________________
[ ૩૨૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થ - સમ્બનવાન = સર્વ જીવોના સવ્વ = સર્વ = = જ્ઞાનાવરણીયાદિકર્મ સાથે = ગ્રહણ થાય છે છલા = છ દિશાગત, છએ દિશાઓમાં સ્થિત સલ્વેસુ વિ પાસેનું = જીવોના બધા આત્મપ્રદેશો પર સબ્સ = એક સમયમાં બંધાતા કર્મના સર્વ કર્મ પરમાણુઓ સબ્સ = પ્રકૃતિ, સ્થિતિ આદિ સર્વ પ્રકારોથી વદ = બંધાય છે. ભાવાર્થ- બધા જીવો છ એ દિશાઓમાં રહેલા કાશ્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી, કર્મ રૂપે બદ્ધ કરે છે. તે બધા કર્મપગલો બંધના સમયે આત્માના સર્વ પ્રદેશોથી સર્વ પ્રકારે (પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ, અનુભાગરૂપે) બંધાય જાય છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં પૂર્વોક્ત વર્ણનનો ઉપસંહાર કરીને કર્મબંધના ચાર પ્રકારમાંથી પ્રદેશબંધનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે.
જીવ સમયે-સમયે કષાય અને યોગના નિમિત્તથી અનંત-અનંત કાર્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. આ ગાથાઓમાં દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ તેનું સ્વરૂપ સમજાવ્યું છે. દ્રવ્યથી–એક સમયમાં ગ્રહણ થતાં તે અનંતા-અનંત કાર્મણ વર્ગણાના પુદગલો અભવ્ય જીવોથી અનંતગુણા હોય છે અને અનંતા સિદ્ધના જીવોથી અર્થાત્ સિદ્ધોની સંખ્યાથી અનંતમા ભાગે ન્યૂન હોય છે. ક્ષેત્રથી– જે રીતે અગ્નિ સ્વયં જે ક્ષેત્રમાં હોય, તે ક્ષેત્રમાં રહેલા પદાર્થોને અગ્નિરૂપ પરિણત કરે છે. તે જ રીતે જીવ સ્વયં જે આકાશ પ્રદેશો પર અવગાહિત હોય, તે જ આકાશપ્રદેશો પર અવગાહિત કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે. ગ્રહણ કરાયેલા તે કર્મપુદ્ગલો ક્ષીર-નીરની જેમ આત્મા સાથે એકમેક થઈ જાય છે અર્થાત્ તેનો બંધ સર્વાત્મપ્રદેશોમાં થઈ જાય છે.
કોઈક માન્યતાનુસાર આત્માના આઠ રૂચક પ્રદેશો કર્મથી લિપ્ત થતાં નથી. પરંતુ આ ગાથામાં પ્રયુક્ત સવ્વ સલ્લેખ કર્તા શબ્દ પ્રયોગથી સ્પષ્ટ થઈ જાય છે કે ગ્રહણ કરેલા કર્મ દલિકો સર્વ આત્મપ્રદેશો સાથે બંધાય છે. આ ગાથાંશથી સ્પષ્ટ થાય છે કે આત્માના આઠ રુચક પ્રદેશો કર્મના લેપથી રહિત નથી. સાથે છલા – જીવ છ દિશામાંથી પુદ્ગલો ગ્રહણ કરે છે. એકેન્દ્રિય જીવો, જે લોકના ખૂણામાં હોય, તે જીવો ત્રણ, ચાર કે પાંચ દિશામાંથી પુગલો ગ્રહણ કરે અને શેષ સર્વ જીવો છ દિશામાંથી પુગલો ગ્રહણ કરે છે. ગ્રહણ કરેલા તે પુદ્ગલો કર્મરૂપે પરિણત થાય છે. પણw - પ્રદેશાગ્ર. પરમાગવતેષામાં પરિમા પ્રવેશ | એક સમયમાં ગ્રહણ થતાં પુગલના પરિમાણ પ્રમાણને પ્રદેશાગ્ર કહે છે. જીવ એક સમયમાં અભવ્ય જીવોથી અનંતગુણા અધિક અને સિદ્ધ જીવોથી અનંતમાં ભાગ ન્યૂન પ્રમાણ કર્મ પુદ્ગલો ગ્રહણ કરે છે. નડિયાડ્યું– ગ્રંથીના અસ્તિત્વવાળાથી અધિક. જે જીવોને મિથ્યાત્વ મોહનીય કર્મની ગ્રંથીની સત્તા હંમેશાં રહે છે, તેનો અંત કદાપિ થવાનો નથી, તેવા અભવી જીવોને સૂત્રકારે “ચિત્ત' કહ્યા છે. તે ગ્રંથીની સત્તાવાળા જીવોથી અતીત અર્થાત્ અભવી જીવોની સંખ્યાનું ઉલ્લંઘન કરે તેટલી, એક સમયમાં ગ્રહણ થતા કર્મ પુદ્ગલોની સંખ્યા હોય છે. સંતો સિદ્ધાળ :- તે ગ્રહણ થતા પુગલોની સંખ્યા સિદ્ધોની સંખ્યાથી હોય છે. સૂત્રકારે એક