________________
[૩૫]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
। तहेव हिंसं अलियं, चोज्ज अबंभ सेवणं ।
इच्छाकामं च लोभं च, संजओ परिवज्जए ॥ શબ્દાર્થ – હિંસં = હિંસા અવિંગ અસત્ય વોન્ન = ચોરી મયંમસેવ = અબ્રહ્મચર્ય સેવન, મૈથુન સેવન, છali = ઈચ્છા-કામના, અપ્રાપ્તવસ્તુની ઇચ્છા તોએ = લોભ સંબો = સંયત પુરુષ પરિવજ્ઞ= ત્યાગ કરી દે. ભાવાર્થ:- તેમજ સંયમી મુનિ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મસેવન, ઇચ્છા-કામના અને લોભનો સર્વથા ત્યાગ કરે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં અણગાર ધર્મના મુખ્ય સિદ્ધાંતોનું નિરૂપણ છે.
જે વ્યક્તિ પુત્ર, પત્ની, પરિવાર આદિ ગૃહસ્થ સંબંધોના બંધનોનો સર્વથા ત્યાગ કરે છે, તેને જ અણગાર કહે છે. તેથી અણગાર અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી સાધકે પ્રમાદવશ કયારેક તે પૂર્વપરિચિત અગારવાસની આસક્તિમાં ફસાઈ જવું નહીં. જો કોઈ સાધક પ્રમાદ વશે આસક્તિની જાળમાં ફસાઈ જાય, તો તે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ પંચ મહાવ્રતનું યથાર્થ પાલન કરી શકતા નથી.
હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ આ પાંચે ય કર્માશ્રવ છે. તેના દ્વારા જીવ પાપકર્મોનો સંચય કરે છે. તેથી સંયમીને આ પાંચેયનો ત્યાગ કરવો જરૂરી છે. આ રીતે ગૃહવાસનો ત્યાગ અને પંચમહાવ્રતનું પાલન, તે જ અણગારધર્મ છે. રૂછાવા રોમ:- (૧) ઇચ્છારૂપ કામ એટલે અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવાની કાંક્ષા.લોભ એટલે પ્રાપ્ત(લબ્ધ) વસ્તુ વિષયક ગૃદ્ધિ અર્થાત્ અત્યંત આસક્તિ. (ર) ઈચ્છા, કામના અને લોભ ત્રણ શબ્દોથી સર્વ પ્રકારના ભાવ પરિગ્રહનું સૂચન છે. અણગારનો નિવાસઃ
मणोहरं चित्तघरं, मल्लधूवेण वासियं । જ
सकवाडं पंडुरुल्लोय, मणसा वि ण पत्थए ॥ શબ્દાર્થ:- મળોદર = મનોહર, ચિત્તને આકર્ષક અન્નપૂળ વસિયં = માળા અને અગર ચંદનાદિ ધૂપથી વાસિત, સુગંધિત સંવવા ૯ = સુંદર કમાડયુક્ત પદુહોવું = અત્યંત સુંદર અને સુસજ્જિત, આકર્ષકરિયર = ચિત્રોથી યુક્ત મકાનની માતા વિ= મનથી પણ ન પત્થા = ઇચ્છા ન કરે. ભાવાર્થ:- મનોહર, ચિત્રોથી યુક્ત, માળા અને ધૂપથી સુવાસિત, કમાડ સહિત(સદા કમાડ બંધ જ રહે તેવા) આકર્ષક તેમજ ચિત્રોથી સુશોભિત સ્થાનની સાધુ મનથી પણ અભિલાષા ન કરે.
इंदियाणि उ भिक्खुस्स, तारिसम्मि उवस्सए ।
दुक्कराई णिवारेउ, कामराग विवड्ढणे ॥ શબ્દાર્થ - મરીવિવ = કામ-રાગની વૃદ્ધિ કરનાર તારિરિક = તેવા, ઉપરોક્ત પ્રકારના