________________
| કર્મ પ્રકૃતિ
[ ૩૨૭ ]
२४
બાર મુહુર્તની છે. તથા અશાતાવેદનીયની જઘન્ય બંધ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ન્યૂન સાગરોપમના સાત ભાગમાંથી ત્રણ ભાગ પ્રમાણ હોય છે. આ રીતે સર્વ અવસ્થાઓ(વિભાગ) મળીને વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે, તે સ્પષ્ટ થાય છે. તેથી પ્રસ્તુત ગાથા ૧૯-૨૦માં વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ તે પ્રમાણે અંતર્મુહૂર્તની કહી છે. શેષ કર્મોની સ્થિતિ ભાવાર્થથી સ્પષ્ટ છે. આઠ કર્મોનો અનુભાગબંધ:न सिद्धाणणंतभागो य, अणुभागा हवंति उ।
सव्वेसु वि पएसग्गं, सव्व जीवेसु अइच्छियं ॥ શબ્દાર્થ – ગજુભા = સર્વ કર્મ સ્કંધોના અનુભાગ અર્થાતુ રસવિશેષસિદ્ધાળ - સિદ્ધ ભગવંતોના
તમા = અનંતમો ભાગ હરિ = હોય છે સબ્સ, લિ = બધા કર્મોના પાલન = પ્રદેશાગ્ર(પરમાણ) સવ્વ જીવે = સર્વ જીવોથી અ છયું = અનંતગુણા અધિક છે. ભાવાર્થ:- સર્વ કર્મસ્કંધોનો અનુભાગ અર્થાત્ રસ વિશેષ સિદ્ધોની સંખ્યાના અનંતમા ભાગ પ્રમાણ છે તથા સર્વ કર્મોના પ્રદેશાગ્ર(પ્રદેશ પરિમાણ) સમસ્ત જીવોથી એટલે જીવ સંખ્યાથી અનંતગુણ અધિક છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં કર્મના અનુભાગબંધનું નિરૂપણ છે.કર્મની ફળ આપવાની શક્તિને અનુભાગબંધ કહે છે.
બંધનકાળમાં તેના કારણભૂત કાષાયિક અધ્યવસાયના તીવ્ર-મંદ ભાવ અનુસાર પ્રત્યેક કર્મમાં તીવ્ર-મંદ ફળ દેવાની શક્તિ ઉત્પન્ન થાય છે. તે જ અનુભાગબંધ છે.
પ્રત્યેક કર્મ પોતાનું ફળ કર્મદલિકો દ્વારા જ પ્રગટ કરે છે. જીવોના અધ્યવસાય સ્થાનો અસંખ્યાત છે પરંતુ એક-એક અધ્યવસાયસ્થાન દ્વારા અનંતાનંત કર્મદલિકો ગ્રહણ થાય છે અને અનંતાનંત દલિકો એક સાથે પોતાનું સામર્થ્ય પ્રગટ કરે છે.
એક સમયમાં અનુભવાતા કર્મદલિકો અભવ્ય જીવોથી અનંતગુણા અને સિદ્ધોથી અનંતમાભાગે ન્યૂન હોય છે. પરંતુ સર્વ અનુભાગ સ્થાનના કર્મદલિકો સર્વ જીવોથી અનંતગુણા અધિક હોય છે. કારણ કે અનંત સંસારી જીવો સમયે-સમયે અનંતાનંત કર્મદલિકો ગ્રહણ કરે છે. તેથી તે દલિકો સર્વ જીવોથી અનંતગુણા અધિક થઈ જાય છે. ઉપસંહાર:
तम्हा एएसि कम्माणं, अणुभागा वियाणिया ।
एएसिं संवरे चेव, खवणे य जए बुहो ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ -7- તેથી, આ રીતે પff= આ માાં કર્મોના અનુમા'T = અનુભાગ બંધને (પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને પ્રદેશબંધને) વિયાય = જાણીને જુદો = બુધ, પંડિત પુરુષ હં = તેનો સંવરે = સંવર કરવા(આવતા કર્મોને રોકવા)માં હવ = પૂર્વકૃત કર્મોનો ક્ષય કરવામાં ન= યત્ન કરે.
२५