________________
લેશ્યા
ચોત્રીસમું અધ્યયન
લેશ્યા
लेसज्झयणं पवक्खामि, आणुपुव्वि जहक्कमं । छण्हंपि कम्म लेसाणं, अणुभावे सुणेह मे ॥
અધ્યયન પ્રારંભઃ
१
શબ્દાર્થ :- આબુધ્નિ = આનુપૂર્વી, અનુક્રમ હમ = યથાક્રમથી તેસાયળ = લેશ્યા અધ્યયનનું પવસ્વામિ = વર્ણન કરીશ છન્દપિ = છએ મ્મોસાળ = કર્મલેશ્યાઓના અણુમાવે - સમ્યક્ સ્વરૂપ મે = મારી પાસેથી સુભેદ = સાંભળો.
=
૩૩૧
ભાવાર્થ :- હું લેશ્યા અધ્યયનનું પ્રરૂપણ કરીશ જેમાં છએ કર્મલેશ્યા સંબંધી વિવિધ ભાવોનું ક્રમપૂર્વક વર્ણન છે, તેને તમે મારી પાસેથી સાંભળો.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં લેશ્યા સંબંધી વિષયોના નિરૂપણની પ્રતિજ્ઞા છે.
લેશ્યા– (૧) જેના દ્વારા કર્મો આત્મા સાથે શ્લેષને પ્રાપ્ત કરે, આત્મા સાથે ચોંટે, તેને લેશ્યા કહે છે. તેથી લેશ્યા કર્મ અને આત્માનું જોડાણ કરાવનાર દ્રવ્ય છે. (૨) કૃષ્ણાદિ દ્રવ્યોના સાંનિધ્યથી થતાં આત્માના પરિણામ, તે લેશ્યા છે.
कृष्णादिद्रव्यसाचिव्यात्, परिणामो य आत्मनः । स्फटिकस्येव तत्रायं, लेश्याशब्दः प्रवर्त्तते ॥
જેમ સ્ફટિક મણિ સ્વયં શ્વેત, નિર્મળ અને પારદર્શક છે. તેની પાસે જે વર્ણની વસ્તુ હોય, તે રંગને સ્ફટિક ધારણ કરે છે. તે જ રીતે કૃષ્ણાદિ દ્રવ્યોના સાંનિધ્યથી નિર્મળ એવો આત્મા પણ તે તે પરિણામોને ધારણ કરે છે, તેને લેશ્યા કહે છે. (૩) વૈષાયાનુગિત યોજ પરિણામ સેવાઃ । કષાયથી અનુરંજિત યોગના પરિણામ તે લેશ્યા. કૃષ્ણ, નીલ અને કાપોત; તે ત્રણ અવિશુદ્ધ ભાવ લેશ્યા છે અને તેજો, પદ્મ અને શુક્લ તે ત્રણ વિશુદ્ધ ભાવ લેશ્યા છે.
તેરમા સયોગી કેવળી ગુણસ્થાનક સુધી લેશ્યાઓનો સદ્ભાવ રહે છે. જ્યારે આત્મા અયોગી બને છે અર્થાત્ ચૌદમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે, તે જ સમયે તે લેશ્યાઓથી રહિત થઈ જાય છે.
આ અધ્યયનમાં દ્રવ્ય લેશ્યાના છ ભેદનું વિસ્તારપૂર્વક વર્ણન છે. મનુષ્ય અને તિર્યંચમાં દ્રવ્ય લેશ્યાનું પરિવર્તન થતું રહે છે. દેવતા અને નૈરયિકોમાં દ્રવ્ય લેશ્યા અવસ્થિત(જીવન પર્યંત એકસરખી) હોય છે. મ્મતેસઁ– કર્મોની સ્થિતિનું એટલે સ્થાયિત્વનું કારણ લેશ્યાઓ છે. જ્મસ્થિતિ હેતવો તેયાઃ । કર્મોની સાથે લેશ્યાઓનો ખૂબ ઘનિષ્ઠ સંબંધ છે, તેથી સૂત્રકારે કર્મલેશ્યા શબ્દપ્રયોગ કર્યો છે.