________________
૩૩૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ચોત્રીસમું અધ્યયન
પરિચય
છે. આ અધ્યયનમાં લેશ્યાનું વિસ્તૃત વર્ણન હોવાથી તેનું નામ લેશ્યા છે. તેમાં ૧૧ ધારના માધ્યમથી લેશ્યાનું નિરૂપણ કર્યું છે. લેશ્યા શબ્દના વિવિધ અર્થ છે– શરીરની કાંતિ, તેજ, સૌંદર્ય, જીવની મનોવૃત્તિ, આત્મપરિણામો વગેરે. પ્રસ્તુત પ્રસંગમાં લેશ્યાનો અર્થ “આત્મપરિણામો' છે. કષાયથી અનુજિત આત્મપરિણામોને લેશ્યા કહે છે. લેશ્યાના બે પ્રકાર છે- દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા. ભાવલેશ્યા આત્મ પરિણામરૂપ તથા અરૂપી છે અને તે વેશ્યા પરિણામોમાં જે પુગલદ્રવ્ય સહાયક બને તે દ્રવ્યલેશ્યા છે, તે પૌલિક છે. દ્રવ્યલેશ્યા અનુસાર ભાવલેશ્યા અને ભાવલેશ્યા અનુસાર દ્રવ્યલેશ્યા થાય છે. આ રીતે દ્રવ્ય લેશ્યા અને ભાવલેશ્યા બંને પરસ્પર સાપેક્ષ છે. દ્રવ્યલેશ્યા પદુગલિક હોવાથી તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ હોય છે. તે વર્ણાદિનું પરિણમન અત્યંત સૂક્ષ્મપણે થતું હોવાથી પ્રગટપણે તેનો અનુભવ થતો નથી. તેમ છતાં કયારેક તેના કાર્યથી તેનું અનુમાન કરી શકાય છે. જેમ કે ક્રોધી મનુષ્યના ચહેરા પર વ્યાપેલી વ્યગ્રતા, ગાત્રનું કંપન, ઉષ્ણતા વગેરે લક્ષણો ક્રોધના ભાવને સૂચિત કરે છે; તે ભાવો એકાંત ઝેરના સૂચક છે. આજના વૈજ્ઞાનિકોએ પણ સિદ્ધ કર્યું છે કે ક્રોધ સમયે શરીરનું લોહી ઝેરમય બની જાય છે. આ અશુભલેશ્યાના લક્ષણો છે. આત્મપરિણામોની શુદ્ધિ-અશુદ્ધિની તરતમતાના આધારે વેશ્યાના છ વિભાગ છે. કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ અને શુક્લલેશ્યા. આ છ વેશ્યાઓમાં કૃષ્ણ લેશ્યા અત્યંત અશુદ્ધ છે. ત્યાર પછી લેશ્યાઓમાં ક્રમશઃ અશુદ્ધિ ઘટતી જાય છે. અંતિમ શુક્લલેશ્યા વિશુદ્ધ વેશ્યા છે. સંક્ષેપમાં પ્રથમની ત્રણ લેશ્યા અપ્રશસ્ત અને અંતિમ ત્રણ લેશ્યા પ્રશસ્ત છે. અપ્રશસ્ત વેશ્યા દુર્ગતિનું અને પ્રશલેશ્યા સગતિનું નિમિત્ત બને છે. કોઈ પણ જીવની વેશ્યા અનુસાર તે પરભવનું આયુષ્ય બાંધે છે. જે લેગ્યામાં આયુષ્યનો બંધ થયો હોય, તે જ વેશ્યા મૃત્યુ સમયે આવે છે અને મૃત્યુ સમયે જે વેશ્યા હોય, તે જ વેશ્યાયુક્ત સ્થાનમાં જીવનો જન્મ થાય છે. અર્થાત આયુષ્યબંધ સમયે, મૃત્યુ સમયે અને જન્મ સમયે એક જ વેશ્યા હોય છે. લેશ્યાના નિમિત્તથી કર્મોની સ્થિતિ અને અનુભાગબંધ નિશ્ચિત થાય છે. આ રીતે જીવનો વેશ્યા સાથે ઘનિષ્ટ સંબંધ છે. તેના લક્ષણો, સ્થિતિ વગેરે જાણકારી સાધકોને