) શૂન્યગૃહ (૩) વૃક્ષતળ (૪) ગૃહસ્થોએ પોતાના માટે બનાવેલું હોય તેવું સ્થાન (૫) સ્ત્રી, પશુ, નપુંસકાદિ રહિત, (૬) જીવજંતુ રહિત (૭) સ્વપરને માટે નિરાબાધ; તેવા સ્થાન સાધુને રહેવા માટે ઉપયુક્ત છે. કયારેક પોતાની ઈચ્છાને અનુકુળ કે પ્રતિકુળ જે કોઈ સ્થાન મળે તેનો સહર્ષ સ્વીકાર કરવાનો હોય છે પરંતુ તે સ્થાન સંયમ-જીવનને અનુરૂપ હોય તેવી કાળજી રાખવી આવશ્યક છે. ફલો - અહીં બીજા પ્રકારનો પાઠ પણ મળે છે અને અર્થાત્ કયારેક. મુનિને કયારેક
સ્મશાન આદિમાં રહેવાનું થાય તો પણ તેમાં પ્રસન્ન રહે. ગૃહકર્મ સમારંભ નિષેધ - મુનિ યોગ્ય સ્થાનની પ્રાપ્તિ માટે સ્વયં સ્થાનનું નિર્માણ કરે નહીં. ઘર-મકાન બનાવવાના સમારંભથી અનેક ત્ર-સ્થાવર, સ્થૂલ-સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે. તેથી સાધુ મકાન બનાવવામાં કે બીજા દ્વારા બનાવરાવવામાં તેમજ મકાન નિર્માણની કોઈ પણ પ્રવૃત્તિમાં પડે નહીં, ગૃહસ્થ દ્વારા પોતાને માટે બનાવેલા મકાનમાં તેમની અનુજ્ઞા લઈને રહે. સવા- સુંદર–શ્રેષ્ઠ કમાડ સહિતનું સ્થાન. સામાન્ય રીતે સાધુઓ કમાડ સહિત કે કમાડ રહિત કોઈ પણ સ્થાનમાં રહી શકે છે. પરંતુ સાધ્વીઓને પોતાની શીલરક્ષા આદિ માટે કમાડ સહિતના સ્થાનમાં રહેવું જ ઉચિત છે. કમાડ રહિત સ્થાન સાધ્વીઓને માટે અયોગ્ય છે.
પ્રસ્તુતમાં સૂત્રકારે આકર્ષક મકાનના નિષેધ પ્રસંગે સંવાદું શબ્દ પ્રયોગ કર્યો છે. તેથી અહીં 'વિશિષ્ટ પ્રકારના સુંદર, શ્રેષ્ઠ કમાડ–દરવાજા સહિતનું સ્થાન' તેવો અર્થ થાય છે. જે દરવાજા આકર્ષક હોય, સ્પ્રીંગવાળા હોય, પોતાની મેળે જ બંધ થઈ જતાં હોય, જેમાં સંપૂર્ણપણે યતના રાખી શકાતી ન હોય, તેવા કમાડવાળા મકાનમાં સાધુ કે સાધ્વી ન રહે. અણગારનો આહાર :
तहेव भत्तपाणेसु, पयणे पयावणेसु य । पाण भूयदयट्ठाए, ण पए ण पयावए ॥