________________
૩૨૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ભાવાર્થ :- આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. उदहिसरिस णामाणं, वीसई कोडिकोडीओ । णामगोत्ताण उक्कोसा, अट्ठ मुहुत्तं जहण्णिया ॥
| २३
શબ્દાર્થ:- ગમનોજ્ઞાળ = નામ અને ગોત્રકર્મની ગટ્ટુ = આઠ મુહુર્ત્ત = મુહૂર્તની વીસર્ફ = વીસ. ભાવાર્થ f:- નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ ક્રોડાક્રોડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં આઠ કર્મના સ્થિતિબંધનું નિરૂપણ છે. કષાયોની તીવ્રતા મંદતાના આધારે સ્થિતિબંધ નિશ્ચિત થાય છે. નવૃત્તિસરિસ- સાગરની ઉપમાથી સમજાવી શકાય તેવો કાલ સાગરોપમ કહેવાય છે. અસંખ્યાત વર્ષના આયુષ્યને ઉપમા દ્વારા સમજાવવામાં આવે છે. તેમાં પલ્યની ઉપમાથી એટલે ઊંડા ખાડાની ઉપમાથી સમજાવવામાં આવે તે પલ્યોપમ અને સાગર(સમુદ્ર)ની ઉપમાથી સમજાવવામાં આવે તેને સાગરોપમ કહે છે.
ઉત્સેધાંગુલના માપથી એક જોજન લાંબો, એક જોજન પહોળો અને એક જોજન ઊંડો ખાડો-કૂવો હોય તેમાં દેવકુરુક્ષેત્ર અને ઉત્તરકુરુક્ષેત્રના એક દિવસથી સાત દિવસની ઉંમરના જુગલિયા મનુષ્યના વાળના છદ્મસ્થને દષ્ટિગોચર ન થાય તેવા બારીક ટુકડાથી ઠસોઠસ ભરવામાં આવે, ત્યાર પછી તે કૂવામાંથી સો-સો વર્ષે વાળના એક-એક ટુકડાને કાઢવામાં આવે. આ રીતે વાળના ટુકડા કાઢતાં-કાઢતાં એ કૂવો જેટલા સમયમાં ખાલી થાય તેને સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ કહે છે. તેમાં અસંખ્યાતા કરોડો વર્ષોનો કાળ થાય છે. તેવા દશ ક્રોડાક્રોડી સૂક્ષ્મ અહ્વા પલ્યોપમનો એક સૂક્ષ્મ અહ્વા સાગરોપમ થાય છે.
જીવોના કર્મની સ્થિતિ, કાયસ્થિતિ અને ભવસ્થિતિ આદિ સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ અને સૂક્ષ્મ અહ્વા સાગરોપમથી માપવામાં આવે છે.
જોડિજોડીઓ- એક ક્રોડનો એક ક્રોડથી ગુણાકાર કરતાં જે સંખ્યા આવે, તેને એક ક્રોડાક્રોડી કહે છે. દશ ક્રોડને એક ક્રોડથી ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તેને દશ ક્રોડાક્રોડી કહેવાય છે. જેમ કે મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર ક્રોડાક્રોડી સાગરોપમ છે. અહીંયા સિત્તેર ક્રોડને એક ક્રોડથી ગુણાકાર કરતાં જે સંખ્યા આવે, તેને સિત્તેર ક્રોડાક્રોડી કહે છે.
લેખને તહેવ- વેદનીય કર્મની સ્થિતિ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીયકર્મની સમાન છે. આ કથન ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની છે તથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે; વેદનીયકર્મની પણ સમુચ્ચયરૂપે જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની જ છે પરંતુ વિશેષ અપેક્ષાએ વેદનીય કર્મના—શાતા વેદનીય અને અશાતા વેદનીય, તે બે ભેદ છે; તેમાં શાતાવેદનીય કર્મબંધના પણ બે પ્રકાર છે. ઈર્યાપથિક શાતાવેદનીય કર્મબંધ અને સાંપરાયિક શાતા વેદનીય કર્મબંધ. તેમાં ઈર્ષ્યાપથિક શાતાવેદનીય કર્મબંધની સ્થિતિ બે સમયની છે અને સાંપરાયિક શાતાવેદનીય કર્મબંધની સ્થિતિ જઘન્ય